સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

"ખાનગી પ્રસારણકર્તાઓ માટે ડિજિટલ રેડિયો પ્રસારણ નીતિની રચના" પર 3 ઓક્ટોબર, 2025ની ભલામણોનો શુદ્ધિપત્ર

Posted On: 27 OCT 2025 1:17PM by PIB Ahmedabad

માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) 23 એપ્રિલ, 2024ના રોજ તેના સંદર્ભ દ્વારા, TRAI એક્ટ, 1997ની કલમ 11(1)(a)(i) હેઠળ, ખાનગી રેડિયો પ્રસારણકર્તાઓ માટે ડિજિટલ રેડિયો પ્રસારણ નીતિની રચના માટે ભારતીય ટેલિકોમ નિયમનકારી સત્તામંડળ (TRAI) પાસેથી ભલામણો માંગી હતી.

TRAI 3 ઓક્ટોબર, 2025 ના રોજ સરકારને "ખાનગી રેડિયો પ્રસારણકર્તાઓ માટે ડિજિટલ રેડિયો પ્રસારણ નીતિની રચના" પર તેની ભલામણો મોકલી હતી.

ઉપરોક્ત TRAI ભલામણોનો શુદ્ધિપત્ર આજે જારી કરવામાં આવ્યો છે અને તે TRAI ની વેબસાઇટ www.trai.gov.in પર ઉપલબ્ધ છે.

કોઈપણ સ્પષ્ટતા/માહિતી માટે, TRAIનાં સલાહકાર (બ્રોડકાસ્ટિંગ અને કેબલ સર્વિસીસ) ડૉ. દીપાલી શર્માનો ટેલિફોન નંબર: +91-11-20907774 પર સંપર્ક કરી શકાય છે.

IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2182900) Visitor Counter : 11