પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
azadi ka amrit mahotsav

ઇન્ડિયા એનર્જી વીક 2026 વૈશ્વિક ઊર્જા લેન્ડસ્કેપમાં ભારતની ભૂમિકાને મજબૂત કરવા સાથે પૂર્ણ થયું


કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક ઊર્જા સંવાદના કેન્દ્રસ્થાને રહીને ભૂ -રાજકીય પરિવર્તન માટે અનુકૂલન સાધવા સંપૂર્ણપણે તૈયાર છે

સ્થાનિક સંશોધન, સ્વચ્છ ઊર્જામાં વધારો અને સ્થિર કિંમતો ભારતની ઊર્જા સ્વાયત્તતાને મજબૂત બનાવે છે

प्रविष्टि तिथि: 30 JAN 2026 2:33PM by PIB Ahmedabad

ભારતે વૈશ્વિક ઊર્જા બજારોમાં સતત ભૌગોલિક રાજકીય અસ્થિરતાને નેવિગેટ કરવા માટે મજબૂત સજ્જતા દર્શાવી છે અને આંતરરાષ્ટ્રીય ઊર્જા ચર્ચાઓમાં કેન્દ્રસ્થાને રહેવાનું ચાલુ રાખશે, તેમ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ ઇન્ડિયા એનર્જી વીક (IEW) 2026ના સમાપન સમારોહમાં જણાવ્યું હતું. આ કાર્યક્રમ 27 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી 2026 દરમિયાન ગોવામાં આયોજિત કરવામાં આવ્યો હતો.

સમાપન 'ફાયરસાઇડ ચેટ' દરમિયાન બોલતા, શ્રી પુરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની ઊર્જા વ્યૂહરચના વૈવિધ્યકરણ, સ્થિતિસ્થાપકતા અને ભાવિ-લક્ષી પરિવર્તનો પર આધારિત છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “અમે ક્રમિક ભૂ - રાજકીય આંચકાઓનો ખૂબ જ સારી રીતે સામનો કર્યો છે. દરેક પડકારને પુરવઠા સ્ત્રોતોના વૈવિધ્યકરણ અને સ્વચ્છ ઇંધણ તરફ ઝડપી પરિવર્તન દ્વારા તકમાં ફેરવવામાં આવ્યો છે

ભારતના વૈશ્વિક સ્થાનને હાઇલાઇટ કરતા, શ્રી પુરીએ નોંધ્યું કે દેશ આજે ત્રીજો સૌથી મોટો ઊર્જા ઉપભોક્તા, ચોથો સૌથી મોટો રિફાઇનર અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ટોચના નિકાસકારોમાંનો એક છે. શ્રી પુરીએ ઉમેર્યું હતું કે, “વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારત ઊર્જાની ઉપલબ્ધતા, પરવડે તેવી ક્ષમતા અને ટકાઉપણું સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખશે.

કેન્દ્રીય મંત્રીએ પરંપરાગત ઇંધણમાં સતત રોકાણની સાથે કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG), ગ્રીન હાઇડ્રોજન અને સ્વદેશી સ્વચ્છ-ઊર્જા ટેકનોલોજી પર સરકારના ભાર મૂકવા અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, “પરંપરાગત ઊર્જા આવશ્યક રહેશે, પરંતુ ઇથેનોલ બ્લેન્ડિંગથી લઈને CBG, હાઇડ્રોજન અને બાયોફ્યુઅલ સુધીના જે કદમ આપણે ભરી રહ્યા છીએ, તે આપણને વિશ્વાસ અપાવે છે કે હરિત ઇંધણ વિસ્તરતી ભૂમિકા ભજવશે.

વૈશ્વિક ભાવ ઊંચકાવા દરમિયાન ગ્રાહક પર થતી અસર અંગેની ચિંતાઓ દૂર કરતા મંત્રીએ જણાવ્યું હતું કે ભારતે પોતાના નાગરિકોને અસ્થિરતાથી સફળતાપૂર્વક સુરક્ષિત રાખ્યા છે. તેમણે કહ્યું કે, “વૈશ્વિક ગરબડનો બોજ ક્યારેય ગ્રાહક પર નાખવામાં આવ્યો નથી. ભારત પાસે આજે વિશ્વમાં સૌથી ઓછી ઊર્જા કિંમતોમાંની એક છે અને કટોકટી દરમિયાન પણ અવિરત પુરવઠો જાળવી રાખવામાં આવ્યો છે.તેમણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઇંધણના ભાવ, જેમાં LPGનો પણ સમાવેશ થાય છે, તે ગ્રાહકો માટે પરવડે તેવા રહે તે સુનિશ્ચિત કરવા માટે સમયસર કરવામાં આવેલા હસ્તક્ષેપનો ઉલ્લેખ કર્યો હતો.

મંત્રી પછી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ ડૉ. નીરજ મિત્તલે ભારતની વિકાસ યાત્રાને ટેકો આપવા માટે સરકારની બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી. સચિવે જણાવ્યું કે, “7 ટકાથી વધુના અંદાજિત આર્થિક વિકાસ સાથે, ઊર્જાની માંગમાં તીવ્ર વધારો થશે. અમારું ધ્યાન બે સ્તંભો પર રહેલું છે: સ્થાનિક સંશોધન અને ઉત્પાદનને મજબૂત બનાવવું, અને ભારતને વિશ્વ માટે શુદ્ધ (refined) ઉત્પાદનોના ભરોસાપાત્ર સપ્લાયર તરીકે સ્થાપિત કરવું.

ડૉ. મિત્તલે આત્મનિર્ભરતા વધારવા માટે ડ્રિલિંગ અને સંશોધન સહિતની અપસ્ટ્રીમ ગતિવિધિઓને વેગ આપવાની મહત્વાકાંક્ષી યોજનાઓની રૂપરેખા આપી હતી. તેમણે વેલ્યુ એડિશન વધારવા અને આયાત ઘટાડવા માટે રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સના એકીકરણ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, “અમે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રહીને ઘરેલું સ્તરે સ્કેલ (કદ) બનાવી રહ્યા છીએ.

ઊર્જા સંક્રમણ પર, ડૉ. મિત્તલે ટેકનોલોજી અને ડિજિટલાઇઝેશનના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું કે, “લોજિસ્ટિક્સ ઑપ્ટિમાઇઝેશનથી લઈને AI-આધારિત કાર્યક્ષમતા સુધી, ખર્ચ ઘટાડવા અને ઓપરેશનલ સ્થિતિસ્થાપકતા સુધારવા માટે ટેકનોલોજી કેન્દ્રીય બની રહી છે.તેમણે ઉમેર્યું કે ભારત 2030 સુધીમાં 5 ટકા બ્લેન્ડિંગ હાંસલ કરવાના લક્ષ્ય સાથે તેના CBG લક્ષ્યોને પૂર્ણ કરવાના માર્ગ પર છે, જેને સક્રિય રાજ્ય ભાગીદારી અને ખેડૂત-આધારિત બાયોમાસ સપ્લાય ચેઈન દ્વારા ટેકો મળે છે.

સમાપન સત્રમાં ઇન્ડિયા એનર્જી વીક 2026 ની ભૂમિકાને એક એવા પ્લેટફોર્મ તરીકે પુનઃપુષ્ટ કરવામાં આવી જે ઊર્જા સુરક્ષા, પરવડે તેવી ક્ષમતા અને ટકાઉપણું વચ્ચે સેતુ બાંધે છે, જ્યારે ભારતને ઝડપથી વિકસતા વૈશ્વિક ઊર્જા લેન્ડસ્કેપમાં એક સ્થિર, વિશ્વસનીય અને વ્યવહારુ નેતા તરીકે સ્થાપિત કરે છે.

ઇન્ડિયા એનર્જી વીક વિશે:

ઇન્ડિયા એનર્જી વીક એ દેશનું ફ્લેગશિપ વૈશ્વિક ઊર્જા પ્લેટફોર્મ છે, જે સુરક્ષિત, ટકાઉ અને પરવડે તેવા ઊર્જા ભવિષ્ય તરફ પ્રગતિને વેગ આપવા માટે સરકારના નેતાઓ, ઉદ્યોગના અધિકારીઓ અને સંશોધકોને એકસાથે લાવે છે. એક તટસ્થ આંતરરાષ્ટ્રીય ફોરમ તરીકે, IEW રોકાણ, નીતિગત સંરેખણ અને તકનીકી સહયોગને વેગ આપે છે જે વૈશ્વિક ઊર્જા લેન્ડસ્કેપને આકાર આપે છે.

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2220840) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Kannada , Malayalam