નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

મિઝોરમમાં DRI એ ડ્રગ્સ દાણચોરીના રેકેટને નિષ્ફળ બનાવ્યું, 9.72 કિલો મેથામ્ફેટામાઇન ગોળીઓ જપ્ત કરી, એક વ્યક્તિની ધરપકડ

प्रविष्टि तिथि: 01 JUN 2025 11:02AM by PIB Ahmedabad

ડ્રગ્સના દૂષણ સામેની લડાઈ ચાલુ રાખીને, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) 30.05.2025ના રોજ આઈઝોલ-ચંફઈ હાઇવે (NH-6) પર સેલિંગ, મિઝોરમ ખાતે મહિન્દ્રા XUV500માંથી 9.72 કિલો મેથામ્ફેટામાઇન ગોળીઓ જપ્ત કરી છે. આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર ડ્રગ બજારમાં જપ્ત કરાયેલી ગોળીઓની કિંમત 9.72 કરોડ રૂપિયા છે.

DRI અધિકારીઓને દાણચોરી કરાયેલા ડ્રગના 10 પેકેટ મળી આવ્યા, જે પાછળની સીટમાં એક પોલાણ/ચેમ્બરમાં ચાલાકીથી છુપાવવામાં આવ્યા હતા. દાણચોરીમાં મળેલું ડ્રગ અને વાહન જપ્ત કરવામાં આવ્યું છે, અને એક વ્યક્તિની નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે દાણચોરી કરાયેલ ડ્રગ ભારત-મ્યાનમાર સરહદના ઝોખાવથર સેક્ટર દ્વારા મ્યાનમારથી મિઝોરમમાં દાણચોરી કરવામાં આવ્યું હતું.

જાન્યુઆરી 2025થી DRI એ મિઝોરમમાં 72 કરોડ રૂપિયાથી વધુ કિંમતના મેથામ્ફેટામાઇન અને હેરોઇન જપ્ત કર્યા છે અને સાત વ્યક્તિઓની ધરપકડ કરી છે. NDPS કાયદામાં ગુનેગારો માટે 10 વર્ષ સુધીની સખત કેદ સહિત કડક સજાની જોગવાઈ છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2133095) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Tamil , Malayalam