રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

વંદે ભારત ટ્રેનમાં અને ક્રમશઃ તમામ ટ્રેનમાં પ્રાદેશિક ભોજન પીરસવામાં આવશે


નકલી એકાઉન્ટ્સ પરની કાર્યવાહીથી પરિણામો મળ્યા: નવા યુઝર આઈડી બનાવવાની સંખ્યા રોજના એક લાખથી ઘટીને 5000 જેટલી ઓછી થઈ

3.03 કરોડ નકલી એકાઉન્ટ્સને નિષ્ક્રિય કર્યા પછી, વધુ 2.70 કરોડ એકાઉન્ટ્સને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા અથવા સસ્પેન્શન માટે ઓળખવામાં આવ્યા

प्रविष्टि तिथि: 13 DEC 2025 5:34PM by PIB Ahmedabad

કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી, શ્રી અશ્વિની વૈષ્ણવે આજે રેલ ભવન ખાતે અધિકારીઓની સમીક્ષા બેઠક લીધી. બેઠકમાં રેલવે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી રવનીત સિંહ બિટ્ટુ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને વંદે ભારત ટ્રેનમાં પ્રદેશનું પ્રાદેશિક ભોજન પીરસવાનો નિર્દેશ આપ્યો. પ્રાદેશિક ભોજનની રજૂઆતથી મુસાફરી કરી રહેલા પ્રદેશોની સંસ્કૃતિ અને સ્વાદને પ્રતિબિંબિત કરતો ખોરાક ઓફર કરીને મુસાફરોનો અનુભવ નોંધપાત્ર રીતે વધશે. ભવિષ્યમાં સુવિધાને ક્રમશઃ તમામ ટ્રેનમાં વધારવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ પણ નોંધ્યું કે નકલી ઓળખ દ્વારા ટ્રેન ટિકિટ બુકિંગ પર ભારતીય રેલવે દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી હકારાત્મક પરિણામો આપી રહી છે. યુઝરની ઓળખ સ્થાપિત કરવા અને નકલી આઈડી શોધવા માટે એક કડક સિસ્ટમ રજૂ કર્યા પછી, હવે IRCTC વેબસાઇટ પર રોજ લગભગ 5,000 નવા યુઝર આઈડી ઉમેરવામાં આવી રહ્યા છે. નવીનતમ સુધારાઓ પહેલાં, સંખ્યા રોજ લગભગ એક લાખ નવા યુઝર આઈડી સુધી પહોંચી ગઈ હતી.

પગલાંથી ભારતીય રેલવેને પહેલેથી 3.03 કરોડ નકલી એકાઉન્ટ્સ ને નિષ્ક્રિય કરવામાં મદદ મળી છે. વધુ 2.7 કરોડ યુઝર આઈડી ને તેઓ જે શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ છે તેના આધારે કાંતો અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અથવા સસ્પેન્શન માટે ઓળખવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી અને રાજ્ય મંત્રીએ અધિકારીઓને સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો કે ટિકિટિંગ સિસ્ટમમાં સુધારો કરીને તે સ્તર સુધી પહોંચાડવામાં આવે જ્યાં તમામ પ્રવાસીઓ વાસ્તવિક અને અધિકૃત યુઝર આઈડી દ્વારા સરળતાથી ટિકિટ બુક કરી શકે.

SM/GP/JD


(रिलीज़ आईडी: 2203580) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Odia , Tamil , Kannada , Malayalam