ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે, ગૃહ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલી ત્રણ નવા ફોજદારી કાયદાઓની ઝાંખી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં વસાહતી અવશેષોને ભૂંસી નાખતા ઐતિહાસિક કાનૂની સુધારાઓને રજૂ કરે છે
આ કાયદાકીય સુધારાઓએ ભારતની સજા લક્ષી (Punishment Oriented)થી ન્યાય લક્ષી (Justice Oriented) કાયદાકીય પ્રણાલી તરફની સફરની શરૂઆત કરી છે
નવી e-Sakshya, e-Summons, ન્યાય શ્રુતિ, NAFIS અને ICJS પ્રણાલીઓનું યોગ્ય રીતે પ્રદર્શન કરીને, તે નાગરિકોને ન્યુ ઇન્ડિયામાં ઝડપી, સચોટ અને નાગરિક-કેન્દ્રી ન્યાય પ્રણાલીની સર્વોપરિતા પ્રત્યે સંવેદનશીલ બનાવે છે
प्रविष्टि तिथि:
26 JAN 2026 8:23PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું છે કે આજે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગૃહ મંત્રાલય (MHA) દ્વારા પ્રસ્તુત ત્રણ નવા ફોજદારી કાયદાઓની ઝાંખીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ વસાહતી અવશેષોને ભૂંસી નાખતા ઐતિહાસિક કાયદાકીય સુધારાઓને મૂર્ત સ્વરૂપ આપ્યું છે, જે ભારતની સજા લક્ષી (Punishment Oriented) થી ન્યાય લક્ષી (Justice Oriented) કાયદાકીય પ્રણાલી તરફની સફરની શરૂઆત કરે છે.
X પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે કહ્યું, “આજે પ્રજાસત્તાક દિવસની પરેડમાં MHA દ્વારા પ્રસ્તુત ત્રણ નવા ફોજદારી કાયદાઓની ઝાંખીએ મોદીજીના નેતૃત્વ હેઠળ વસાહતી અવશેષોને ભૂંસી નાખતા ઐતિહાસિક કાયદાકીય સુધારાઓને મૂર્ત સ્વરૂપ આપ્યું છે, જે ભારતની સજા લક્ષી થી ન્યાય લક્ષી કાયદાકીય પ્રણાલી તરફની સફરની શરૂઆત કરે છે. નવી e-Sakshya, e-Summons, ન્યાય શ્રુતિ, NAFIS અને ICJS પ્રણાલીઓનું યોગ્ય રીતે પ્રદર્શન કરીને, તે નાગરિકોને ન્યુ ઇન્ડિયામાં ઝડપી, સચોટ અને લોકો-કેન્દ્રી ન્યાય પ્રણાલીની સર્વોપરિતા પ્રત્યે સંવેદનશીલ બનાવે છે.”
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2218916)
आगंतुक पटल : 10