ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ 15 થી 17 જૂન, 2025 દરમિયાન પુડુચેરીની મુલાકાત લેશે
'રાષ્ટ્ર નિર્માણમાં પર્યાવરણીય ટકાઉપણું' વિષય પર JIPMERના કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ રહેશે
ઉપરાષ્ટ્રપતિ અને પોંડિચેરી યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી ધનખર પોંડિચેરી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ સાથે વાતચીત કરશે
પોસ્ટેડ ઓન:
13 JUN 2025 5:46PM by PIB Ahmedabad
ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 15 થી 17 જૂન, 2025 દરમિયાન પુડુચેરીની ત્રણ દિવસની મુલાકાતે રહેશે.
16 જૂનના રોજ, ઉપરાષ્ટ્રપતિ જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (JIPMER) દ્વારા 'રાષ્ટ્ર નિર્માણમાં પર્યાવરણીય ટકાઉપણું' વિષય પર આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રહેશે.
17 જૂનના રોજ, મુલાકાતના સમાપન પર, પોંડિચેરી યુનિવર્સિટીના ચાન્સેલર અને ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર પોંડિચેરી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ સાથે વાર્તાલાપ કરશે.
AP/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2136256)
મુલાકાતી સંખ્યા : 21