મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક, કલ્યાણ અને સુરક્ષા ક્ષેત્રોમાં સુધારાના પગલાં ઓળખવા માટે સલાહકાર કાર્યશાળાનું આયોજન કર્યું

Posted On: 10 SEP 2025 12:24PM by PIB Ahmedabad

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (MoWCD) 9 સપ્ટેમ્બરના રોજ સામાજિક, કલ્યાણ અને સુરક્ષા ક્ષેત્રોમાં સુધારાના પગલાંની ઓળખ પર એક સલાહકાર કાર્યશાળાનું આયોજન કર્યું હતું.

આ કાર્યશાળાની અધ્યક્ષતા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ શ્રી અનિલ મલિકે કરી હતી. આ સત્રમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિમંડળોએ સક્રિય ભાગીદારી દર્શાવી હતી.

મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 હેઠળ સુધારાઓ - પોષણ અને ECCE ડિલિવરીમાં સુધારો,  મિશન શક્તિ - મહિલાઓની સલામતી, સુરક્ષા અને સશક્તિકરણને મજબૂત બનાવવું અને મિશન વાત્સલ્ય - બાળકોના સર્વાંગી વિકાસ અને રક્ષણને સુનિશ્ચિત કરવા પર ચર્ચાઓ કેન્દ્રિત હતી.

બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવોએ છેલ્લા માઇલ સેવા વિતરણમાં સુધારો કરવા અને મહિલા અને બાળ-કેન્દ્રિત વિકાસ સુનિશ્ચિત કરવા માટે કાયદાકીય, નીતિ, પ્રક્રિયા અને સંસ્થાકીય સુધારાઓ પર મૂલ્યવાન સૂચનો શેર કર્યા હતા.

આ કાર્યશાળાએ સહયોગી સુધારા પગલાં, સંકલન અને સમુદાય ભાગીદારી દ્વારા મહિલા અને બાળ પ્રથમ અભિગમ પ્રત્યે MoWCDની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી હતી.

Image

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2165228) Visitor Counter : 2