ચૂંટણી આયોગ
azadi ka amrit mahotsav

ECI આગામી વિધાનસભા ચૂંટણીમાં વૃદ્ધો, PwD અને સર્વિસ વોટર્સ તથા ચૂંટણી ફરજ પરના મતદારોને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા આપશે

પોસ્ટેડ ઓન: 19 MAR 2026 3:42PM by PIB Ahmedabad
  1. ભારતના ચૂંટણી પંચ (ECI) 15 માર્ચ 2026 ના રોજ આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાઓની સામાન્ય ચૂંટણી અને 6 રાજ્યોમાં પેટાચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરી હતી. સમયપત્રક મુજબ, 16 માર્ચ 2026 ના રોજ આસામ, કેરળ અને પુડુચેરી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
  2. પંચે, રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ એકટ, 1951 ના Section 60(c) મુજબ સૂચિત કર્યું છે કે 85 વર્ષ થી વધુ વયના મતદારો અને મતદાર યાદીમાં ફ્લેગ કરાયેલા વિકલાંગ વ્યક્તિઓ (PwDs) પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપી શકે છે.
  3. આવા મતદારો Form 12 D નો ઉપયોગ કરીને આ સુવિધાનો લાભ મેળવી શકે છે અને ચૂંટણીના જાહેરનામાના 5 દિવસની અંદર તેમના BLO દ્વારા રિટર્નિંગ ઓફિસરને સબમિટ કરી શકે છે. સંબંધિત રિટર્નિંગ ઓફિસરો દ્વારા તૈયાર કરવામાં આવનાર અને ઉમેદવારો સાથે પણ શેર કરવામાં આવનાર સમયપત્રક મુજબ મતદાન ટીમો તેમના ઘરે જઈને મતો એકત્રિત કરશે.
  4. મતદાનની તારીખે આવશ્યક સેવાઓ (essential services) પરના મતદારો તેમના સંબંધિત વિભાગના નિયુક્ત નોડલ અધિકારી દ્વારા પોસ્ટલ બેલેટ સુવિધા માટે અરજી કરી શકે છે. ફાયર સર્વિસ, હેલ્થ, ઇલેક્ટ્રિસિટી, ટ્રાફિક, એમ્બ્યુલન્સ સર્વિસ, એવિએશન, લાંબા અંતરના સરકારી રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન વગેરે જેવી આવશ્યક સેવાઓને આ સુવિધા હેઠળ આવરી લેવામાં આવી છે.
  5. મતદાનના દિવસના કવરેજ માટે ચૂંટણી પંચ દ્વારા અધિકૃત મીડિયા વ્યક્તિઓને પણ આવશ્યક સેવાઓ પરના ગેરહાજર મતદારોની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે અને તેઓ પોસ્ટલ બેલેટ સુવિધા માટે હકદાર છે.
  6. ચૂંટણી ફરજ પરનો મતદાર તેનું પોસ્ટલ બેલેટ મેળવશે, તેના પર પોતાનો મત રેકોર્ડ કરશે અને ફેસિલિટેશન સેન્ટર પર તે પરત કરશે. ECI એ આ સંબંધમાં નિર્દેશો જારી કર્યા છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે ફેસિલિટેશન સેન્ટર પર મતદાર માટે સંપૂર્ણ ગુપ્તતા સાથે મતદાન થાય.
  7. સર્વિસ વોટર્સને ચૂંટણી લડતા ઉમેદવારોની યાદી ફાઈનલ થયા પછી તરત જ રિટર્નિંગ ઓફિસર દ્વારા  ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ (ETPBS) દ્વારા ઈલેક્ટ્રોનિક રીતે તેમના પોસ્ટલ બેલેટ મોકલવામાં આવશે. સર્વિસ વોટર્સને ટપાલ સેવાઓનો ખર્ચ ભોગવવાની જરૂર નથી.
  8. નાખવામાં આવેલા પોસ્ટલ બેલેટ મતોની ગણતરીની તારીખ એટલે કે 04 મે 2026 ના રોજ સવારે 8:00 AM સુધીમાં સંબંધિત રિટર્નિંગ ઓફિસર (RO) પાસે પહોંચી જવા જોઈએ.
  9. રિટર્નિંગ ઓફિસર (RO)/ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર (DEO) ને પણ ઉપરોક્ત જોગવાઈઓ અંગે રાજકીય પક્ષો/ચૂંટણી લડતા ઉમેદવારોને જાણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2242501) મુલાકાતી સંખ્યા : 20