માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
NHAIએ જાહેર જનતા માટે મોટી રાહતની જાહેરાત કરી: 1 ફેબ્રુઆરી 2026 પછી જારી કરાયેલા નવા ફાસ્ટેગ પર કાર માટે KYV પ્રક્રિયા બંધ કરવામાં આવી
प्रविष्टि तिथि:
01 JAN 2026 4:54PM by PIB Ahmedabad
જાહેર સુવિધા વધારવા અને હાઈવે વપરાશકર્તાઓને ફાસ્ટેગ એક્ટિવેશન પછી પડતી મુશ્કેલીઓ દૂર કરવાના મુખ્ય પગલા તરીકે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ 1 ફેબ્રુઆરી 2026 થી તમામ નવા ફાસ્ટેગ ઇશ્યુઅન્સ માટે કાર (કાર/જીપ/વાન કેટેગરી) માટે 'નો યોર વ્હીકલ' (KYV) પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આ સુધારો લાખો સામાન્ય રોડ વપરાશકર્તાઓ માટે નોંધપાત્ર રાહત લાવશે, જેઓ માન્ય વાહન દસ્તાવેજો હોવા છતાં, ફાસ્ટેગ એક્ટિવેશન પછી KYV ની જરૂરિયાતોને કારણે અસુવિધા અને વિલંબનો સામનો કરી રહ્યા હતા.
કાર માટે પહેલેથી જ જારી કરવામાં આવેલા હાલના ફાસ્ટેગ માટે, KYV હવે નિયમિત જરૂરિયાત તરીકે ફરજિયાત રહેશે નહીં. KYV ની જરૂરિયાત માત્ર એવા વિશિષ્ટ કિસ્સાઓમાં જ રહેશે જ્યાં છૂટા (loose) ફાસ્ટેગ, ખોટી રીતે ઇશ્યુ કરવા અથવા દુરુપયોગ સંબંધિત સમસ્યાઓની ફરિયાદો પ્રાપ્ત થાય છે. કોઈપણ ફરિયાદના અભાવે, હાલના કાર ફાસ્ટેગ માટે કોઈ KYV જરૂરી રહેશે નહીં.
એક્ટિવેશન પૂર્વેના મજબૂત સુરક્ષા માપદંડો દાખલ કરાયા
વપરાશકર્તાઓ માટે પ્રક્રિયાને સરળ બનાવતી વખતે ચોકસાઈ, પાલન અને સિસ્ટમની અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે, NHAI એ સાથે સાથે ઇશ્યુઅર બેંકો માટે એક્ટિવેશન પૂર્વેના માન્યતા ધોરણોને મજબૂત બનાવ્યા છે:
- ફરજિયાત વાહન (VAHAN)-આધારિત વેરિફિકેશન: વાહનની વિગતો VAHAN ડેટાબેઝમાંથી ચકાસવામાં આવ્યા પછી જ ફાસ્ટેગ એક્ટિવેશનની મંજૂરી આપવામાં આવશે.
- એક્ટિવેશન પછીના વેરિફિકેશનની જોગવાઈ નાબૂદ: અગાઉની જોગવાઈ જે એક્ટિવેશન પછી વેરિફિકેશનની મંજૂરી આપતી હતી તે બંધ કરવામાં આવી છે.
- અપવાદરૂપ કિસ્સાઓમાં જ RC-આધારિત વેરિફિકેશન: જ્યાં વાહનની વિગતો VAHAN પર ઉપલબ્ધ નથી, ત્યાં ઇશ્યુઅર બેંકોએ એક્ટિવેશન પહેલાં રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) નો ઉપયોગ કરીને વિગતોની ચકાસણી કરવી પડશે, જેની સંપૂર્ણ જવાબદારી બેંકની રહેશે.
- ઓનલાઈન ફાસ્ટેગનો સમાવેશ: ઓનલાઈન ચેનલો દ્વારા વેચવામાં આવતા ફાસ્ટેગ પણ બેંકો દ્વારા સંપૂર્ણ વેરિફિકેશન પછી જ એક્ટિવેટ કરવામાં આવશે.
આ પગલાં સુનિશ્ચિત કરે છે કે વાહનની તમામ તપાસ અગાઉથી જ પૂર્ણ થઈ જાય, જેનાથી ફાસ્ટેગ એક્ટિવેશન પછી ગ્રાહકો સાથે વારંવારના ફોલો-અપની જરૂરિયાત દૂર થાય છે.
આ સુધારાઓ ફાસ્ટેગ ઇકોસિસ્ટમને નાગરિક-મૈત્રીપૂર્ણ, પારદર્શક અને ટેકનોલોજી-સંચાલિત બનાવવાની સાથે સાથે પાલન મજબૂત કરવા અને ફરિયાદો ઘટાડવાની NHAI ની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. એક્ટિવેશન પહેલાં વેરિફિકેશનની જવાબદારી સંપૂર્ણપણે ઇશ્યુઅર બેંકો પર શિફ્ટ કરીને, NHAI નો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ વપરાશકર્તાઓ માટે મુશ્કેલીમુક્ત અનુભવ આપવાનો છે.
SM/IJ/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2210587)
आगंतुक पटल : 13