રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

અશ્વિની વૈષ્ણવે 100 રેલવે અધિકારીઓને 70મો અતિ વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કાર અને વિવિધ શ્રેણીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઝોનને 26 શીલ્ડ એનાયત કર્યા


વિકસિત ભારત, વિકસિત રેલવે 2047 સાકાર કરવા માટે ભારતીય રેલવેએ નવા સ્તરે પહોંચવું જ પડશે: અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય મંત્રીએ છ-મુદ્દાના સંકલ્પ રોડમેપનું અનાવરણ કર્યું: નેક્સ્ટ-જનરેશન રેલવેને વેગ આપવા માટે પ્રણાલીગત સુધારા, ટેકનોલોજી અપનાવવી, સુરક્ષા પર ધ્યાન, અદ્યતન તાલીમ, જાળવણી શ્રેષ્ઠતા અને માનસિકતામાં ફેરફાર

સમર્પિત રેલવે કાર્યબળ એ ભારતના પરિવહન પરિવર્તનનો મુખ્ય આધાર છે: વી. સોમન્ના

આધુનિકીકરણ, સુરક્ષા અને મુસાફરલક્ષી અભિગમ નવી ભારતીય રેલવેની ઓળખ છે: સતીશ કુમાર

प्रविष्टि तिथि: 09 JAN 2026 8:30PM by PIB Ahmedabad

કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ, અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (યશોભૂમિ), દ્વારકા ખાતે 100 રેલવે અધિકારીઓને 70મો અતિ વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કાર અને વિવિધ શ્રેણીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઝોનને 26 શીલ્ડ એનાયત કર્યા હતા. આ સમારોહમાં રેલવે અને જલ શક્તિ રાજ્ય મંત્રી શ્રી વી. સોમન્ના, રેલવે બોર્ડના ચેરમેન અને CEO શ્રી સતીશ કુમાર, રેલવે બોર્ડના સભ્યો અને વિવિધ રેલવે ઝોન તથા ઉત્પાદન એકમોના જનરલ મેનેજરો ઉપસ્થિત રહ્યા હતા.

અતિ વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કાર સમારોહમાં સભાને સંબોધતા શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત, વિકસિત રેલવે ના વિઝનને સાકાર કરવા માટે ભારતીય રેલવેએ સંપૂર્ણપણે નવા સ્તરે જવું પડશે. રેલવે કર્મચારીઓને તેમના સમર્પણ બદલ અભિનંદન આપતા તેમણે  તેમના સામૂહિક પ્રયાસોએ રેલવેને લાંબા સમયથી ચાલી રહેલા પડકારોને પાર કરવા, ક્ષમતા વધારવા, કાર્યક્ષમતા સુધારવા અને મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા ઓપરેશનલ માઈલસ્ટોન્સ હાંસલ કરવામાં સક્ષમ બનાવી છે.

मेहनत आप सबने की है और जिस तरह कमिटमेंट के साथ काम किया है, उसका आज देशभर में बहुत अप्रिसिएशन और रिकग्निशन है कि रेलवे की पूरी फैमिली ने पूरी ताकत लगाकर कई ऐसी प्रॉब्लम्स, जो वर्षों से चली आ रही थीं, उन्हें पूरी तरह सॉल्व कर दिया है: रेल मंत्री श्री @AshwiniVaishnaw जी pic.twitter.com/dcYR0wN8R2

— Ministry of Railways (@RailMinIndia) January 9, 2026

શ્રી વૈષ્ણવે ઉમેર્યું કે વ્યાપક ટ્રેક નિર્માણને કારણે રેલવેની ક્ષમતામાં મોટો વધારો થયો છે. તેમણે નોંધ્યું કે દિવાળી-છઠ, નાતાલ અને ઉનાળાના સમયગાળા જેવા તમામ મુખ્ય ધસારાની સીઝન દરમિયાન સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેનાથી મુસાફરોની મુસાફરી વધુ સરળ બની હતી અને પાછલા વર્ષમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત થયો હતો.

कंस्ट्रक्शन में 35,000 किमी ट्रैक का निर्माण किया गया और उसके कारण आज कैपेसिटी बढ़ी है। चाहे दिवाली–छठ हो, चाहे क्रिसमस हो, चाहे समर हो- हर एक मेजर रश सीजन में आपने स्पेशल ट्रेन्स चलाईं और पिछले साल तो एक नया रिकॉर्ड ही बना डाला: रेल मंत्री श्री @AshwiniVaishnaw जी pic.twitter.com/KrabMWKLLK

— Ministry of Railways (@RailMinIndia) January 9, 2026

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય રેલવેએ 2026 માટે “52 અઠવાડિયા, 52 સુધારા” શીર્ષક હેઠળ એક મહત્વાકાંક્ષી સુધારાનો રોડમેપ તૈયાર કર્યો છે, જે અંતર્ગત ગ્રાહક સેવા, જાળવણી, ઉત્પાદન, ગુણવત્તા વ્યવસ્થાપન, આરોગ્ય પ્રણાલી અને કામગીરી જેવા મુખ્ય ક્ષેત્રોમાં દર અઠવાડિયે એક મોટો સુધારો અમલમાં મૂકવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ધોરણોને પુનઃવ્યાખ્યાયિત કરવા, અવરોધો ઓળખવા અને સ્પષ્ટ, સમયબદ્ધ એક્શન પ્લાન સેટ કરવા માટે શ્રેણીબદ્ધ વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં તમામ વિભાગોના અધિકારીઓની સક્રિય ભાગીદારી છે.

તેમણે છ મુખ્ય સંકલ્પોની રૂપરેખા આપી જે આગામી તબક્કામાં ભારતીય રેલવેને માર્ગદર્શન આપશે:

  • પ્રથમ: જવાબદારી અને અમલીકરણ દ્વારા સંચાલિત ગ્રાહક સેવા, જાળવણી, ઉત્પાદન, ગુણવત્તા અને આરોગ્ય પ્રણાલીઓમાં સમયબદ્ધ ફેરફારો સાથે પ્રણાલીગત સુધારા માટે નિર્ણાયક પ્રોત્સાહન.
  • બીજું: નવી પેઢીના રોલિંગ સ્ટોક, અદ્યતન ટ્રેક સિસ્ટમ્સ, આધુનિક સિગ્નલિંગ અને સ્માર્ટ મેન્ટેનન્સ પદ્ધતિઓ સહિત ટેકનોલોજી, નવીનતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઊંડો અને વ્યાપક સ્વીકાર, જેથી વિશ્વસનીયતા અને ઉત્પાદકતામાં સુધારો થાય.
  • ત્રીજું: જાળવણી ધોરણોનું મૂળભૂત અપગ્રેડેશન, એ વાત સ્વીકારીને કે જૂની પદ્ધતિઓથી દૂર જવાથી ટૂંકા ગાળાની અગવડતા પડી શકે છે પરંતુ લાંબા ગાળાની સુરક્ષા અને પ્રદર્શન માટે તે આવશ્યક છે.
  • ચોથું: સુરક્ષા પર તીવ્ર અને બીનસમાધાનકારી લક્ષ, જેનો ઉદ્દેશ્ય ગુણવત્તાયુક્ત તાલીમ, ટેકનોલોજીનો ઉપયોગ, શિસ્તબદ્ધ કામગીરી અને નેતૃત્વના તમામ સ્તરે દૈનિક દેખરેખ દ્વારા ગંભીર અકસ્માતોમાં ઘટાડો કરવાનો છે.
  • પાંચમું: તાલીમ અને પ્રતિભા વિકાસમાં પરિવર્તન, સતત કૌશલ્ય વૃદ્ધિને ફરજિયાત બનાવવી, તાલીમને કારકિર્દીની પ્રગતિ સાથે જોડવી અને ઉચ્ચ સક્ષમ કાર્યબળ બનાવવા માટે સિમ્યુલેટર અને ડિજિટલ પ્લેટફોર્મ જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરવો.
  • છઠ્ઠું: સંસ્થાનવાદી માનસિકતાનું સંપૂર્ણ નિવારણ, અધિકારીઓને નવા વિચારો માટે ખુલ્લા રહેવા, યુવા અધિકારીઓ અને ફિલ્ડ સ્ટાફને સશક્ત બનાવવા, ભારતીય ઉકેલોને પ્રોત્સાહન આપવા અને મેડ-ઈન-ઈન્ડિયા સિદ્ધિઓ પર ગર્વ લેવા વિનંતી કરવી જે હવે વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવી રહી છે.

તેમણે સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સને જોડવા, રેલવે કર્મચારીઓને સુધારાના વિચારો આપવા માટે પ્રોત્સાહિત કરવા અને સફળ નવીનતાઓ સમગ્ર નેટવર્કમાં લાગુ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો હતો. મુખ્ય રાષ્ટ્રીય સુધારાઓ સાથે સમાંતરતા દોરતા તેમણે કહ્યું હતું કે ભારતીય રેલવેએ પરિવર્તનમાં સમાન હિંમત અને આત્મવિશ્વાસ દર્શાવવો જોઈએ. તેમણે કહ્યું હતું કે યુવા કાર્યબળ, પારદર્શક પ્રણાલી અને સુધારાવાદી માનસિકતા સાથે, ભારતીય રેલવે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાની ભારતની યાત્રામાં વૈશ્વિક બેન્ચમાર્ક અને મુખ્ય સ્તંભ બનવા માટે તૈયાર છે.

સભાને સંબોધતા શ્રી વી. સોમન્નાએ રેલવે કર્મચારીઓ અને અધિકારીઓને અભિનંદન આપતા ભારતીય રેલવેને વિશ્વની સૌથી મોટી સેવા સંસ્થાઓમાંની એક ગણાવી અને દરરોજ લાખો લોકો માટે સુરક્ષિત અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા બદલ 'રેલ પરિવાર' ને શ્રેય આપ્યો.

તેમણે નોંધ્યું હતું કે રેલ કનેક્ટિવિટી જમ્મુ અને કાશ્મીર તથા ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં વિસ્તરી છે, અને મુખ્ય એન્જિનિયરિંગ સિદ્ધિઓને ટાંકીને જણાવ્યું હતું કે તેનાથી રાષ્ટ્રીય એકીકરણ મજબૂત થયું છે. તેમણે બહેતર કનેક્ટિવિટી માટે અમૃત ભારત અને નમો ભારત ટ્રેનોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે આગામી વંદે ભારત સ્લીપર લાંબા અંતરની મુસાફરીમાં સુધારો કરશે.

રેલવે ઇલેક્ટ્રિફિકેશન અને પર્યાવરણીય ટકાઉપણું પ્રગતિ પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે ભારતીય રેલવે ગ્રીનર ઓપરેશન્સ તરફ આગળ વધી રહી છે. તેમના ફિલ્ડ વિઝિટના અનુભવો શેર કરતા તેમણે તમામ સ્તરે રેલવે સ્ટાફના સમર્પણ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી અને તેમને સંસ્થાના મુખ્ય આધાર ગણાવ્યા હતા.

 

પોતાના સંબોધનમાં શ્રી સતીશ કુમારે જણાવ્યું હતું કે ભારતીય રેલવે ઝડપી પરિવર્તનમાંથી પસાર થઈ છે, જે એક આધુનિક, સુરક્ષિત અને મુસાફર-કેન્દ્રીત સંસ્થા તરીકે ઉભરી આવી છે. સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા બની રહી છે તેના પર ભાર મૂકતા તેમણે આધુનિક સિગ્નલિંગ સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ, માનવરહિત લેવલ ક્રોસિંગ નાબૂદ કરવા, ઉન્નત ટ્રેક મોનિટરિંગ અને સંબંધિત સુરક્ષા પગલાં દ્વારા સતત સુધારા વિશે વાત કરી. માલવાહક કામગીરી (Freight operations) પર તેમણે કહ્યું હતું કે ભારતીય રેલવે ડોર-ટુ-ડોર અને મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ દ્વારા નવા બેન્ચમાર્ક સ્થાપિત કરી રહી છે, જે રાષ્ટ્રની આર્થિક પ્રગતિમાં અર્થપૂર્ણ યોગદાન આપી રહી છે.

તેમણે રેલવે ઇલેક્ટ્રિફિકેશનની શતાબ્દી પૂર્ણ થવાને પણ યાદ કરી હતી, તેને ભારતીય રેલવેની મુસાફરીમાં ગૌરવશાળી સીમાચિહ્ન ગણાવી હતી. રેલવે કર્મચારીઓને "સાચા હીરો" તરીકે સ્વીકારીને તેમણે તેમની શિસ્ત, સમર્પણ અને સેવાને આ પરિવર્તનનો મુખ્ય આધાર ગણાવ્યો હતો.

ભારતીય રેલવે દર વર્ષે તેના કર્મચારીઓને અતિ વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કાર એનાયત કરે છે. આ પુરસ્કારો બે શ્રેણીઓમાં આપવામાં આવે છે - વ્યક્તિગત પુરસ્કારો તેમજ શ્રેષ્ઠ દેખાવ કરનાર રેલવે ઝોનને આપવામાં આવતી શીલ્ડ્સ. વ્યક્તિગત પુરસ્કારો ભારતીય રેલવેને વધુ કાર્યક્ષમ, સુરક્ષિત અને મુસાફરો માટે અનુકૂળ સંસ્થા બનાવવા માટે રેલવે કર્મચારીઓના સમર્પણ, સખત મહેનત અને અસાધારણ યોગદાનને સ્વીકારવા અને તેની ઉજવણી કરવા માટેના પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. વિવિધ શ્રેણીઓમાં શીલ્ડ એવોર્ડ્સ ભારતીય રેલવેના એકંદર પ્રદર્શનમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને યોગદાનને માન્યતા આપે છે.

70મા અતિ વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કાર (AVRSP)-2025 માટે પસંદ કરાયેલા અધિકારીઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

List of Officials selected for 70th Ati Vishisht Rail Seva Puraskar (AVRSP)-2025

SM/NP/GP/JD


(रिलीज़ आईडी: 2213103) आगंतुक पटल : 65
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Odia , Telugu , Kannada