રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

વિજયાદશમીની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

Posted On: 01 OCT 2025 5:08PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ વિજયાદશમીની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

રાષ્ટ્રપતિએ એક સંદેશમાં કહ્યું છે કે, “વિજયાદશમીના શુભ પ્રસંગે, હું તમામ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.

અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક વિજયાદશમીનો તહેવાર આપણને સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. દેશના વિવિધ ભાગોમાં રાવણ દહન અને દુર્ગા પૂજા તરીકે ઉજવવામાં આવતો આ તહેવાર આપણા રાષ્ટ્રીય મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. આ તહેવાર આપણને ક્રોધ અને અહંકાર જેવી નકારાત્મક વૃત્તિઓનો ત્યાગ કરવાનું અને હિંમત અને નિશ્ચય જેવી સકારાત્મક વૃત્તિઓને સ્વીકારવાનું પણ શીખવે છે.

આ તહેવાર આપણને એક એવો સમાજ અને દેશ બનાવવા માટે પ્રેરણા આપે જ્યાં બધા લોકો ન્યાય, સમાનતા અને સંવાદિતાના વિચારોથી પ્રેરિત થઈને સાથે મળીને આગળ વધે”.

રાષ્ટ્રપતિનો સંદેશ જોવા માટે અહીં ક્લિક કરો

SM/IJ/GP/JD


(Release ID: 2173876) Visitor Counter : 10