વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
સ્ટાર્ટઅપ ઇન્ડિયા નવા ભારતની એક નિર્ણાયક ચળવળ તરીકે ઉભરી આવ્યું છે: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
એક દાયકામાં સ્ટાર્ટઅપ 400થી વધીને બે લાખથી વધુ થયા: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અસર પર પ્રકાશ પાડ્યો
સરકાર ડીપ ટેકને પ્રાથમિકતા આપે છે કારણ કે સ્ટાર્ટઅપ્સ 50થી વધુ ક્ષેત્રોમાં વિસ્તરી રહ્યા છે; ફંડ ઓફ ફંડ્સ ભારતના વધતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવે છે: શ્રી પિયુષ ગોયલ
ડીપ ટેક રિસર્ચને વૈશ્વિક ધોરણો સુધી પહોંચાડવા માટે ₹1 લાખ કરોડનું R&D ફંડ: શ્રી પિયુષ ગોયલ
ટાયર-II અને ટાયર-III શહેરો દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ ક્રાંતિ સમગ્ર ભારતમાં ફેલાઈ છે: શ્રી પિયુષ ગોયલ
ભારતમાં વૈશ્વિક રસ વધતા મુક્ત વ્યાપાર કરાર (FTA) ની વાટાઘાટોમાં સ્ટાર્ટઅપ સહયોગને મહત્વ મળ્યું: શ્રી પિયુષ ગોયલ
DPIIT એ પાંચમા નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ અને સ્ટેટ્સ સ્ટાર્ટઅપ રેન્કિંગના પરિણામો જાહેર કર્યા
प्रविष्टि तिथि:
16 JAN 2026 4:49PM by PIB Ahmedabad
સ્ટાર્ટઅપ ઇન્ડિયાની દસ વર્ષની સફરને લાખો સપનાઓ અને યુવા કલ્પના દ્વારા આકાર પામેલી ક્રાંતિ ગણાવતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેશનલ સ્ટાર્ટઅપ ડે પર ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે સ્ટાર્ટઅપ સ્થાપકો, સંશોધકો અને યુવા સાહસિકોને સંબોધિત કરતા કહ્યું કે આ પહેલ સરકારી યોજના હોવા ઉપરાંત નવા ભારતની એક નિર્ણાયક ચળવળ બની ગઈ છે.
ભારત માત્ર દસ વર્ષમાં વિશ્વના ત્રીજા સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે તેના પર પ્રકાશ પાડતા તેમણે નોંધ્યું કે સ્ટાર્ટઅપ્સની સંખ્યા 2014માં 500 થી ઓછી હતી તે વધીને આજે બે લાખથી વધુ થઈ ગઈ છે, જ્યારે યુનિકોર્નની સંખ્યા ચાર થી વધીને લગભગ 125 થઈ ગઈ છે, જેમાં ભારતીય સ્ટાર્ટઅપ્સ વધુને વધુ IPO લોન્ચ કરી રહ્યા છે, નોકરીઓનું સર્જન કરી રહ્યા છે અને વૈશ્વિક સ્તરે ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે માત્ર 2025 માં લગભગ 44,000 સ્ટાર્ટઅપ્સ નોંધાયા હતા જે કોઈપણ એક વર્ષમાં સૌથી વધુ છે, જે ઇકોસિસ્ટમની વેગ પકડતી ગતિને રેખાંકિત કરે છે. કૃષિ, ફિનટેક, મોબિલિટી, હેલ્થ અને સસ્ટેનેબિલિટી જેવા ક્ષેત્રોના યુવા સંશોધકો સાથેની વાતચીતને યાદ કરતા તેમણે કહ્યું કે તેમના વિચારો, આત્મવિશ્વાસ અને મહત્વાકાંક્ષા વાસ્તવિક દુનિયાની સમસ્યાઓના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરતા નવા ભારતને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ યુવાનોને મળીને સંતોષ વ્યક્ત કર્યો અને તેમના મોટા સપના જોવાની હિંમતના વખાણ કર્યા, એમ કહીને કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ તેમને નવીનતા લાવવા માટે ખુલ્લું આકાશ આપ્યું છે અને આજે હાજર રહેલા ઘણા યુવા સાહસિકો પોતે ભારતની સ્ટાર્ટઅપ સફળતાની ગાથામાં ભવિષ્યના 'કેસ સ્ટડીઝ' બનશે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે આ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે આજે દસ વર્ષ પહેલાં, ભારતના પ્રધાનમંત્રીએ રાષ્ટ્ર સમક્ષ એક નવી વિચારધારા રજૂ કરી હતી, જેમાં યુવાનોને જોબ સીકર્સ (નોકરી શોધનારા) માંથી જોબ જનરેટર્સ (નોકરી આપનારા) માં પરિવર્તિત થવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ આ પરિવર્તનને સ્પષ્ટપણે આકાર લેતા જોઈને દેશ ગર્વ અનુભવે છે.
શ્રી ગોયલે યાદ કર્યું કે જ્યારે 2016 માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરવામાં આવી હતી, ત્યારે દેશમાં માત્ર 400 જેટલા સ્ટાર્ટઅપ્સ હતા. આજે, આ ચળવળ નોંધપાત્ર રીતે વિસ્તરી છે, જેમાં ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT) પાસે બે લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ નોંધાયેલા છે. તેમણે ઉમેર્યું હતું કે આ સ્ટાર્ટઅપ્સે દેશભરમાં અંદાજે 21 લાખ નોકરીઓનું સર્જન કર્યું છે.
સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વ્યાપક અસર પર પ્રકાશ પાડતા, મંત્રીએ કહ્યું કે યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સાથેની વાતચીત દરમિયાન, તેઓ યુવાનોમાં આત્મવિશ્વાસની નવી ભાવના જુએ છે. તેમણે નોંધ્યું કે કેટલાય કેમ્પસ "મિનિ શાર્ક ટેન્ક્સ" માં પરિવર્તિત થયા છે, જેમાં વિદ્યાર્થીઓ તેમના વિચારોને હકીકતમાં ફેરવવા આતુર છે. તેમણે કહ્યું કે, આ પરિવર્તન, પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વ અને સતત પ્રોત્સાહન દ્વારા જ શક્ય બન્યું છે.
IIT મદ્રાસના સેન્ટર ફોર ઇનોવેશનમાં સ્ટાર્ટઅપ્સ સાથે જોડાવાના તેમના અનુભવને શેર કરતા શ્રી ગોયલે કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓની ઉત્સાહ, સર્જનાત્મકતા અને સમસ્યા હલ કરવાની ક્ષમતાઓથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમની પ્રતિભા અને કૌશલ્ય વૈશ્વિક પડકારોને પહોંચી વળવાની અને વિશ્વ મંચ પર નવીનતા દર્શાવવાની ભારતની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.
મંત્રીશ્રીએ નોંધ્યું હતું કે ભારતીય સ્ટાર્ટઅપ્સ હાલમાં ડીપ ટેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, એગ્રી-ટેક, સ્પેસ ટેક, ડ્રોન ટેકનોલોજી, એરોસ્પેસ અને રોકેટ ટેકનોલોજી સહિત 50 થી વધુ ક્ષેત્રોમાં સક્રિય છે. તેમણે કહ્યું કે અર્થતંત્રના તમામ આવશ્યક અને ઉચ્ચ પ્રભાવવાળા ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સ સમૃદ્ધ થઈ રહ્યા છે.
સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે, શ્રી ગોયલે યાદ કર્યું કે સરકારે 2016 માં સીડ કેપિટલ (પ્રારંભિક મૂડી) પૂરી પાડવા અને સ્ટાર્ટઅપ્સને ગણતરીપૂર્વકનું જોખમ લેવા સક્ષમ બનાવવા માટે ₹10,000 કરોડનું 'ફંડ ઓફ ફંડ્સ' રચ્યું હતું. પ્રથમ હપ્તાના સફળ ઉપયોગ પછી, છેલ્લા કેન્દ્રીય બજેટમાં ₹10,000 કરોડના બીજા હપ્તાને મંજૂરી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય યુવા સાહસિકતાને વધુ પ્રોત્સાહિત કરવા માટે આ ફંડનો મોટો હિસ્સો ડીપ ટેક અને હાઈ-ટેક ક્ષેત્રોમાં તૈનાત કરવાનો છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે પ્રધાનમંત્રીએ સંશોધન, વિકાસ અને નવીનતા માટે સમર્પિત ₹1 લાખ કરોડના ફંડની જાહેરાત કરી છે, જે સંશોધકો, વૈજ્ઞાનિકો અને સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક ધોરણો મુજબ ડીપ ટેકમાં અદ્યતન સંશોધન હાથ ધરવામાં મદદ કરશે.
શ્રી ગોયલે નિર્દેશ કર્યો કે સ્ટાર્ટઅપ્સ હવે દેશના દરેક ખૂણે હાજર છે, જેમાંથી લગભગ 50 ટકા ટાયર-II અને ટાયર-III શહેરોમાંથી ઉદભવે છે, જે દર્શાવે છે કે સ્ટાર્ટઅપ ક્રાંતિ ખરેખર ભારતીય ચળવળ બની ગઈ છે. તેમણે ઉત્તર પૂર્વીય પ્રદેશને મુખ્ય ઉદાહરણ તરીકે ટાંક્યું, સિક્કિમમાં સ્ટાર્ટઅપ્સના પ્રશંસનીય કાર્ય અને આસામમાં આધુનિક ખેતીની તકનીકો દાખલ કરવા માટે ચાની ખેતી કરતા ખેડૂતો અને યુવાનો વચ્ચેના સહયોગની નોંધ લીધી. દક્ષિણ ભારતમાં, તેમણે કહ્યું કે આંધ્રપ્રદેશ દેશની ડ્રોન રાજધાની તરીકે ઉભરી રહ્યું છે, જ્યારે કર્ણાટક અને તમિલનાડુ ડીપ ટેક અને AI સ્ટાર્ટઅપ્સ માટેના હબ બન્યા છે.
વિશ્વ ભારતને ખૂબ જ આશાવાદ સાથે જુએ છે તેમ જણાવતા શ્રી ગોયલે કહ્યું કે વિદેશી પ્રતિનિધિમંડળો અને મુક્ત વ્યાપાર કરાર (FTA) ની વાટાઘાટો દરમિયાન અનેક દેશોએ ભારત સાથે 'સ્ટાર્ટઅપ બ્રિજ' સ્થાપિત કરવામાં ઊંડો રસ દાખલ કર્યો છે. તેમણે અંદાજ લગાવ્યો કે લગભગ 100 દેશો ઇન્ટર-સ્ટાર્ટઅપ કોઓર્ડિનેશન પ્લેટફોર્મ દ્વારા ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે સહયોગ કરવા ઈચ્છે છે.
મંત્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વાવવામાં આવેલ સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું બીજ સતત ખીલતું રહેશે અને 140 કરોડ ભારતીયોનું સપનું એવા 'વિકસિત ભારત'ના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને પોતાની વાત પૂરી કરી હતી.
ભારત સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલનો એક સીમાચિહ્નરૂપ દાયકો પૂર્ણ કરી રહ્યું હોવાથી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT), દેશમાં મજબૂત, સર્વસમાવેશક અને નવીનતા-સંચાલિત ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ બનાવવા માટે દસ વર્ષના સતત નીતિ-સંચાલિત પ્રયાસોની ઉજવણી કરે છે. આ ઉજવણી આજે નેશનલ સ્ટાર્ટઅપ ડેના અવલોકન અને રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ અભ્યાસ અને નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સની 5મી આવૃત્તિના પરિણામ જાહેર કરવાના સમારોહ સાથે પૂર્ણ થાય છે, જેમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાંથી મુખ્ય હિતધારકો એકઠા થયા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 16 જાન્યુઆરી 2016 ના રોજ શરૂ કરવામાં આવેલ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની કલ્પના ભારતને નોકરી શોધનારાઓને બદલે નોકરી આપનારાઓનું રાષ્ટ્ર બનાવવાના વિઝન સાથે નવીનતાને પોષવા, સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને રોકાણ-સંચાલિત વૃદ્ધિને સક્ષમ કરવા માટે એક પરિવર્તનકારી પહેલ તરીકે કરવામાં આવી હતી.
છેલ્લા દસ વર્ષમાં, આ પહેલ ભારતની આર્થિક અને નવીનતાના માળખાના પાયાના પથ્થર તરીકે ઉભરી આવી છે, તેણે સંસ્થાકીય મિકેનિઝમ્સને મજબૂત કર્યા છે, મૂડી અને માર્ગદર્શનની પહોંચને વિસ્તારી છે, અને એવું વાતાવરણ ઊભું કર્યું છે જ્યાં સ્ટાર્ટઅપ્સ વિવિધ ક્ષેત્રો અને ભૌગોલિક વિસ્તારોમાં સ્કેલ કરી શકે છે. રાષ્ટ્ર નિર્માણ, સામાજિક-આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતામાં સ્ટાર્ટઅપ્સ દ્વારા ભજવવામાં આવેલી મહત્વની ભૂમિકાની માન્યતામાં, પ્રધાનમંત્રીએ 2022 માં 16 જાન્યુઆરીને 'નેશનલ સ્ટાર્ટઅપ ડે' તરીકે જાહેર કર્યો હતો.
છેલ્લા એક દાયકામાં, ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે અભૂતપૂર્વ વિસ્તરણ નોંધ્યું છે, જેમાં દેશભરમાં DPIIT દ્વારા 2,00,000 થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે. આ સાહસો રોજગારી નિર્માણ, નવીનતા-સંચાલિત આર્થિક વૃદ્ધિ અને વિવિધ ક્ષેત્રોમાં સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત કરવાના મુખ્ય ચાલક તરીકે ઉભરી આવ્યા છે. સતત નીતિગત સમર્થન, સંસ્થાકીય સુવિધા અને ઇકોસિસ્ટમ-વ્યાપી સહયોગ દ્વારા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ સર્વસમાવેશક વૃદ્ધિ, તકનીકી પ્રગતિ અને લાંબા ગાળાની આર્થિક સ્થિતિસ્થાપકતા માટેના ઉત્પ્રેરક તરીકે સાહસિકતાને પ્રોત્સાહન આપીને 'વિકસિત ભારત @ 2047' ના રાષ્ટ્રીય વિઝનને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે.
નેશનલ સ્ટાર્ટઅપ ડેની ઉજવણીના ભાગ રૂપે, DPIIT એ નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ (NSA 5.0) ની પાંચમી આવૃત્તિ અને સ્ટેટ્સ સ્ટાર્ટઅપ રેન્કિંગ એક્સરસાઇઝ (SRF 5.0) ના પરિણામો જાહેર કર્યા, જે બે મુખ્ય રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે જે ઇકોસિસ્ટમ પર્ફોર્મન્સ ચલાવવા અને શ્રેષ્ઠતાને ઓળખવા માટે ઉભરી આવ્યા છે.
નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ એવા સ્ટાર્ટઅપ્સને ઓળખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે જે નવીનતા, સ્કેલેબિલિટી (વિસ્તરણક્ષમતા) અને સામાજિક પ્રભાવમાં શ્રેષ્ઠતા દર્શાવે છે, જ્યારે ઉચ્ચ-પ્રભાવ ધરાવતા સાહસોને પ્રદર્શિત કરવા માટે એક સંરચિત રાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડે છે. એવોર્ડ્સની પાંચમી આવૃત્તિ, સ્ટાર્ટઅપ ઇન્ડિયાના દસ વર્ષના સીમાચિહ્ન સાથે સુસંગત છે, જે નવી અને ભવિષ્યલક્ષી એવોર્ડ શ્રેણીઓની રજૂઆત દ્વારા ઇકોસિસ્ટમની વિકસતી પરિપક્વતાને પ્રતિબિંબિત કરે છે. 20 એવોર્ડ કેટેગરીમાં ફેલાયેલા, નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સની આ આવૃત્તિમાં ટાયર II અને ટાયર III શહેરોના સ્ટાર્ટઅપ્સ, ડીપ-ટેક ઇનોવેશન અને રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓ સાથે સંકળાયેલા ઉભરતા ક્ષેત્રો માટેની ઓળખનો સમાવેશ થાય છે.
સ્ટેટ્સ સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક એ મૂલ્યાંકન કરવા માટે વ્યવહારુ નીતિ અને શાસન સાધન તરીકે કામ કરે છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જમીન પર સ્ટાર્ટઅપ વૃદ્ધિને કેટલી અસરકારક રીતે સક્ષમ કરી રહ્યા છે. રાજ્ય સરકારો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા અને સહયોગ બંનેને પ્રોત્સાહિત કરીને, આ ફ્રેમવર્ક દેશભરમાં મજબૂત, સારી રીતે કાર્યરત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસને સમર્થન આપે છે.
સ્ટેટ્સ સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્કની પાંચમી આવૃત્તિ અગાઉની આવૃત્તિઓના પાઠ પર આધારિત છે અને માપી શકાય તેવા પરિણામો, લાંબા ગાળાનું ટકાઉપણું અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની સ્થિતિસ્થાપકતા પર વધુ ભાર મૂકે છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું છ સુધારા ક્ષેત્રો અને ઓગણીસ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત એક્શન પોઈન્ટ્સમાં મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમાં નીતિ અને સંસ્થાકીય સમર્થન, ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફંડિંગની પહોંચ, બજારની પહોંચ અને જોડાણો, સાહસિકો અને ઇકોસિસ્ટમ હિતધારકો માટે ક્ષમતા નિર્માણ અને નવીનતા-સંચાલિત વૃદ્ધિનો સમાવેશ થાય છે. વર્તમાન આવૃત્તિમાં 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સહભાગિતા અમલીકરણમાં સુધારો કરવા, ઇકોસિસ્ટમની પરિપક્વતાને મજબૂત કરવા અને સ્ટાર્ટઅપ્સને તમામ પ્રદેશોમાં વૃદ્ધિ અને વિસ્તૃત કરવા સક્ષમ બનાવવા માટેની સહિયારી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા દર્શાવે છે.
નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ અને સ્ટેટ્સ સ્ટાર્ટઅપ રેન્કિંગ એક્સરસાઇઝે દેશભરમાં સ્ટાર્ટઅપની સફળતાને કેવી રીતે ઓળખવામાં આવે છે અને ઇકોસિસ્ટમ પર્ફોર્મન્સને કેવી રીતે માપવામાં આવે છે તેને નિર્ણાયક રીતે આકાર આપ્યો છે. ઉચ્ચ પ્રદર્શન કરતા સ્ટાર્ટઅપ્સને પુરસ્કૃત કરીને અને રાજ્ય સ્તરે સરકારી કાર્યવાહીનું મૂલ્યાંકન કરીને, આ પહેલોએ જવાબદારી નક્કી કરી છે, ધોરણો ઉંચા કર્યા છે અને દેશભરમાં ઇકોસિસ્ટમ વિકાસની ગતિને વેગ આપ્યો છે.
જેમ સ્ટાર્ટઅપ ઇન્ડિયા દસ વર્ષ પૂર્ણ કરે છે, આ દાયકો સ્પષ્ટ નીતિગત ઉદ્દેશ્ય, સતત અમલીકરણ અને વધતા ઉદ્યોગસાહસિક આત્મવિશ્વાસ માટે અલગ તરી આવે છે. આજે સ્ટાર્ટઅપ્સ માત્ર નવીનતા અને રોજગાર સર્જનના એન્જિન નથી પરંતુ આર્થિક શક્તિ અને આત્મનિર્ભરતામાં પણ મહત્વપૂર્ણ ફાળો આપનારા છે, જે સાહસિકતા અને નવીનતા માટે અગ્રણી વૈશ્વિક ગંતવ્ય તરીકે ભારતના સ્થાનને વધુ મજબૂત બનાવે છે.
પરિશિષ્ટ–I: નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ (NSA 5.0) – શ્રેણી મુજબના વિજેતાઓ
|
એવોર્ડ શ્રેણી
|
સ્ટાર્ટઅપનું નામ
|
રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ
|
|
એગ્રી-ઇનોવેશન એવોર્ડ
|
AREETE
|
મહારાષ્ટ્ર
|
|
એસ્પાયર (Aspire) એવોર્ડ
|
FUSELAGE INNOVATIONS PRIVATE LIMITED
|
કેરળ
|
|
બેસ્ટ ડીપટેક સ્ટાર્ટઅપ એવોર્ડ
|
TRINANO TECHNOLOGIES PRIVATE LIMITED
|
મહારાષ્ટ્ર
|
|
બુટસ્ટ્રેપ્ડ (Bootstrapped) એવોર્ડ
|
PUMP ACADEMY PRIVATE LIMITED
|
કર્ણાટક
|
|
સર્ક્યુલર ઇકોનોમી ઇનોવેટર એવોર્ડ
|
ECOSTP TECHNOLOGIES PRIVATE LIMITED
|
કર્ણાટક
|
|
કોમ્યુનિટી ડેવલપમેન્ટ કેટાલિસ્ટ
|
CREDITBUCKET TECHNOLOGIES PRIVATE LIMITED
|
બિહાર
|
|
ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી ડિસરપ્ટિવ
|
MEMERAKI RETAIL AND TECH PRIVATE LIMITED
|
હરિયાણા
|
|
F&B ટ્રેલબ્લેઝર
|
Proxi Farma Private Limited
|
મહારાષ્ટ્ર
|
|
ફિનટેક રિવોલ્યુશન કેટાલિસ્ટ એવોર્ડ
|
TIMBLE TECHNOLOGIES PRIVATE LIMITED
|
દિલ્હી
|
|
હેલ્થ-ટેક એક્સેલન્સ એવોર્ડ
|
BLUE PHOENIX TECHNOLOGIES PRIVATE LIMITED
|
મહારાષ્ટ્ર
|
|
હ્યુમેનિટેરિયન ઇમ્પેક્ટ (માનવતાવાદી પ્રભાવ)
|
KUBERJEE TECH PRIVATE LIMITED
|
ગુજરાત
|
|
ઇન્ક્લુઝિવ ડિઝાઇન એક્સેલન્સ
|
GLOVATRIX PRIVATE LIMITED
|
મહારાષ્ટ્ર
|
|
ઇનોવેશન ટ્રેલબ્લેઝર્સ
|
SUNFOX TECHNOLOGIES PRIVATE LIMITED
|
ઉત્તરાખંડ
|
|
મેક ઇન ઇન્ડિયા એક્સેલન્સ
|
GOAT ROBOTICS PRIVATE LIMITED
|
તમિલનાડુ
|
|
નેક્સ્ટજેન ઇનોવેટર
|
Meine Electric Automotives Private Limited
|
દિલ્હી
|
|
રાઇઝિંગ સ્ટાર એવોર્ડ
|
AVIOTRON AEROSPACE PRIVATE LIMITED
|
રાજસ્થાન
|
|
સપ્લાય ચેઇન સ્ટાર્ટઅપ ઓફ ધ યર
|
UdyogYantra Technologies Private Limited
|
દિલ્હી
|
|
અર્બન મોબિલિટી એક્સેલન્સ
|
ENTUPLE E-MOBILITY PRIVATE LIMITED
|
કર્ણાટક
|
|
વિઝનરી એવોર્ડ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર
|
HYPHEN SCS PRIVATE LIMITED
|
ઉત્તર પ્રદેશ
|
|
વુમન-લેડ ઇનોવેટર (મહિલા સંચાલિત)
|
ARIVATION FASHIONTECH PRIVATE LIMITED
|
હરિયાણા
|
પરિશિષ્ટ–II: સ્ટેટ્સ સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક (SRF 5.0) ના પરિણામો
શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા (Best Performers)
· કેટેગરી A: ગુજરાત
· કેટેગરી B: અરુણાચલ પ્રદેશ, ગોવા
ટોચનું પ્રદર્શન કરનારા (Top Performers)
· કેટેગરી A: કર્ણાટક, પંજાબ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ
· કેટેગરી B: હિમાચલ પ્રદેશ
લીડર્સ (Leaders)
· કેટેગરી A: આંધ્રપ્રદેશ, હરિયાણા, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરાખંડ
· કેટેગરી B: મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ
મહત્વાકાંક્ષી લીડર્સ (Aspiring Leaders)
· કેટેગરી A: આસામ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા
· કેટેગરી B: આંદામાન અને નિકોબાર ટાપુઓ, મિઝોરમ, સિક્કિમ, ત્રિપુરા
ઉભરતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સ (Emerging Startup Ecosystems)
· કેટેગરી A: છત્તીસગઢ, NCT દિલ્હી
· કેટેગરી B: ચંદીગઢ; દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ; લદ્દાખ; લક્ષદ્વીપ; પુડુચેરી
SM/DK/GP/JD
(रिलीज़ आईडी: 2215372)
आगंतुक पटल : 21