ગ્રામીણ વિકાસ મંત્રાલય
વિકસિત ભારત: જી રામ જી યોજના મનરેગાથી આગળનું કદમ છે- કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
મજૂર ભાઈઓ, હવે 100 નહીં, પરંતુ 125 દિવસના કામની કાનૂની ગેરંટી છે- શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
મનરેગાના નામે ફરી એકવાર દેશને ગેરમાર્ગે દોરવાનું કાવતરું થઈ રહ્યું છે- શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
प्रविष्टि तिथि:
21 DEC 2025 8:26PM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે 'વિકસિત ભારત જી રામ જી બિલ'ને પોતાની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ હવે તે કાયદાનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. આ અગાઉ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે 'વિકસિત ભારત જી રામ જી એક્ટ' વિશે વિગતવાર જણાવ્યું હતું અને કહ્યું હતું કે આ અંગે ભ્રમ ફેલાવવાનું કાવતરું થઈ રહ્યું છે.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રીએ કહ્યું કે મનરેગાના નામે ફરી એકવાર દેશને ગેરમાર્ગે દોરવાનું કાવતરું થઈ રહ્યું છે. ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, જ્યારે સત્ય એ છે કે વિકસિત ભારત: જી રામ જી યોજના મનરેગાથી આગળનું કદમ છે.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રીએ કહ્યું કે મજૂર ભાઈઓ, હવે 100 નહીં, પરંતુ 125 દિવસના કામની કાનૂની ગેરંટી છે. કામ ન મળવાની સ્થિતિમાં બેરોજગારી ભથ્થાની જોગવાઈને વધુ સશક્ત બનાવવામાં આવી છે. જો મજૂરી મોડી મળે તો વધારાની રકમ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ યોજના માટે આ વર્ષે ₹1,51,282 કરોડથી વધુની વિશાળ ધનરાશિ પ્રસ્તાવિત છે, જેથી રોજગાર આપવા માટે પૂરતા પૈસા હોય, અને તે પૈસાથી ગામનો સંપૂર્ણ વિકાસ થઈ શકે. વિકસિત ભારત માટે વિકસિત ગામ, સ્વાવલંબી ગામ અને ગરીબી મુક્ત - રોજગાર યુક્ત ગામ બનાવવા માટે જળ સંરક્ષણ, ગામમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, આજીવિકા લક્ષી પ્રવૃત્તિઓ અને કુદરતી આપત્તિઓ સામે રક્ષણના કામો હાથ ધરવામાં આવશે.
શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે 125 દિવસના રોજગારની ગેરંટી સાથે કૃષિ કાર્ય સમયે નાના ખેડૂત ભાઈ-બહેનોને તકલીફ ન પડે, તે માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદો ગરીબોના હિતમાં છે, વિકાસના હિતમાં છે અને આ કાયદો મજૂરોને રોજગાર આપવાની સંપૂર્ણ ગેરંટી છે. તે વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગામનો સંકલ્પ પૂરો કરે છે.
તેમણે આ અંગે આગળ જણાવ્યું કે આમાં એક બીજી વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, વહીવટી ખર્ચ 6% થી વધારીને 9% કરી દેવામાં આવ્યો છે. જો પ્રસ્તાવિત રકમ ₹1,51,282 કરોડમાં 9% ગણીએ તો લગભગ ₹13,000 કરોડ થાય છે, આ રાશિથી કામ કરાવનારા આપણા સાથીઓ - પંચાયત સચિવ, રોજગાર સહાયક સહિત ટેકનિકલ સ્ટાફને સમયસર પૂરતો પગાર મળશે, જેથી તેઓ પૂરી ક્ષમતાથી કાર્ય કરી શકે.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રીએ લોકોને સત્ય જનતા સુધી પહોંચાડવાની અપીલ કરી.
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2207273)
आगंतुक पटल : 17