પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઢાકામાં દુ:ખદ વિમાન દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
Posted On:
21 JUL 2025 7:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઢાકામાં દુ:ખદ વિમાન દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો, જેમાં ઘણા યુવાન વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમણે ખાતરી આપી કે ભારત બાંગ્લાદેશ સાથે ઉભું છે અને શક્ય તમામ ટેકો અને સહાય આપવા તૈયાર છે.
શ્રી મોદીએ X પરની પોસ્ટમાં કહ્યું:
"ઢાકામાં દુ:ખદ વિમાન દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ખૂબ જ આઘાત અને દુઃખ થયું છે, જેમાં ઘણા યુવાન વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. અમારા હૃદય શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે છે. અમે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. ભારત બાંગ્લાદેશ સાથે ઉભું છે અને શક્ય તમામ ટેકો અને સહાય આપવા તૈયાર છે."
AP/IJ/GP/JD
(Release ID: 2146572)