ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે શીખ ધર્મના બીજા ગુરુ શ્રી અંગદ દેવજીને તેમના જ્યોતિ જ્યોત દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ગુરુ અંગદ દેવજીએ મહાન ગુરુમુખી લિપિ વિકસાવી અને ગુરુ નાનક દેવજીના ઉપદેશોને લોકો સુધી પહોંચાડ્યા
તેમણે લંગર અને સંગતની પરંપરાને મજબૂત બનાવી, સેવા, સમાનતા અને ભાઈચારાના સંદેશનો ફેલાવો કર્યો
તેમના આદર્શો આજે પણ સમાજને માર્ગદર્શન આપે છે
પોસ્ટેડ ઓન:
22 MAR 2026 10:14AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે શીખ ધર્મના બીજા ગુરુ શ્રી અંગદ દેવજીને તેમના જ્યોતિ જ્યોત દિવસ પર કોટિ-કોટિ વંદન કર્યાં.
X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું, "ગુરુ અંગદ દેવજીએ મહાન ગુરુમુખી લિપિ વિકસાવી અને ગુરુ નાનક દેવજીના ઉપદેશોને લોકો સુધી પહોંચાડ્યા. તેમણે લંગર અને સંગતની પરંપરાને મજબૂત બનાવી અને સેવા, સમાનતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો. તેમના આદર્શો આજે પણ સમાજને માર્ગદર્શન આપે છે. શીખ ધર્મના બીજા ગુરુ શ્રી અંગદ દેવજીને તેમના જ્યોતિ જ્યોત દિવસ પર કોટિ-કોટિ વંદન."
SM/NK/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2243511)
મુલાકાતી સંખ્યા : 8