આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. 1507.00 કરોડના અંદાજિત ખર્ચે કોટા-બુંદી (રાજસ્થાન) ખાતે ગ્રીન ફિલ્ડ એરપોર્ટના વિકાસને મંજૂરી આપી
प्रविष्टि तिथि:
19 AUG 2025 3:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ આજે રૂ. 1507.00 કરોડના અંદાજિત ખર્ચે કોટા-બુંદી (રાજસ્થાન) ખાતે ગ્રીન ફિલ્ડ એરપોર્ટના વિકાસ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
ચંબલ નદીના કિનારે આવેલું કોટા, રાજસ્થાનની ઔદ્યોગિક રાજધાની તરીકે ઓળખાય છે. વધુમાં, કોટા ભારતના શૈક્ષણિક કોચિંગ હબ તરીકે પ્રખ્યાત છે.
રાજસ્થાન સરકારે A-321 પ્રકારના વિમાનના સંચાલન માટે યોગ્ય ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ માટે 440.06 હેક્ટર જમીન AAIને ટ્રાન્સફર કરી છે. આ પ્રોજેક્ટમાં 20,000 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલા ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ સામેલ છે. જે 1000 પીક અવર પેસેન્જર્સ (PHP) ને હેન્ડલ કરી શકે છે, તેમજ વાર્ષિક 20 લાખ પેસેન્જર્સ પ્રતિ વર્ષ (MPPA)ની ક્ષમતા ધરાવે છે. જેમાં રનવે 11/29, 3200 મીટર x 45 મીટરના પરિમાણો સાથે, A-321 પ્રકારના એરક્રાફ્ટ માટે 07 પાર્કિંગ-બે સાથેનો એપ્રોન, બે લિંક ટેક્સીવે, ATC કમ ટેકનિકલ બ્લોક, ફાયર સ્ટેશન, કાર પાર્ક અને સંલગ્ન કાર્યોનો સમાવેશ થાય છે.
શૈક્ષણિક અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં કોટાની પ્રાધાન્યતા ગ્રીનફિલ્ડ એરપોર્ટને એક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનાવે છે, જેનો હેતુ પ્રદેશમાં અપેક્ષિત ટ્રાફિક વૃદ્ધિને સંબોધવાનો છે.
હાલનું કોટા એરપોર્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ની માલિકી હેઠળ છે. તેમાં 1220 મીટર x 38 મીટરના પરિમાણોનો રનવે (08/26) અને કોડ 'B' એરક્રાફ્ટ (જેમ કે DO-228) માટે યોગ્ય એક એપ્રોનનો સમાવેશ થાય છે. આ ટર્મિનલ બિલ્ડીંગ 400 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલું છે અને પીક અવર્સ દરમિયાન 50 મુસાફરોને સંભાળવાની ક્ષમતા ધરાવે છે. અપૂરતી જમીન ઉપલબ્ધતા અને એરપોર્ટની આસપાસ શહેરીકરણને કારણે હાલના એરપોર્ટને વાણિજ્યિક કામગીરી માટે વિકસાવવામાં આવી શકાતું નથી.
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2157896)
आगंतुक पटल : 56
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Nepali
,
Marathi
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada