પ્રધાનમંત્રીનું કાર્યાલય
ફ્રાન્સના રાષ્ટ્રપતિના ડિપ્લોમેટિક એડવાઇઝર પ્રધાનમંત્રીને મળ્યા
प्रविष्टि तिथि:
13 JAN 2026 10:52PM by PIB Ahmedabad
ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર શ્રી ઇમેન્યુઅલ બોને આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
X પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
"રાષ્ટ્રપતિ મેક્રોનના ડિપ્લોમેટિક એડવાઇઝર ઇમેન્યુઅલ બોનેને મળીને આનંદ થયો.
ઘણા ક્ષેત્રોમાં ગાઢ સહયોગ દ્વારા ચિહ્નિત થયેલ મજબૂત અને વિશ્વસનીય ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારીને પુનઃપુષ્ટિ આપી. નવીનતા, ટેકનોલોજી અને શિક્ષણના ક્ષેત્રોમાં આપણો સહયોગ વધતો જોઈને આનંદ થાય છે, ખાસ કરીને જ્યારે આપણે ભારત-ફ્રાન્સના ઈનોવેશન વર્ષની ઉજવણી કરીએ છીએ. અમે મુખ્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું. હું ટૂંક સમયમાં ભારતમાં રાષ્ટ્રપતિ મેક્રોનનું સ્વાગત કરવા આતુર છું.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2214374)
आगंतुक पटल : 8