નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

યુનિયન બજેટ 2026-27માં જાહેર કર્યા મુજબ, વૈશ્વિક વેપારમાં વિક્ષેપને કારણે ઉભી થયેલી ચિંતાઓને દૂર કરવા માટે SEZs માં પાત્ર એકમોને ડોમેસ્ટિક ટેરિફ એરિયા (DTA) માં કન્સેશનલ કસ્ટમ્સ ડ્યુટી દરો પર ઉત્પાદિત માલ વેચવા માટે CBIC એ વન-ટાઇમ રાહત પગલાં રજૂ કર્યા


ઓપરેશનલ SEZ એકમોની પાત્રતા માટે 31મી માર્ચ, 2025 કટ-ઓફ ડેટ હોવા સાથે, 1 એપ્રિલ, 2026 થી 31 માર્ચ, 2027 સુધી કસ્ટમ્સ નોટિફિકેશન દ્વારા રાહત અસરકારક રહેશે

રાહત વિન્ડો હેઠળ ક્લિયર કરાયેલા ઉત્પાદિત માલ માટે લઘુત્તમ 20% વેલ્યુ એડિશન ફરજિયાત

રાહત નિકાસ પર ધ્યાન કેન્દ્રિત રાખશે અને સ્થાનિક ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે પસંદગીના સંવેદનશીલ ક્ષેત્રોને બાકાત રાખવામાં આવ્યા છે; DTA વેચાણ તરત જ અગાઉના ત્રણ નાણાંકીય વર્ષોમાંના કોઈપણ વર્ષમાં ભૂતકાળના સર્વોચ્ચ નિકાસ પ્રદર્શનના 30% સુધી મર્યાદિત

પોસ્ટેડ ઓન: 01 APR 2026 2:05PM by PIB Ahmedabad

ચાલુ વૈશ્વિક વેપાર વિક્ષેપોને કારણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) માં ઉત્પાદન એકમો દ્વારા સામનો કરવામાં આવતી ચિંતાઓને દૂર કરવા માટે કેન્દ્રીય બજેટ 2026-27 ની જાહેરાતના અનુસંધાને, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ આજે SEZs માં પાત્ર ઉત્પાદન એકમો દ્વારા ડોમેસ્ટિક ટેરિફ એરિયા (DTA) માં રાહત દરે વેચાણની સુવિધા માટે વિશેષ વન-ટાઇમ રાહત પગલાં રજૂ કર્યા છે.

કેન્દ્રીય બજેટની જાહેરાત SEZ એકમો દ્વારા DTA માં ક્લિયર કરવામાં આવતા ઉત્પાદિત માલ માટે કસ્ટમ્સ એક્ટ, 1962 ની કલમ 25 હેઠળ જારી કરાયેલ મુક્તિ નોટિફિકેશન દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે અને તે 1લી એપ્રિલ 2026 થી 31મી માર્ચ 2027 સુધી અમલમાં રહેશે (નોટિફિકેશન નંબર 11/2026- કસ્ટમ્સ તારીખ 31.03.2026).

આ રાહત વિન્ડો હેઠળ પાત્ર SEZ એકમો માટે કન્સેશનલ દરો નક્કી કરતી વખતે, DTA માં કામ કરતા એકમો માટે સમાન તકો (level playing field) સુનિશ્ચિત કરવા માટે યોગ્ય કાળજી લેવામાં આવી છે.

આ રાહત વિન્ડો હેઠળ, સૂચિત માલ માટે નીચેની વિગતો મુજબ કસ્ટમ્સ ડ્યુટીના રાહત દરો સૂચવવામાં આવ્યા છે:

વર્તમાન કસ્ટમ્સ ડ્યુટી (BCD, AIDC, હેલ્થ સેસ સહિત)

રાહત વિન્ડો હેઠળ પાત્ર SEZ એકમો માટે રાહત દર

7.5%

6.5%

10%

9%

12.5%, 15%

10%

20%

12.5%

20% અને 30% ની વચ્ચે

15%

30% અને 40% ની વચ્ચે

20%

આ રાહત વિન્ડો હેઠળ લાભ મેળવનારા SEZ એકમોએ 31.03.2025 ના રોજ અથવા તે પહેલાં માલનું ઉત્પાદન શરૂ કરેલું હોવું જોઈએ.

આવા એકમો દ્વારા ઉત્પાદિત માલ, જેના માટે આ રાહત વિન્ડો હેઠળ લાભનો દાવો કરવામાં આવ્યો છે, તેમાં ઇનપુટ્સ પર લઘુત્તમ 20% નું વેલ્યુ એડિશન થયેલું હોવું જોઈએ.

SEZ એકમો દ્વારા નિકાસ પરનો ભાર કાયમ રહેશે. પાત્ર SEZ એકમો દ્વારા કન્સેશનલ દરો પર DTA વેચાણ તરત જ અગાઉના ત્રણ નાણાંકીય વર્ષોમાંના કોઈપણ વર્ષમાં નિકાસના સર્વોચ્ચ વાર્ષિક FOB મૂલ્યના 30% થી વધુ હોવું જોઈએ નહીં.

રાહત વિન્ડો CBIC ની ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા અમલમાં મૂકવામાં આવશે અને આ રાહત વિન્ડો હેઠળ DTA ક્લિયરન્સ માટે બિલ્સ ઓફ એન્ટ્રીનું એસેસમેન્ટ ફેસલેસ એસેસમેન્ટ મિકેનિઝમ હેઠળ કરવામાં આવશે.

વધુમાં, કેટલીક સંવેદનશીલતાઓને કારણે અને સ્થાનિક ઉદ્યોગના રક્ષણ માટે ચોક્કસ ક્ષેત્રોને આ રાહત વિન્ડોમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

વધુ સ્પષ્ટતા માટે વિગતવાર FAQs પણ જારી કરવામાં આવી રહ્યા છે.

નોટિફિકેશન નંબર 11/2026-કસ્ટમ્સ માટે અહીં ક્લિક કરો

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2247679) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi , Kannada