ગ્રામીણ વિકાસ મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા SHG સભ્યો સાથે વાર્તાલાપ કર્યો
VB-G RAM G એક્ટ પરના વાર્તાલાપમાં 622 જિલ્લાના 35.29 લાખથી વધુ સહભાગીઓ જોડાયા
એક્ટ હેઠળના તમામ લાભાર્થીઓમાં ઓછામાં ઓછા એક તૃતીયાંશ મહિલાઓ હશે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
प्रविष्टि तिथि:
24 DEC 2025 7:36PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે સ્વ-સહાય જૂથ (SHG) ના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય સ્તરના વાર્તાલાપની અધ્યક્ષતા કરી હતી, જેથી 'વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (VB–G RAM G) એક્ટ, 2025' પર ચર્ચા કરી શકાય. આ વાર્તાલાપમાં દેશભરના 622 જિલ્લાઓ હેઠળના 4,912 બ્લોક્સમાં 2,55,407 ગામોના 35,29,049 થી વધુ સહભાગીઓએ વિશાળ સંખ્યામાં ભાગ લીધો હતો. આ વાર્તાલાપનો મુખ્ય હેતુ સભ્યોને VB–G RAM G એક્ટ, 2025 હેઠળ કરવામાં આવેલી જોગવાઈઓ વિશે માહિતગાર કરવાનો અને સમુદાયના પરિપ્રેક્ષ્યને સમજવાનો હતો.

આ બેઠકમાં ગ્રામીણ વિકાસ અને સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની, ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કમલેશ પાસવાન, SHG મહિલાઓ, ગ્રામીણ વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન (SRLMs) ના SMD/CEOs અને દેશભરના અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.
વર્ચ્યુઅલ મીટિંગને સંબોધિત કરતી વખતે, કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે VB-G RAM G એક્ટ, 2025 એ ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે એક પરિવર્તનકારી કાયદા તરીકે કલ્પના કરવામાં આવી છે, જેમાં સતત રોજગાર પેદા કરવાની અને સ્થિતિસ્થાપક ગામો બનાવવાની ક્ષમતા છે. તેમણે માહિતી આપી હતી કે આ એક્ટ હેઠળના તમામ લાભાર્થીઓમાં ઓછામાં ઓછા એક તૃતીયાંશ મહિલાઓ હશે, જેમાં કામની ફાળવણીમાં પ્રાધાન્ય સુનિશ્ચિત કરવા માટે એકલ મહિલાઓને વિશેષ 'ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્ડ' આપવામાં આવશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ એક્ટ ખેતીની પીક સીઝન (ભરચક સિઝન) દરમિયાન કૃષિ શ્રમિકોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે લવચીકતા પણ પૂરી પાડે છે, જ્યારે જળ સુરક્ષા, આજીવિકા અને ટકાઉ ગ્રામીણ વિકાસને મજબૂત કરતા કાર્યોને પ્રાથમિકતા આપે છે. તેમણે જણાવ્યું હતું કે સતત આજીવિકાની તકો અને સુધારેલ ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, દરેક ગામમાં વિકાસના કેન્દ્ર તરીકે ઉભરી આવવાની ક્ષમતા છે, જે ગ્રામીણ વિસ્તારોમાંથી થતા દુઃખદાયક સ્થળાંતરને નોંધપાત્ર રીતે ઘટાડશે.
મંત્રીએ SHG મહિલાઓ સાથે એક ઇન્ટરેક્ટિવ સત્ર પણ યોજ્યું હતું, જેમણે એક્ટની જોગવાઈઓ વિશે પ્રશ્નો પૂછ્યા હતા, જેના મંત્રીએ જવાબ આપ્યા હતા. તેમણે SHG દીદીઓને ખાતરી આપી હતી કે ભારત સરકાર તમામ પરિપ્રેક્ષ્યમાં તેમના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.


ગ્રામીણ વિકાસ અને સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાનીએ તેમના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે VB–G RAM G એક્ટ, 2025 હેઠળ સ્વ-સહાય જૂથોની સંડોવણી મજબૂત સ્થાનિક ભાગીદારી અને સામુદાયિક માલિકી સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રસ્થાને છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે SHGs સામુદાયિક કેન્દ્રો અને ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને તેનું સંચાલન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે, જેનાથી ગામડાઓને સશક્ત બનાવવામાં આવશે અને સ્થાનિક અર્થતંત્રો મજબૂત થશે.
ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કમલેશ પાસવાને VB–G RAM G એક્ટ, 2025 ની મુખ્ય જોગવાઈઓ પર પ્રકાશ પાડતા નોંધ્યું હતું કે ગ્રામીણ પરિવારોને વધુ આવકની સુરક્ષા પૂરી પાડવા માટે વૈધાનિક રોજગાર ગેરંટી 100થી વધારીને 125 દિવસ કરવામાં આવી છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આ એક્ટ હેઠળ હાથ ધરવામાં આવેલા કાર્યો જળ સુરક્ષા અને પશુપાલન આધારિત આજીવિકા જેવા નિર્ણાયક ક્ષેત્રોને પ્રાધાન્ય આપશે, જેનાથી ગ્રામીણ આવક અને ટકાઉ વિકાસના પાયા મજબૂત થશે.
અગાઉ, ગ્રામીણ વિકાસ મંત્રાલયના સચિવ શ્રી શૈલેષ કુમાર સિંઘે સહભાગીઓનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે VB–G RAM G ની સફળતા સ્વ-સહાય જૂથો, તેમના ફેડરેશન અને પંચાયતી રાજ સંસ્થાઓ સહિત સામુદાયિક સંસ્થાઓની મજબૂત સામૂહિક માલિકી પર નિર્ભર રહેશે.
VB–G RAM G એક્ટ, 2025 પર એક પ્રેઝન્ટેશન પણ શેર કરવામાં આવ્યું હતું, જેમાં તેની મુખ્ય લાક્ષણિકતાઓ, ઉદ્દેશ્યો અને એક્ટના અમલીકરણ માળખાની રૂપરેખા આપવામાં આવી હતી, જેમાં મહિલા-કેન્દ્રીય અને સર્વસમાવેશક જોગવાઈઓ પર મજબૂત ભાર મૂકવામાં આવ્યો હતો. તેમાં હાઇલાઇટ કરવામાં આવ્યું હતું કે આ એક્ટ હેઠળના તમામ લાભાર્થીઓમાં ઓછામાં ઓછા એક તૃતીયાંશ મહિલાઓ હશે, જેમાં કામની ફાળવણીમાં અગ્રતા સુનિશ્ચિત કરવા માટે એકલ મહિલાઓ માટે વિશેષ ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્ડ હશે. વ્યક્તિગત અસ્કયામતો બનાવતા કાર્યોને મહિલા-મુખ્ય પરિવારો માટે પ્રાધાન્ય આપવામાં આવશે, જેને ક્રેચ (ઘોડિયાઘર) સુવિધાઓ અને મજબૂત ફરિયાદ નિવારણ પદ્ધતિઓ જેવી જોગવાઈઓ દ્વારા ટેકો આપવામાં આવશે જેથી કાર્યબળમાં મહિલાઓની ગરિમાપૂર્ણ ભાગીદારી સક્ષમ બને. આ એક્ટ ખેતીની પીક સીઝન દરમિયાન કૃષિ શ્રમિકોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે લવચીકતા પણ પૂરી પાડે છે, જ્યારે જળ સુરક્ષા, આજીવિકા અને ટકાઉ ગ્રામીણ વિકાસને મજબૂત કરતા કાર્યોને પ્રાથમિકતા આપે છે.
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2208319)
आगंतुक पटल : 9