પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ દૃઢ નિશ્ચય અને સખત મહેનતની શક્તિ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

પોસ્ટેડ ઓન: 06 MAR 2026 9:36AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતના લોકો તેમના દ્રઢ સંકલ્પ દ્વારા સૌથી મુશ્કેલ કાર્યોને પણ શક્ય બનાવે છે. તેમણે નોંધ્યું કે યોગ્ય દિશામાં અથાક પ્રયાસ કરીને, તેઓ સૌથી મોટા લક્ષ્યોને પણ પ્રાપ્ત કરે છે.

પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિતશેર કર્યું-

यद् दूरं यद् दुराराध्यं यच्च दूरे व्यवस्थितम्। तत् सर्वं तपसा साध्यं तपो हि दुरतिक्रमम्॥

સુભાષિત દર્શાવે છે કે ધ્યેય ગમે તેટલું દૂર, મુશ્કેલ અથવા પહોંચની બહાર લાગે, તે દ્રઢ નિશ્ચય અને સતત સખત મહેનત દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. નિશ્ચય અને ધીરજ એ એવી શક્તિઓ છે જે અશક્યને પણ શક્ય બનાવે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

"ભારતના લોકો પોતાના દૃઢ નિશ્ચયથી કંઈપણ શક્ય બનાવે છે. યોગ્ય દિશામાં પોતાના અથાક પ્રયાસોથી, તેઓ મોટામાં મોટા લક્ષ્યોને પણ પ્રાપ્ત કરે છે.

यद् दूरं यद् दुराराध्यं यच्च दूरे व्यवस्थितम्।

तत् सर्वं तपसा साध्यं तपो हि दुरतिक्रमम्॥


 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2235794) મુલાકાતી સંખ્યા : 32