નાગરિક ઉડ્ડયન મંત્રાલય
azadi ka amrit mahotsav

બારામતી નજીક કમનસીબ વિમાન દુર્ઘટના બાદ MoCA એ તાત્કાલિક તપાસ પ્રક્રિયા શરૂ કરી દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું


સંપૂર્ણ, પારદર્શક અને સમયબદ્ધ તપાસ સુનિશ્ચિત કરવી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે

प्रविष्टि तिथि: 29 JAN 2026 11:23AM by PIB Ahmedabad

બારામતી નજીક કમનસીબ વિમાન દુર્ઘટના બાદ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તમામ જરૂરી પ્રતિસાદ અને તપાસ પદ્ધતિઓ તરત જ સક્રિય કરવામાં આવી હતી. સંપૂર્ણ, પારદર્શક અને સમયબદ્ધ તપાસ સુનિશ્ચિત કરવી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

AAIB, દિલ્હીના ત્રણ અધિકારીઓની એક ટીમ અને DGCA, મુંબઈ પ્રાદેશિક કચેરીના અન્ય ત્રણ અધિકારીઓની ટીમ 28 જાન્યુઆરીએ ક્રેશ સાઇટ (દુર્ઘટના સ્થળ) પર પહોંચી હતી. AAIBના ડાયરેક્ટર જનરલ, શ્રી જી વી જી યુગંધર પણ તે જ દિવસે સાઇટ પર પહોંચ્યા હતા. તપાસ ઝડપથી આગળ વધી રહી છે, અને દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) સ્થાપિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (SOPs) અને નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ કડક રીતે નિર્ધારિત સમયમર્યાદામાં તપાસ પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

AAIB નિયમો, 2025ના નિયમ 5 અને 11 મુજબ તપાસ શરૂ કરવામાં આવી છે.

SM/IJ/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2220191) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Telugu , Malayalam