ગૃહ મંત્રાલય
ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરે આજે નવી દિલ્હીમાં વસ્તીગણતરી-2027 પર પત્રકાર પરિષદને સંબોધિત કરી
વિશ્વની સૌથી મોટી વસ્તીગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે, પ્રથમ તબક્કો 1લી એપ્રિલ 2026થી શરૂ થશે
પ્રથમ વખત, વસ્તીગણતરી ડિજિટલ રીતે હાથ ધરવામાં આવશે, અને પ્રથમ વખત, સ્વ-ગણતરી (Self-Enumeration)નો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે
આંદામાન અને નિકોબાર ટાપુઓ, NDMC અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડ, ગોવા, કર્ણાટક, લક્ષદ્વીપ, મિઝોરમ, ઓડિશા અને સિક્કિમમાં 1લી થી 15મી એપ્રિલ દરમિયાન સ્વ-ગણતરી અને 16મી એપ્રિલ થી 15મી મે 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ હાથ ધરવામાં આવશે
સ્વ-ગણતરી એ સુરક્ષિત વેબ-આધારિત સુવિધા છે જેના દ્વારા ઉત્તરદાતાઓ ડોર-ટુ-ડોર સર્વેક્ષણ પહેલાં 16 ભાષાઓમાં તેમની માહિતી ઓનલાઇન દાખલ કરી શકે છે
ગણતરીકારો (Enumerators) તેમના સ્માર્ટ ફોનનો ઉપયોગ કરીને મોબાઇલ એપ દ્વારા સીધો ડેટા એકત્રિત કરશે અને સબમિટ કરશે
ડેટા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી જોગવાઈઓ કરવામાં આવી છે
દેશભરમાં વસ્તીગણતરી 2027માં 30 લાખથી વધુ ગણતરીકારો, સુપરવાઈઝર અને અન્ય અધિકારીઓ સામેલ થશે
પોસ્ટેડ ઓન:
30 MAR 2026 3:22PM by PIB Ahmedabad
ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર શ્રી મૃત્યુંજય કુમાર નારાયણે આજે નવી દિલ્હીમાં વસ્તીગણતરી-2027 પર પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. વિશ્વની સૌથી મોટી વસ્તીગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે, પ્રથમ તબક્કો 1લી એપ્રિલ 2026થી શરૂ થશે. પ્રથમ વખત, વસ્તીગણતરી ડિજિટલ રીતે હાથ ધરવામાં આવશે, અને પ્રથમ વખત, સ્વ-ગણતરી (Self-Enumeration)નો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે. આંદામાન અને નિકોબાર ટાપુઓ, NDMC અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડ, ગોવા, કર્ણાટક, લક્ષદ્વીપ, મિઝોરમ, ઓડિશા અને સિક્કિમમાં 1લી થી 15મી એપ્રિલ દરમિયાન સ્વ-ગણતરી અને 16મી એપ્રિલ થી 15મી મે 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ હાથ ધરવામાં આવશે.

ભારતની વસ્તીગણતરી, વસ્તીગણતરી અધિનિયમ, 1948 અને વસ્તીગણતરી નિયમો, 1990 ની જોગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવે છે, જેમાં સમયાંતરે સુધારા કરવામાં આવ્યા છે. ભારતની છેલ્લી વસ્તીગણતરી 2011માં હાથ ધરવામાં આવી હતી. વસ્તીગણતરી 2027 શ્રેણીમાં 16મી અને આઝાદી પછીની 8મી હશે.
વસ્તીગણતરી 2027 હાથ ધરવાનો સરકારનો ઈરાદો 16 જૂન, 2025 ના રોજ ભારતના ગેઝેટમાં સૂચિત કરવામાં આવ્યો છે. વસ્તીગણતરી 2027 ની સંદર્ભ તારીખ 1લી માર્ચ, 2027 ના 00:00 કલાકે છે (લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના બરફથી ઘેરાયેલા બિન-સુમેળ વિસ્તારો અને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ રાજ્યો માટે સંદર્ભ તારીખ 1લી ઓક્ટોબર, 2026 ના 00:00 કલાકે છે).

વસ્તીગણતરી 2027 બે તબક્કામાં હાથ ધરવામાં આવશે, જેમાં તબક્કો I – હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ (HLO તરીકે ઓળખાય છે) એપ્રિલ થી સપ્ટેમ્બર 2026 દરમિયાન છ મહિના દરમિયાન રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકારોની અનુકૂળતા મુજબ 30 દિવસના સમયગાળામાં અને તેની સાથે જ ઘરે-ઘરે જઈને હાઉસ લિસ્ટિંગ કામગીરીના 30 દિવસના સમયગાળાના બરાબર પહેલાં 15 દિવસના સ્વ-ગણતરીના વિકલ્પ સાથે હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં મકાનોની સ્થિતિ, પરિવારને ઉપલબ્ધ સુવિધાઓ અને પરિવાર પાસેની અસ્કયામતો વિશેની માહિતી એકત્ર કરવામાં આવશે. વસ્તીગણતરીના પ્રથમ તબક્કાના પ્રશ્નો જાન્યુઆરી 2026 માં સૂચિત કરવામાં આવ્યા છે.
તબક્કો II – વસ્તી ગણતરી (Population Enumeration - PE) ફેબ્રુઆરી 2027 દરમિયાન હાથ ધરવામાં આવશે (લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના બરફથી ઘેરાયેલા બિન-સુમેળ વિસ્તારો અને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ રાજ્યો માટે તબક્કો II સપ્ટેમ્બર 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે). CCPA દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, વસ્તીગણતરીના બીજા તબક્કા દરમિયાન જાતિઓની ગણતરી પણ કરવામાં આવશે. બીજા તબક્કામાં, દરેક વ્યક્તિ પાસેથી વસ્તી વિષયક, સામાજિક-આર્થિક, શિક્ષણ, સ્થળાંતર, પ્રજનનક્ષમતા વગેરેની માહિતી એકત્ર કરવામાં આવશે. વસ્તી ગણતરીની ચોક્કસ તારીખો અને આ તબક્કામાં આવરી લેવાના પ્રશ્નો યોગ્ય સમયે સૂચિત કરવામાં આવશે.
આંદામાન અને નિકોબાર ટાપુઓ, દિલ્હી (નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડ), ગોવા, કર્ણાટક, લક્ષદ્વીપ, મિઝોરમ, ઓડિશા અને સિક્કિમ રાજ્યો 16મી એપ્રિલ થી 15મી મે 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ કરશે, જેની સાથે 1લી એપ્રિલ થી 15મી એપ્રિલ 2026 દરમિયાન 15 દિવસનો સ્વ-ગણતરીનો સમયગાળો રહેશે. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, છત્તીસગઢ અને હરિયાણા 1લી મે થી 30મી મે દરમિયાન હાઉસ લિસ્ટિંગ સેન્સસ શરૂ કરશે, જેમાં 16મી એપ્રિલ થી 30મી એપ્રિલ 2026 દરમિયાન સ્વ-ગણતરીનો સમયગાળો રહેશે. સ્વ-ગણતરી સાથેના પ્રથમ તબક્કાના વિગતવાર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશવાર સમયગાળા પરિશિષ્ટ (Annex)માં સામેલ છે.

કેન્દ્ર સરકારે વસ્તીગણતરી 2027 માટે ₹11,718.24 કરોડના ખર્ચને મંજૂરી આપી છે, જેમાં વસ્તીગણતરી કાર્યકર્તાઓને માનદ વેતન અને તાલીમ, આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ વગેરે માટે પર્યાપ્ત જોગવાઈઓ કરવામાં આવી છે.
વસ્તીગણતરી 2027 ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. ગણતરીકારો તેમના સ્માર્ટ ફોનનો ઉપયોગ કરીને મોબાઇલ એપ દ્વારા સીધો ડેટા એકત્રિત કરશે અને સબમિટ કરશે. આ ઉપરાંત, બંને તબક્કામાં સ્વ-ગણતરી માટે ઓનલાઇન જોગવાઈ હશે. મોબાઇલ એપ તેમજ સેલ્ફ-એન્યુમરેશન પોર્ટલ હિન્દી અને અંગ્રેજી સહિત 16 ભાષાઓમાં ઉપલબ્ધ હશે. વસ્તીગણતરી સંબંધિત વિવિધ ક્ષેત્રીય પ્રવૃત્તિઓના સંચાલન અને દેખરેખ માટે એક પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે જેમ કે ગણતરીકારો અને સુપરવાઈઝરના નિમણૂક પત્ર અને આઈડી કાર્ડ જનરેટ કરવા અને તેમને કામની ફાળવણી કરવી, વસ્તીગણતરી કાર્યકર્તાઓની તાલીમનું સંચાલન કરવું, HLB બનાવવું, ડેશબોર્ડ દ્વારા વાસ્તવિક સમયના આધારે કામની પ્રગતિનું નિરીક્ષણ કરવું, કેટલાક વસ્તીગણતરી રેકોર્ડ્સ/એબ્સ્ટ્રેક્ટ્સનું ઓટો-જનરેશન વગેરે. હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ (HLBs) વેબ મેપિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવશે. ડેટા સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
સ્વ-ગણતરી માટે, ઉત્તરદાતાઓ તેમના મોબાઇલ નંબર અને અન્ય મૂળભૂત વિગતોનો ઉપયોગ કરીને SE પોર્ટલ પર લોગ ઇન કરી શકે છે અને તેમની અનુકૂળતા મુજબ વસ્તીગણતરી શેડ્યૂલ પૂર્ણ કરી શકે છે. સફળ સબમિશન પર, એક અનન્ય સેલ્ફ-એન્યુમરેશન આઈડી (SE ID) જનરેટ કરવામાં આવશે જે ફીલ્ડ વિઝિટ દરમિયાન ગણતરીકાર સાથે શેર કરવાનો રહેશે. સ્વ-ગણતરી વિકલ્પ ગણતરીકારની મુલાકાત પહેલાં પોતાની અનુકૂળતા મુજબ માહિતી ભરવાની સુગમતા પૂરી પાડે છે. જ્યારે ગણતરીકારો અગાઉની વસ્તીગણતરીની જેમ જ તેમના ફાળવેલ બ્લોક્સમાં ઘર-ઘર જઈને ગણતરી કરવાનું ચાલુ રાખશે, ત્યારે સ્વ-ગણતરી એ ઉત્તરદાતાઓને આ વખતે આપવામાં આવેલી વધારાની સુવિધા છે.
(SE પોર્ટલ (se.census.gov.in) એક્સેસ કરો → મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરો → નકશા પર સ્થાન ઓળખો → પરિવારની વિગતો ભરો → માહિતી સબમિટ કરો → SE ID મેળવો → ગણતરીકારને SE ID આપો → ડેટાની પુષ્ટિ અને વસ્તીગણતરીમાં સમાવેશ)
વસ્તીગણતરીના પ્રથમ તબક્કા (HLO) ની પ્રી-ટેસ્ટ એટલે કે વસ્તીગણતરી ક્ષેત્રના કાર્યકર્તાઓ અને રાજ્યના અન્ય અધિકારીઓ/કર્મચારીઓની નિમણૂક અને તાલીમ, પ્રશ્નાવલિ, સંબંધિત એપ્સ અને પોર્ટલ અને ડેટા કલેક્શનથી ડેટા પ્રોસેસિંગ સુધીની અન્ય તમામ સંબંધિત પ્રવૃત્તિઓ સહિતની સમગ્ર વસ્તીગણતરી પદ્ધતિનું સંપૂર્ણ રિહર્સલ નવેમ્બર 2025 માં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 5000 બ્લોક્સમાં હાથ ધરવામાં આવ્યું હતું.
તમામ વહીવટી એકમોને 01.01.2026 થી 31.03.2027 ના સમયગાળા માટે સ્થિર કરી (frozen) દેવામાં આવ્યા છે. વસ્તીગણતરી 2027 તારીખ 01.01.2026 ના રોજ મુજબ 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો, 7,092 પેટા-જિલ્લાઓ, 5,128 વૈધાનિક નગરો, 4,580 વસ્તીગણતરી નગરો અને આશરે 6,39,902 ગામોમાં હાથ ધરવામાં આવશે.
વસ્તીગણતરી કાર્યકર્તાઓની તાલીમ માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. વિષય નિષ્ણાતો દ્વારા 100 રાષ્ટ્રીય તાલીમ આપનારાઓને (National Trainers) તાલીમ આપવામાં આવી છે જેમણે આશરે 2000 માસ્ટર તાલીમ આપનારાઓને (Master Trainers) તાલીમ આપી છે. આ માસ્ટર ટ્રેનર્સ આશરે 45,000 ફિલ્ડ ટ્રેનર્સને તાલીમ આપી રહ્યા છે જેઓ બદલામાં આશરે 80 હજાર બેચમાં આશરે 31 લાખ ગણતરીકારો અને સુપરવાઈઝરને તાલીમ આપશે. તમામ સંભવિત તાલીમ સામગ્રી પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવામાં આવી છે જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે આપણા અંતિમ માઈલના ફૂટ સૈનિકો, ગણતરીકારો અને સુપરવાઈઝરને સમયસર ગુણવત્તાયુક્ત ડેટા એકત્રિત કરવામાં મુશ્કેલી ન પડે.
પરિશિષ્ટ
રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ મુજબ હાઉસ લિસ્ટિંગ (HLO) અને સ્વ-ગણતરી (SE) સમયગાળો
|
State/UT
|
Self-Enumeration Period
|
Houselisting and Housing Census Period
|
|
Andaman and Nicobar Islands, Delhi (New Delhi Municipal Council and Delhi Cantonment Board), Goa, Karnataka, Lakshadweep, Mizoram, Odisha, and Sikkim.
|
1 April to 15 April
|
16th April to 15th May
|
|
Gujarat*, Dadra and Nagar Haveli and Daman and Diu
|
5 April to 19 April
|
20 April to 19 May
|
|
Uttarakhand
|
10 April to 24 April
|
25 April to 24 May
|
|
Madhya Pradesh, Andhra Pradesh, Arunachal Pradesh, Chandigarh, Chhattisgarh, and Haryana
|
16 April to 30 April
|
1 May to 30 May
|
|
Bihar
|
17 April to 1 May
|
2 May to 31 May
|
|
Telangana
|
26 April to 10 May
|
11 May to 9 June
|
|
|
30 April to 14 May
|
15 May to 13 June
|
|
Delhi (Municipal Corporation of Delhi), Maharashtra, Meghalaya, Rajasthan and Jharkhand **
|
1 May to 15 May
|
16 May to 14 June
|
|
|
7 May to 21 May
|
22 May to 20 June
|
|
Jammu and Kashmir, Ladakh, and Puducherry
|
17 May to 31 May
|
1 June to 30 June
|
|
Himachal Pradesh
|
1 June to 15 June
|
16 June to 15 July
|
|
Kerala and Nagaland
|
16 June to 30 June
|
1 July to 30 July
|
|
Tamil Nadu and Tripura
|
17 July to 31 July
|
1 Aug to 30 Aug
|
|
Assam
|
2 Aug to 16 Aug
|
17 Aug to 15 Sep
|
|
Manipur
|
17 Aug to 31 Aug
|
1 Sep to 30 Sep
|
|
West Bengal
|
To be decided
|
|
* ગુજરાત- ફેરફારને પાત્ર
** ઝારખંડ- વસ્તીગણતરી હાથ ધરવાના ઈરાદાની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. HLO સમયગાળા માટેની સૂચના બહાર પાડવાની બાકી છે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2246891)
મુલાકાતી સંખ્યા : 39