વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

નેટવર્ક પ્લાનિંગ ગ્રુપ (NPG)ની 108મી બેઠકમાં પીએમ ગતિશક્તિ હેઠળ મલ્ટિમોડલ કનેક્ટિવિટી વધારવા માટે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું


NPGએ રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના સાત પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કર્યું

પોસ્ટેડ ઓન: 04 FEB 2026 12:20PM by PIB Ahmedabad

નેટવર્ક પ્લાનિંગ ગ્રુપ  (NPG) ની 108મી બેઠક ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) ખાતે યોજાઈ હતી. બેઠક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના મૂલ્યાંકન માટે બોલાવવામાં આવી હતી. બેઠક પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન (PMGS NMP) સાથે સુસંગત રહીને મલ્ટિમોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવા પર કેન્દ્રિત હતી. NPG સંકલિત મલ્ટિમોડલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક અને સામાજિક નોડ્સ સુધી લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી અનેહોલ ઓફ ગવર્નમેન્ટઅભિગમના પીએમ ગતિશક્તિ સિદ્ધાંતો સાથેની સુસંગતતા માટે 07 રોડ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કર્યું હતું.

પહેલોથી લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં વધારો થવાની, મુસાફરીના સમયમાં ઘટાડો થવાની અને પ્રોજેક્ટના કેચમેન્ટ વિસ્તારોમાં નોંધપાત્ર સામાજિક-આર્થિક લાભો મળવાની અપેક્ષા છે. પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન અને અપેક્ષિત અસરો નીચે મુજબ છે:

રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (MoRTH)

1. NH 544ના સાલેમ - કુમારપાલયમનું 6 લેનિંગ (તમિલનાડુ): મંત્રાલયે તમિલનાડુમાં સાલેમથી કુમારપાલયમ સુધી 102.035 km ની કુલ લંબાઈ ધરાવતા સિક્સ-લેન કોરિડોરના વિકાસનો પ્રસ્તાવ મૂક્યો છે, જે વધુ ટ્રાફિક ધરાવતા કોચીકોઈમ્બતુરબેંગલુરુ ફ્રેટ અને પેસેન્જર કોરિડોર પર આવેલો છે. પ્રોજેક્ટમાં રોડ સેફ્ટી અને ટ્રાફિકના પ્રવાહને સુધારવા માટે જંકશન, ઇન્ટરચેન્જ અને ગ્રેડ સેપરેટર્સના અપગ્રેડેશન સાથે એક્સેસ મેનેજમેન્ટની જરૂરિયાતો મુજબ બિલ્ટ-અપ અને ઇન્ડસ્ટ્રીયલ પટ્ટાઓમાં સતત સર્વિસ રોડની જોગવાઈનો સમાવેશ થાય છે. તેમાં ભવિષ્યની ટ્રાફિકની માંગને પહોંચી વળવા માટે મોટા અને નાના પુલો, ફ્લાયઓવર, રોડ-ઓવર-બ્રિજ (આરઓબી - ROB) અને કલ્વર્ટના નિર્માણ અને વિસ્તરણનો પણ સમાવેશ થાય છે.

પ્રસ્તાવિત કોરિડોર ઔદ્યોગિક ક્લસ્ટરો, લોજિસ્ટિક્સ હબ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZs) અને રેલવે ટર્મિનલ, ઇનલેન્ડ કન્ટેનર ડેપો (ICDs) અને લોજિસ્ટિક્સ પાર્ક જેવા મુખ્ય ફ્રેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીની પહોંચમાં સુધારો કરીને પ્રાદેશિક કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે તેવી અપેક્ષા છે.

2. અમરાવતી આઉટર રિંગ રોડનું નિર્માણ (આંધ્રપ્રદેશ): મંત્રાલયે વિજયવાડા, ગુંટુર અને તેનાલી સહિત અમરાવતી રાજધાની પ્રદેશમાં પ્રાદેશિક કનેક્ટિવિટી સુધારવા અને શહેરી વિસ્તારોમાં ટ્રાફિક ઘટાડવા માટે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ તરીકે 189.93 km અમરાવતી આઉટર રિંગ રોડ (ORR)ના વિકાસનો પ્રસ્તાવ મૂક્યો છે. ORR શહેરના કેન્દ્રોથી દૂર ટ્રાફિકને વાળશે, વિજયવાડા એરપોર્ટ પર સીમલેસ પહોંચ માટે સમર્પિત ઇન્ટરચેન્જ પૂરા પાડશે અને ભવિષ્યના રેપિડ ટ્રાન્ઝિટ કોરિડોર એકીકરણ માટે મંજૂરી આપશે.

કી મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ કોરિડોર તરીકે પરિકલ્પિત ORR નેશનલ વોટરવે-4 સાથે જોડાશે અને મછલીપટ્ટનમ અને કૃષ્ણપટ્ટનમ જેવા મુખ્ય બંદરોને આંતરિક શહેરી અને ઔદ્યોગિક હબ સાથે જોડશે. પ્રોજેક્ટ મુસાફરીના સમયમાં 30–40 ટકા ઘટાડો કરશે તેવી અપેક્ષા છે.

3. રફિયાબાદ-કુપવાડા-ચૌકીબલ-તંગધાર (જમ્મુ અને કાશ્મીર) ના 2 લેન (પેવ્ડ શોલ્ડર સાથે) નું નિર્માણ: મંત્રાલયે સરહદી વિસ્તારોમાં વ્યૂહાત્મક અને પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા માટે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં રફિયાબાદથી તંગધાર સુધી 62.10 km ના ટુ-લેન રોડના નિર્માણનો પ્રસ્તાવ મૂક્યો છે. કોરિડોર કુપવાડા, ચૌકીબલ, તંગધાર અને તીતવાલ સહિતના મુખ્ય સ્થાનોને જોડશે, લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી - LoC) પરના ગામોમાં પહોંચ સુધારશે અને સુરક્ષા દળો તેમજ આવશ્યક પુરવઠાની વિશ્વસનીય હિલચાલ સુનિશ્ચિત કરીને સંરક્ષણ લોજિસ્ટિક્સને મજબૂત બનાવશે.

4. લેહ બાયપાસના નિર્માણ માટે કન્સલ્ટન્સી સેવાઓ (લદ્દાખ): મંત્રાલયે લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશમાં NH-01 (શ્રીનગર-લેહ) ને NH-03 (લેહ-મનાલી) સાથે જોડતા ફ્યાંગથી 48.108 km ના લેહ બાયપાસ-1 ના નિર્માણનો પ્રસ્તાવ મૂક્યો છે. વ્યૂહાત્મક ગ્રીનફિલ્ડ કોરિડોરનો ઉદ્દેશ્ય લેહ શહેરના ગીચ પટ્ટાઓથી દૂર ટ્રાફિક વાળવાનો, પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરવાનો અને માલસામાન, મુસાફરો અને દૂરના વિસ્તારો માટે કનેક્ટિવિટી વધારવાનો છે.

5. ચિત્રકૂટમજગવાંસતના વિભાગ માટે હયાત 2 લેનનું 4 લેનમાં વિસ્તરણ (મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ): મંત્રાલયે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 77.102 km લાંબા ચિત્રકૂટ-સતના કોરિડોરને ટુ-લેન રોડમાંથી ફોર-લેન ડિવાઈડેડ કેરેજવેમાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પ્રોજેક્ટ પ્રાદેશિક અને આંતર-રાજ્ય કનેક્ટિવિટીને મજબૂત બનાવશે અને સતના પ્રદેશમાં મુખ્ય સિમેન્ટ પ્લાન્ટ્સના ભારે ઔદ્યોગિક ટ્રાફિકને ટેકો આપશે. તે ચિત્રકૂટના ધાર્મિક અને પ્રવાસી સ્થળો સુધીની પહોંચને પણ સરળ બનાવશે.

6. રાઉરકેલાથી સિથિયો (ઓડિશા અને ઝારખંડ) સુધી ફોર લેન એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ હાઈવેનું નિર્માણ: મંત્રાલયે ઓડિશા અને ઝારખંડમાં ફેલાયેલા રાઉરકેલાથી સિથિયો સુધી 156.10 km લાંબા ફોર-લેન ગ્રીનફિલ્ડ હાઈવેના નિર્માણનો પ્રસ્તાવ મૂક્યો છે. કોરિડોર પાંચ જિલ્લાઓમાંથી પસાર થશે અને પીએમ ગતિશક્તિ ઇકોનોમિક નોડ્સને જોડવા માટે વ્યૂહાત્મક રીતે ગોઠવાયેલ છે, જેમાં સીફૂડ ક્લસ્ટર અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એસઈઝેડ - SEZ) નો સમાવેશ થાય છે.

7. કાન્હૌલીથી શેરપુર (બિહાર) સુધી સિક્સ લેન ગ્રીનફિલ્ડ પટના રિંગ રોડ હાઈવે (NH-131G)નું નિર્માણ: મંત્રાલયે પટના રિંગ રોડ પ્રોજેક્ટના ભાગ રૂપે બિહારમાં કાન્હૌલીથી શેરપુર સુધી 9.98 km ના સિક્સ-લેન ગ્રીનફિલ્ડ હાઈવેના નિર્માણનો પ્રસ્તાવ મૂક્યો છે. કોરિડોર NH-30 અને NH-922 સાથે જોડાશે, જે પ્રાદેશિક કનેક્ટિવિટીને મજબૂત બનાવશે અને પટના અને તેની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક ઘટાડવામાં મદદ કરશે. તે નજીકના રેલવે સ્ટેશનો, આગામી બિહટા એરપોર્ટ અને પ્રસ્તાવિત કાન્હૌલી બસ ટર્મિનલ સુધીની પહોંચમાં સુધારો કરીને મલ્ટિમોડલ કનેક્ટિવિટીમાં વધારો કરશે.

SM/BS/GP/JD


(રીલીઝ આઈડી: 2223094) મુલાકાતી સંખ્યા : 11
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Bengali , Tamil