પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના મેરઠમાં વિવિધ વિકાસ કાર્યોના લોન્ચિંગ પ્રસંગે આપેલા તેમના ભાષણની હાઇલાઇટ્સ શેર કરી

प्रविष्टि तिथि: 22 FEB 2026 7:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મેરઠમાં વિવિધ વિકાસ કાર્યોના લોન્ચિંગ પ્રસંગે આપેલા તેમના ભાષણની હાઇલાઇટ્સ શેર કરી છે.

X પોસ્ટ્સની શ્રેણીમાં, શ્રી મોદીએ કહ્યું;

ભાજપે વિકાસની સાથે સાથે પોતાની નીતિ અને નિયતને સર્વોપરી રાખી છે. તેનું એક મોટું ઉદાહરણ મેરઠ મેટ્રો પણ છે, જેનો લાભ અહીંના ખેડૂતોથી લઈને કારીગરો સુધી તમામને થશે.”

 

વીતેલા વર્ષોમાં અમારી સરકારે જે વૈશ્વિક કરારો કર્યા છે, તેનાથી મેરઠ સહિત ઉત્તર પ્રદેશમાં MSMEsના વિકાસને એક નવી ગતિ મળવાની છે.”

 

ભારતમાં યોજાયેલા વિશ્વના સૌથી મોટા AI સંમેલને દેશવાસીઓને ગર્વથી ભરી દીધા. પરંતુ કોંગ્રેસે જે રીતે વૈશ્વિક આયોજનને પોતાની ગંદી અને નગ્ન રાજનીતિનો અખાડો બનાવવાનો પ્રયાસ કર્યો, તે અત્યંત શરજનક છે.”

 

હું તમને વિશ્વાસ અપાવું છું કે ભાજપની ડબલ એન્જિન સરકાર ઉત્તર પ્રદેશને દેશની સૌથી મોટી ઇકોનોમી બનાવવામાં કોઈ કસર બાકી નહીં છોડે. ઉત્તર પ્રદેશ વિકસિત થશે, ત્યારે ભારત વિકસિત થશે.”

 

દેશમાં અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની દિશામાં આજનો દિવસ ઐતિહાસિક છે. સંપૂર્ણ દિલ્હી-મેરઠ નમો ભારત કોરિડોર રાષ્ટ્રને સમર્પિત કરીને ગૌરવ અનુભવું છું.”

 

દેશવાસીઓની સફરને વધુ સુગમ અને સુવિધાજનક બનાવવા માટે અમે પૂરી પ્રતિબદ્ધતાથી જોડાયેલા છીએ. મેરઠ મેટ્રો નેટવર્ક પણ અહીંના લોકોનું જીવન વધુ સરળ બનાવશે.”

 

મેરઠ મેટ્રોમાં મુસાફરી દરમિયાન બાળકો સાથે થયેલી વાતચીતે અનુભવને વધુ યાદગાર બનાવી દીધો.”

 

વિકાસ પરિયોજનાઓને લઈને મેરઠવાસીઓના જોશ અને ઉત્સાહે નવી ઊર્જાથી ભરી દીધો.”

 

SM/DK/GP/JD


(रिलीज़ आईडी: 2231550) आगंतुक पटल : 68
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam