ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મહાન દેશભક્ત અને રાષ્ટ્રવાદી લેખક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી
મુઘલ આક્રમણકારો અને બ્રિટિશ શાસકોના શોષણ અને અન્યાયથી ઘવાયેલા ભારતીય સ્વાભિમાનને જગાડવામાં બંકિમ બાબુએ અવિસ્મરણીય ભૂમિકા ભજવી હતી
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે વંદે માતરમ દ્વારા ભાષા, પ્રદેશ અને પ્રાંતોમાં વહેંચાયેલા સ્વતંત્રતા સંગ્રામને એકીકૃત અવાજ આપ્યો હતો
આ રાષ્ટ્ર, આ સભ્યતા અને આ મહાન સંસ્કૃતિ યુવાનોને સ્વતંત્રતા માટે પ્રયત્ન કરવા અને માતૃભૂમિની રક્ષા કરવા પ્રેરણા આપવા બદલ બંકિમ બાબુની કાયમ ઋણી રહેશે
પોસ્ટેડ ઓન:
08 APR 2026 1:48PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મહાન દેશભક્ત અને રાષ્ટ્રવાદી લેખક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને તેમની પુણ્યતિથિ પર નમ્ર શ્રદ્ધાંજલિ અર્પી હતી.
‘X’ પર એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું, “મુઘલ આક્રમણકારો અને બ્રિટિશ શાસકોના શોષણ અને અન્યાયથી ઘવાયેલા ભારતીય સ્વાભિમાનને જગાડવામાં બંકિમ બાબુએ અવિસ્મરણીય ભૂમિકા ભજવી હતી. વંદે માતરમ દ્વારા તેમણે ભાષા, પ્રદેશ અને પ્રાંતોમાં વહેંચાયેલા સ્વતંત્રતા સંગ્રામને એકીકૃત અવાજ આપ્યો હતો. આનંદમઠ દ્વારા ભારત માતાના ભવ્ય સ્વરૂપને આબેહૂબ રીતે ચિત્રિત કરીને તેમણે યુવાનોને સ્વતંત્રતા માટે પ્રયત્ન કરવા અને માતૃભૂમિની રક્ષા કરવા પ્રેરણા આપી હતી. આ રાષ્ટ્ર, આ સભ્યતા અને આ મહાન સંસ્કૃતિ તેમના યોગદાન માટે બંકિમ બાબુની સદાય ઋણી રહેશે.”
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2249983)
મુલાકાતી સંખ્યા : 23