ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે છત્રપતિ સંભાજી મહારાજજીના બલિદાન દિવસ પર તેમને વંદન કર્યું


છત્રપતિ સંભાજી મહારાજજી તેમના સમગ્ર જીવન દરમ્યાન છત્રપતિ શિવાજી મહારાજજી પાસેથી વારસામાં મળેલા સ્વરાજ, પોતાના ધર્મ અને પોતાની ભાષાના વારસાને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ રહ્યા

મુઘલ આક્રમણકારોને ભયભીત કરનારા છત્રપતિ સંભાજી મહારાજજીના રાષ્ટ્રરક્ષાના સંકલ્પને કઠિન યાતનાઓ પણ ડગાવી શકી ન હતી

પોસ્ટેડ ઓન: 11 MAR 2026 12:24PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે છત્રપતિ સંભાજી મહારાજજીને તેમના બલિદાન દિવસ પર વંદન કર્યાં.

X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું, "છત્રપતિ સંભાજી મહારાજજી તેમના સમગ્ર જીવન દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજજી પાસેથી વારસામાં મળેલા સ્વરાજ, સ્વધર્મ અને સ્વભાષાના વારસાને જાળવવા માટે પ્રતિબદ્ધ રહ્યા. મુઘલ આક્રમણકારોને ભયભીત કરનારા છત્રપતિ સંભાજી મહારાજજીના રાષ્ટ્રરક્ષાના સંકલ્પને કઠિન યાતનાઓ પ ડગાવી શકી ન હતી. હું છત્રપતિ સંભાજી મહારાજને તેમના બલિદાન દિવસ પર વંદન કરું છું."

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2238062) મુલાકાતી સંખ્યા : 25