રેલવે મંત્રાલય
વંદે ભારત સ્લીપર ટ્રેનસેટના 260 રેક બનાવવાની યોજના: અશ્વિની વૈષ્ણવ
પોસ્ટેડ ઓન:
04 FEB 2026 4:59PM by PIB Ahmedabad
વંદે સ્લીપર જેવા નવા રોલિંગ સ્ટોક્સના વિકાસની પ્રક્રિયા માટે ટેકનોલોજીકલ નવીનતા, વ્યૂહાત્મક આયોજન અને ઉત્પાદનને સંયોજિત કરતા સર્વગ્રાહી અભિગમની જરૂર છે જેથી સલામત, વિશ્વસનીય અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરી શકાય. આમાં પ્રોટોટાઇપનો વિકાસ, વ્યાપક પરીક્ષણ અને ટ્રાયલ્સ અને ત્યારબાદ શ્રેણીબદ્ધ ઉત્પાદન (સીરીઝ પ્રોડક્શન) નો સમાવેશ થાય છે.
વંદે ભારત સ્લીપર ટ્રેન ઉત્પાદન કાર્યક્રમ પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ, ટ્રાયલ્સ, BEML અને ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF), ચેન્નાઈ અને ટેકનોલોજી ભાગીદારો દ્વારા શ્રેણીબદ્ધ ઉત્પાદન દ્વારા તબક્કાવાર રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.
માંગ અને ઓપરેશનલ સજ્જતાના આધારે આ ટ્રેનસેટ્સને નિયમિત પેસેન્જર સેવામાં તબક્કાવાર સામેલ કરવામાં આવશે. વંદે ભારત સ્લીપર ટ્રેનસેટ્સના કુલ 260 રેક ઉત્પાદન માટે આયોજન કરવામાં આવ્યું છે.
મુસાફરોનો પ્રવાસ અનુભવ સુધારવા અને સલામત અને આરામદાયક મુસાફરીના સંદર્ભમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરવા માટે, આ ટ્રેન સેટમાં અદ્યતન સુરક્ષા સુવિધાઓ અને પેસેન્જર સુવિધાઓ ધરાવતા આધુનિક કોચ પૂરા પાડવામાં આવ્યા છે જેમ કે:
- ઝટકા-રહિત સેમી પરમેનન્ટ કપલર્સ અને એન્ટી ક્લાઈમ્બર્સ
- કવચ સાથે સજ્જ.
- 180/160 KMPHની ડિઝાઇન/ઓપરેટિંગ સ્પીડ સાથે એક્સિલરેશન.
- EN સ્ટાન્ડર્ડ્સનું પાલન કરતી કાર બોડીની ક્રેશવર્ધી ડિઝાઇન.
- ફાયર સેફ્ટી સ્ટાન્ડર્ડ્સના પાલન માટે દરેક કોચના છેડે ફાયર બેરિયર દરવાજા.
- સુધારેલી ફાયર સેફ્ટી - ઇલેક્ટ્રિકલ કેબિનેટ્સ અને લેવેટરીમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેસન સિસ્ટમ.
- ઊર્જા કાર્યક્ષમતા માટે રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ.
- પેસેન્જર વિસ્તારની અંદર સ્વચ્છતાના ધોરણોને સુધારવા માટે કન્ડિશન્ડ એરમાંથી 99 % હાનિકારક બેક્ટેરિયાને નિષ્ક્રિય કરવા માટે સ્વદેશી રીતે વિકસિત UV-C લેમ્પ-આધારિત ડિસઇન્ફેક્શન સિસ્ટમ સાથે પૂરા પાડવામાં આવેલા એર કન્ડિશનિંગ યુનિટ્સ.
- સેન્ટ્રલી કંટ્રોલ્ડ ઓટોમેટિક પ્લગ ડોર્સ અને સંપૂર્ણ સીલ કરેલા પહોળા ગેંગવેઝ.
- તમામ કોચમાં CCTV.
- ઇમરજન્સીના કિસ્સામાં પેસેન્જર અને ટ્રેન મેનેજર/લોકો પાઇલટ વચ્ચે વાતચીત માટે ઇમરજન્સી ટોક-બેક યુનિટ.
- દિવ્યાંગ મુસાફરો માટે, દરેક છેડે ડ્રાઇવિંગ કોચમાં ખાસ લેવેટરી.
- એર કન્ડિશનિંગ, સલૂન લાઇટિંગ વગેરે જેવી પેસેન્જર સુવિધાઓના શ્રેષ્ઠ kandi મોનિટરિંગ માટે સેન્ટ્રલાઇઝ્ડ કોચ મોનિટરિંગ સિસ્ટમ.
- ઉપરની બર્થ પર ચઢવાની સરળતા માટે અર્ગનોમિકલી ડિઝાઇન કરેલી સીડી (લેડર).
આ માહિતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપવામાં આવી હતી.
SM/BS/GP/JD
(રીલીઝ આઈડી: 2223381)
મુલાકાતી સંખ્યા : 11