સંસદીય બાબતોનું મંત્રાલય
azadi ka amrit mahotsav

ભાષાકીય વિવિધતાને સમાવવા માટે NeVAમાં સુવિધાઓ ઉમેરવામાં આવી છે

Posted On: 18 AUG 2025 3:32PM by PIB Ahmedabad

ભાષાકીય વિવિધતાને સમાવવા માટે NeVAમાં નીચેની સુવિધાઓ ઉમેરવામાં આવી છે: -

ભાષિની દ્વારા ટેક્સ્ટ-ટુ-ટેક્સ્ટ મશીન ટ્રાન્સલેશનને NeVA જાહેર પોર્ટલ (હોમપેજ અને વ્યક્તિગત રાજ્ય વિધાનસભા પોર્ટલ સહિત)ને તમામ 22 અનુસૂચિત પ્રાદેશિક ભાષાઓ અને અંગ્રેજીમાં અનુવાદિત કરવા માટે સંકલિત કરવામાં આવ્યું છે.

રાજ્યવાર ઇન્ટરફેસ રૂપરેખાંકન વપરાશકર્તાઓને તેમની સંબંધિત પ્રાદેશિક ભાષાઓમાં એપ્લિકેશન ચલાવવા માટે સક્ષમ બનાવે છે.

ડિજિટલ બુકમાં ભાષા ટૉગલ સુવિધા ઉપલબ્ધ છે. જે વપરાશકર્તાઓને પસંદગીના આધારે ઇન્ટરફેસ ભાષા બદલવાની મંજૂરી આપે છે.

આ સુવિધાઓ પહેલાથી જ એવા રાજ્યોમાં કાર્યરત છે, જે NeVA પ્લેટફોર્મ પર લાઇવ છે.

ભાષિની દ્વારા મશીન-સહાયિત સ્વચાલિત અનુવાદ પહેલાથી જ NeVA એપ્લિકેશનના જાહેર પોર્ટલમાં, તેમજ સભ્ય અને સચિવાલય ઇન્ટરફેસના કેટલાક ઘટકોમાં સંકલિત કરવામાં આવ્યું છે, જે ભાષાકીય સુલભતાને વધારે છે.

આ માહિતી સંસદીય બાબતો અને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.

SM/IJ/GP/JD


(Release ID: 2157462)