ખાતર વિભાગ
ખેડૂતોનું જીવન સરળ બનાવવું એ સરકારની ટોચની પ્રાથમિકતા છે: કેન્દ્રીય મંત્રી શ્રી જે.પી. નડ્ડા
ખાતર વિભાગના ‘ચિંતન શિબિર’માં સંતુલિત ખાતરના ઉપયોગ અને ટકાઉ ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું
પડકારો છતાં, ખાતર વિભાગે સીમલેસ (અવિરત) પુરવઠો સુનિશ્ચિત કર્યો: શ્રી જે. પી. નડ્ડા
प्रविष्टि तिथि:
03 JAN 2026 6:19PM by PIB Ahmedabad
ખેડૂતોને કેન્દ્રમાં રાખીને ભારત સરકારની નીતિઓના અમલીકરણ, ખાતરની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને જમીનનું સ્વાસ્થ્ય સુધારવાના ઉદ્દેશ્ય સાથે, ખાતર વિભાગ દ્વારા આજે નવી દિલ્હીમાં એક દિવસીય ‘ચિંતન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું.


આ સત્રમાં ખાતર વિભાગ અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમણે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા અને રાજ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ સાથે સંવાદ કર્યો હતો.

સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી જે.પી. નડ્ડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા ખેડૂતોને શાસનના કેન્દ્રમાં રાખ્યા છે. તેથી, આપણી નીતિઓ અને નિર્ણયોનો ઉદ્દેશ્ય ખેડૂતનું જીવન સરળ અને બહેતર બનાવવાનો હોવો જોઈએ. શ્રી નડ્ડાએ નોંધ્યું હતું કે વિવિધ પડકારજનક સંજોગો છતાં, વિભાગ ખેડૂતોની ખાતરની જરૂરિયાતોને સફળતાપૂર્વક પૂરી કરી રહ્યો છે. તેમણે હાઇલાઇટ કર્યું કે ખાતર વિભાગ દ્વારા લેવામાં આવેલા ખેડૂતલક્ષી પગલાંને કારણે દેશમાં આ વર્ષે જરૂરી આયાતની સાથે સાથે વિક્રમી ઉત્પાદન પણ હાંસલ થયું છે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકારના વિવિધ વિભાગો ખાતરના સંતુલિત ઉપયોગ અને બિન-કૃષિ હેતુઓ માટે ખાતરના ડાયવર્ઝન અથવા દુરુપયોગ જેવા મુદ્દાઓનો સામનો કરવા માટે સમન્વય સાથે કામ કરશે.
રાજ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલે ટિપ્પણી કરી હતી કે પ્રધાનમંત્રી ભારતને વૈશ્વિક ફૂડ બાસ્કેટનું હબ (કેન્દ્ર) બનાવવાનું વિઝન ધરાવે છે. આ ‘ચિંતન શિબિર’ એવા વિચારો પેદા કરશે જે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મદદરૂપ થશે, તેમ તેમણે જણાવ્યું હતું.
ખાતર સચિવ શ્રી રજત કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે સરકાર, જાહેર ક્ષેત્રના એકમો (PSUs) અને ખાનગી ક્ષેત્ર - તમામ લોકોએ સત્ર દરમિયાન તેમના મંથનમાં ખેડૂતને કેન્દ્રમાં રાખ્યા છે. તેમણે ઉમેર્યું કે, અમે આ શિબિરને એટલી પરસ્પર સંવાદલક્ષી (interactive) રાખી છે કે દરેક વિચારને ચર્ચા માટે ટેબલ પર સ્થાન મળી શકે અને અમે સામૂહિક જ્ઞાન દ્વારા વધુ સારા પરિણામોની અપેક્ષા રાખીએ છીએ.




નેશનલ એગ્રીકલ્ચરલ સાયન્સ કોમ્પ્લેક્સ, નવી દિલ્હી ખાતે આયોજિત એક દિવસીય શિબિર દરમિયાન, 15 વિવિધ જૂથોએ વિસ્તૃત વિચાર-વિમર્શ કર્યો હતો અને સરકારને અસરકારક સૂચનો આપ્યા હતા. કેન્દ્રીય મંત્રી, રાજ્ય મંત્રી અને ખાતર સચિવે દરેક જૂથના સૂચનો સાંભળવા માટે વ્યક્તિગત રીતે તેમની સાથે બેઠક કરી હતી.
આ જૂથોએ 15 મુખ્ય વિષયો પર ચર્ચા કરી હતી, જેમાં નવા યુગના ખાતરો, ખાતર ઉત્પાદનમાં આત્મનિર્ભરતા, આઉટરીચ અને ખેડૂતોમાં જાગૃતિ, ડિજિટલ માધ્યમથી ખાતર ઇકોસિસ્ટમમાં સુધારો અને ન્યુટ્રિઅન્ટ બેઝ્ડ સબસિડી (NBS) વગેરેનો સમાવેશ થાય છે.
ખાતર વિભાગના PSUsના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સહકારી મંડળીઓ અને ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓએ આ ચિંતન શિબિરમાં ભાગ લીધો હતો.
SM/JY/GP/JD
(रिलीज़ आईडी: 2211151)
आगंतुक पटल : 16