ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આવતીકાલે ઓડિશાના મુંડલીમાં મુખ્ય અતિથિ તરીકે CISF ના 57મા સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કરશે


કેન્દ્રીય ગૃહ મંત્રી ભુવનેશ્વરમાં NFSU અને CFSL ના કેમ્પસનો શિલાન્યાસ પણ કરશે અને NFSU ના ટ્રાન્ઝિટ કેમ્પસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી ‘નવી ન્યાય સંહિતા’ પરના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે અને મોબાઇલ ફોરેન્સિક વાનને લીલી ઝંડી બતાવશે

ભુવનેશ્વરમાં NFSU કેમ્પસ એ ઓડિશાના ફોરેન્સિક અને તપાસ માળખાને મજબૂત કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે

ઓડિશા સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 40 એકર જમીન પર બનનાર કાયમી કેમ્પસને ફોરેન્સિક અને સંલગ્ન વિજ્ઞાન માટે ઉત્કૃષ્ટતાના કેન્દ્ર (centre of excellence) તરીકે વિકસાવવામાં આવશે

પોસ્ટેડ ઓન: 05 MAR 2026 6:19PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ શુક્રવાર, 06 માર્ચ 2026 ના રોજ ઓડિશાના મુંડલીમાં મુખ્ય અતિથિ તરીકે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિકયોરિટી ફોર્સ (CISF) ના 57મા સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કરશે. ગૃહ મંત્રી ભુવનેશ્વરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ના કેમ્પસનું ભૂમિપૂજન અને શિલાન્યાસ પણ કરશે. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહ મંત્રી NFSU ના ટ્રાન્ઝિટ કેમ્પસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે.

શ્રી અમિત શાહ ભુવનેશ્વરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ના કેમ્પસની સાથે સ્થિત સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) નું ભૂમિપૂજન પણ કરશે. શ્રી શાહ ભુવનેશ્વરમાં ‘નવી ન્યાય સંહિતા’ પરના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે અને મોબાઇલ ફોરેન્સિક વાનને લીલી ઝંડી બતાવી રવાના કરશે. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝી, કેન્દ્રીય ગૃહ સચિવ, NFSU ના સ્થાપક કુલપતિ અને અન્ય કેટલાક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી ગૃહ મંત્રાલય સંબંધિત પહેલો હેઠળ પોલીસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી પોલીસ સ્ટેશનની ઘણી ઇમારતોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પણ કરશે. તેઓ કેટલાક પોલીસ સ્ટેશનોમાં CC અને EO સુવિધાઓનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ભુવનેશ્વર અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર (MoUs) પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે.

ભુવનેશ્વરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) કેમ્પસ એ ઓડિશાના ફોરેન્સિક અને તપાસ માળખાને મજબૂત કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. ઓડિશા સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 40 એકર જમીન પર બાંધવામાં આવનાર કાયમી કેમ્પસને ફોરેન્સિક અને સંલગ્ન વિજ્ઞાન માટે ઉત્કૃષ્ટતાના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. NFSU નું કામચલાઉ કેમ્પસ ત્રણ વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમો સાથે કામગીરી શરૂ કરશે, જેમાં M.Sc. ફોરેન્સિક સાયન્સ, M.Sc. ડિજિટલ ફોરેન્સિક્સ અને ઇન્ફોર્મેશન સિક્યુરિટી, અને સાયબર લો એન્ડ સાયબર ક્રાઈમ ઇન્વેસ્ટિગેશનમાં LL.M. નો સમાવેશ થાય છે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2235728) મુલાકાતી સંખ્યા : 66