રેલવે મંત્રાલય
કવચ 4.0 ને દિલ્હી-મુંબઈ રૂટ પર પાલવાલ–મથુરા-નાગદા સેક્શન (633 રૂટ કિ.મી.) અને દિલ્હી-હાવડા રૂટ પર હાવડા-બર્ધમાન સેક્શન (105 રૂટ કિ.મી.)માં 738 રૂટ કિ.મી. પર કાર્યરત કરવામાં આવ્યું
કવચનું ટ્રેક-સાઇડ અમલીકરણ ભારતીય રેલવેના તમામ ગોલ્ડન ક્વાડ્રિલેટરલ, ગોલ્ડન ડાયગોનલ, હાઇ ડેન્સિટી નેટવર્ક અને ઓળખાયેલા સેક્શનોને આવરી લેતા 15,512 રૂટ કિ.મી. પર હાથ ધરવામાં આવ્યું છે
કવચ 4.0 ની વિશેષતાઓ: ઉચ્ચ સ્થાન સચોટતા, સુધારેલી યાર્ડ સિગ્નલ માહિતી, OFC-આધારિત સ્ટેશન ઇન્ટરફેસ અને પેસેન્જર સુરક્ષા વધારવા માટે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ ઇન્ટિગ્રેશન સાથે ડાયરેક્ટ ઇન્ટરફેસ
प्रविष्टि तिथि:
05 DEC 2025 2:31PM by PIB Ahmedabad
- કવચ એ સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ છે. કવચ એ અત્યંત ટેક્નોલોજી-સઘન સિસ્ટમ છે, જેને ઉચ્ચતમ ક્રમનું (SIL-4) સલામતી પ્રમાણપત્ર જરૂરી છે. કવચ લોકો પાયલોટને નિર્દિષ્ટ ઝડપ મર્યાદામાં ટ્રેનો ચલાવવામાં મદદ કરે છે, જો લોકો પાયલોટ તેમ કરવામાં નિષ્ફળ જાય તો આપોઆપ બ્રેક લગાવીને, અને ખરાબ હવામાન દરમિયાન પણ ટ્રેનોને સુરક્ષિત રીતે ચલાવવામાં મદદ કરે છે.
- પેસેન્જર ટ્રેનો પર પ્રથમ ક્ષેત્રીય ટ્રાયલ ફેબ્રુઆરી 2016 માં શરૂ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત અનુભવ અને ઇન્ડિપેન્ડન્ટ સેફ્ટી એસેસર (ISA) દ્વારા સિસ્ટમના સ્વતંત્ર સુરક્ષા મૂલ્યાંકનના આધારે, કવચ સંસ્કરણ 3.2 ના પુરવઠા માટે 2018-19 માં ત્રણ ફર્મોને મંજૂરી આપવામાં આવી હતી. કવચને જુલાઈ 2020 માં રાષ્ટ્રીય ATP સિસ્ટમ તરીકે અપનાવવામાં આવ્યું હતું.
- કવચ સિસ્ટમના અમલીકરણ માટેની મુખ્ય પ્રવૃત્તિઓ
- કવચ સિસ્ટમના અમલીકરણમાં નીચેની મુખ્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે:
- દરેક સ્ટેશન, બ્લોક સેક્શન પર સ્ટેશન કવચની સ્થાપના.
- સમગ્ર ટ્રેક લંબાઈ દરમિયાન RFID ટૅગ્સની સ્થાપના.
- સમગ્ર સેક્શન દરમિયાન ટેલિકોમ ટાવરની સ્થાપના.
- ટ્રેક સાથે ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવા.
- ભારતીય રેલવે પર ચાલતા દરેક લોકોમોટિવ પર લોકો કવચની જોગવાઈ.
- સાઉથ સેન્ટ્રલ રેલવે પર 1465 રૂટ કિ.મી. પર કવચ સંસ્કરણ 3.2 ની સ્થાપ્ના અને પ્રાપ્ત અનુભવના આધારે, વધુ સુધારાઓ કરવામાં આવ્યા હતા. આખરે, કવચ સ્પષ્ટીકરણ સંસ્કરણ 4.0 ને 16.07.2024 ના રોજ RDSO દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
- સંસ્કરણ 4.0 માં મુખ્ય સુધારામાં વધારેલી લોકેશન ચોકસાઈ, મોટા યાર્ડ્સમાં સિગ્નલ પાસાઓની સુધારેલી માહિતી, OFC પર સ્ટેશન-ટુ-સ્ટેશન કવચ ઇન્ટરફેસ અને હાલની ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ સાથે સીધો ઇન્ટરફેસ શામેલ છે. આ સુધારાઓ સાથે, કવચ સંસ્કરણ 4.0 ને ભારતીય રેલવે પર મોટા પાયે સ્થાપિત કરવાની યોજના છે.
- વિસ્તૃત અને વ્યાપક ટ્રાયલ્સ પછી, કવચ સંસ્કરણ 4.0 ને દિલ્હી-મુંબઈ રૂટ પર પાલવાલ–મથુરા-નાગદા સેક્શન (633 રૂટ કિ.મી.) અને દિલ્હી-હાવડા રૂટ પર હાવડા–બર્ધમાન સેક્શન (105 રૂટ કિ.મી.) પર કુલ 738 રૂટ કિ.મી. પર સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યું છે. દિલ્હી–મુંબઈ અને દિલ્હી–હાવડા કોરિડોરના બાકીના સેક્શનમાં કવચનું અમલીકરણ હાથ ધરવામાં આવ્યું છે.
- દિલ્હી–મુંબઈ અને દિલ્હી–હાવડા કોરિડોર સહિત ઉચ્ચ ઘનતાવાળા રૂટ પર કવચની મુખ્ય વસ્તુઓની પ્રગતિ નીચે મુજબ છે:
|
ક્રમાંક
|
વસ્તુ
|
પ્રગતિ
|
|
1
|
ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવો
|
7129 કિમી
|
|
2
|
ટેલિકોમ ટાવરની સ્થાપના
|
860 નં
|
|
3
|
સ્ટેશનો પર કવચની જોગવાઈ
|
549 નં
|
|
4
|
ટ્રેક સાઇડ ઉપકરણોની સ્થાપના
|
2674 રૂટ કિ.મી.
|
|
5
|
લોકોમોટિવ્સ પર કવચની જોગવાઈ
|
4,154
|
વધુમાં, ભારતીય રેલવેના તમામ GQ, GD, HDN અને ઓળખાયેલા સેક્શનોને આવરી લેતા 15,512 રૂટ કિ.મી. પર ટ્રેક સાઇડ કવચ અમલીકરણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અન્ય 9,069 લોકોમોટિવ્સને કવચ સંસ્કરણ 4.0 થી સજ્જ કરવા માટે બિડ આમંત્રિત કરવામાં આવી છે. લોકોમોટિવ્સમાં કવચ પ્રગતિશીલ રીતે તબક્કાવાર પ્રદાન કરવામાં આવી રહ્યું છે.
સંબંધિત તમામ અધિકારીઓને તાલીમ આપવા માટે ભારતીય રેલવેની કેન્દ્રીયકૃત તાલીમ સંસ્થાઓમાં કવચ પર વિશેષ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 40,000 થી વધુ ટેકનિશિયન, ઓપરેટરો અને એન્જિનિયરોને કવચ ટેક્નોલોજી પર તાલીમ આપવામાં આવી છે. આમાં 30,000 લોકો પાયલોટ અને આસિસ્ટન્ટ લોકો પાયલોટનો સમાવેશ થાય છે. IRISET ના સહયોગથી અભ્યાસક્રમોની રચના કરવામાં આવી છે.
કવચના ટ્રેક સાઇડ (સ્ટેશન સાધનો સહિત) ની જોગવાઈનો ખર્ચ આશરે ₹ 50 લાખ/કિમી છે અને લોકોમોટિવ્સ પર કવચ ઉપકરણોની જોગવાઈનો ખર્ચ આશરે ₹ 80 લાખ/લોકોમેટિવ છે.
ઓક્ટોબર'25 સુધી કવચના કાર્યો પર અત્યાર સુધીમાં ₹ 2,354.36 કરોડ ના ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન ભંડોળની ફાળવણી ₹ 1,673.19 કરોડ છે. કાર્યની પ્રગતિ મુજબ જરૂરી ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ માહિતી આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી, શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આપવામાં આવી હતી.
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2199425)
आगंतुक पटल : 14