ચૂંટણી આયોગ
azadi ka amrit mahotsav

સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ 2026: તમામ મતદાન મથકો પર આવશ્યક ન્યૂનતમ સુવિધાઓ અને મતદાતા સહાય પૂરી પાડવાની ખાતરી

પોસ્ટેડ ઓન: 22 MAR 2026 11:54AM by PIB Ahmedabad

ભારતના ચૂંટણી પંચે આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાઓની સામાન્ય ચૂંટણીઓ અને છ રાજ્યોમાં પેટાચૂંટણીઓ માટે 15 માર્ચ, 2026ના રોજ શેડ્યૂલ જાહેર કર્યું છે.

ECIએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEOs)ને સૂચનાઓ જારી કરી છે કે મતદાનના દિવસે તમામ 218,807 મતદાન મથકો પર "ન્યૂનત્તમ સુવિધાઓ" (AMFs) અને મતદારોની સહાયની ખાતરી કરવામાં આવે.

AMFમાં પીવાનું પાણી, છાંયડાવાળું પ્રતીક્ષા ક્ષેત્ર, પાણીની સુવિધા સાથેનું શૌચાલય, પર્યાપ્ત લાઇટિંગ, દિવ્યાંગ મતદારો માટે યોગ્ય ઢાળ સાથેનો રેમ્પ, પ્રમાણભૂત મતદાન ખંડ અને યોગ્ય સાઇનબોર્ડનો સમાવેશ થાય છે. CEOsને કતારમાં નિયમિત અંતરાલે બેન્ચ ગોઠવવાનું પણ કહેવામાં આવ્યું છે જેથી મતદારો તેમના વારાની રાહ જોતા બેસી શકે.

મતદારોની જાગૃતિ વધારવા માટે, બધા મતદાન મથકો પર ચાર સમાન અને પ્રમાણિત "મતદાર સુવિધા પોસ્ટર" (VFPs) મુખ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવશે. આ પોસ્ટરોમાં મતદાન મથકની વિગતો, ઉમેદવારોની યાદી, શું કરવું અને શું ન કરવું, માન્ય ઓળખ દસ્તાવેજોની યાદી અને મતદાન પ્રક્રિયાનો સમાવેશ થશે.

દરેક મતદાન મથક પર મતદાર સહાયતા કેન્દ્રો (VABs) સ્થાપિત કરવામાં આવશે. બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) અથવા અન્ય અધિકારીઓની એક ટીમ આ બૂથ પર હાજર રહેશે જેથી મતદારોને સંબંધિત બૂથ માટે મતદાર યાદીમાં તેમના મતદાન મથક નંબર અને સીરીયલ નંબર શોધવામાં મદદ મળી શકે. VABs સ્પષ્ટ રીતે ચિહ્નિત થશે અને મતદાન મથકની નજીક પહોંચતા મતદારોને સરળતાથી દેખાશે.

મતદારોની સુવિધા માટે ECI દ્વારા લેવામાં આવેલી અનેક પહેલના ભાગ રૂપે, મતદાન મથકના પ્રવેશદ્વારની બહાર મતદારો માટે મોબાઇલ ફોન જમા કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મતદારો મતદાન મથકમાં પ્રવેશતા પહેલા તેમના ફોન (બંધ કર્યા પછી) નિયુક્ત સ્વયંસેવકને સોંપી શકે છે અને મતદાન કર્યા પછી તેમને લઈ શકે છે.

કમિશન પુનરોચ્ચાર કરે છે કે AMF અને સંબંધિત સુલભતાના પગલાની જોગવાઈ ફરજિયાત છે અને તમામ મતદાન મથકો પર તેનું કડક પાલન કરવામાં આવશે. તમામ ક્ષેત્ર અધિકારીઓને મતદાનની તારીખો પહેલા જરૂરી કાર્ય પૂર્ણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી તમામ મતદારો માટે સરળ અને સુખદ મતદાનનો અનુભવ સુનિશ્ચિત થાય.

 

SM/NK/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2243553) મુલાકાતી સંખ્યા : 15