પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર લોકસભામાં તેમના સંબોધનની ઝલક શેર કરી
પોસ્ટેડ ઓન:
23 MAR 2026 9:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર લોકસભામાં આપેલા તેમના સંબોધનની ઝલક શેર કરી હતી. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે યુદ્ધને કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓ વચ્ચે, સરકાર ભારતીયોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે અને સંપૂર્ણ સંવેદનશીલતા, તકેદારી અને તત્પરતા સાથે દરેક જરૂરી પગલાં લઈ રહી છે.
X (ટ્વિટર) પરની પોસ્ટ્સની શ્રેણીમાં પ્રધાનમંત્રીએ લખ્યું:
“પશ્ચિમ એશિયાના વર્તમાન યુદ્ધે ભારત સામે પણ અણધાર્યા પડકારો ઉભા કર્યા છે. તેથી એ આવશ્યક છે કે દેશની સંસદ તરફથી આ સંકટને લઈને એકમતી અને એકજૂથ અવાજ સમગ્ર વિશ્વમાં જાય.”
“યુદ્ધથી ઉદ્ભવેલી પરિસ્થિતિઓ વચ્ચે અમારી સરકાર ભારતીયોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. અમે સંપૂર્ણ સંવેદનશીલતા, તકેદારી અને તત્પરતા સાથે દરેક જરૂરી પગલાં ઉઠાવી રહ્યા છીએ.”
“દેશના ખેડૂત ભાઈ-બહેનોને આ પ્રકારના સંકટોથી બચાવવા માટે વીતેલા વર્ષોમાં પણ અનેક પગલાં લેવામાં આવ્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં પણ તેમનું હિત સુરક્ષિત રાખવા માટે સરકાર કોઈ કસર છોડી રહી નથી.”
“પશ્ચિમ એશિયાના તમામ સંબંધિત નેતાઓ સાથે વાતચીત કરીને મેં તણાવ ઓછો કરવા અને આ સંઘર્ષને સમાપ્ત કરવા માટે આગ્રહ કર્યો છે. આ ક્ષેત્રમાં ભારતીય જહાજોની સુરક્ષા અને તેમના સુરક્ષિત આવાગમનને સુનિશ્ચિત કરવા માટે અમારા રાજદ્વારી (diplomatic) પ્રયાસો પણ સતત જારી છે.”
“દેશના સામાન્ય પરિવારોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે, તેના પર અમારું ફોકસ રહ્યું છે. તેથી અમે ઘરેલું ગ્રાહકો માટે LPG ની ઉપલબ્ધતાને પ્રાથમિકતા આપી છે.”
SM/JD
(રીલીઝ આઈડી: 2244217)
મુલાકાતી સંખ્યા : 24
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Telugu
,
Kannada
,
Malayalam