યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલમાં મીડિયા સમુદાય સાથે પેડલિંગ કરી રહ્યા છે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા


પત્રકારો ફ્રન્ટલાઈન યોદ્ધાઓ છે, તેમના માટે પણ ફિટનેસ જરૂરી છે: ડૉ. મનસુખ માંડવિયા

Posted On: 25 MAY 2025 6:42PM by PIB Ahmedabad

ડૉ. મનસુખ માંડવિયા સાથે સાયકલ ચલાવનારા 300થી વધુ ફિટનેસ ઉત્સાહીઓની ઉર્જા દિલ્હીનું તોફાની આકાશ પણ રોકી શક્યું નહીં.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZBW7.jpg

આ કાર્યક્રમમાં દિલ્હી જર્નાલિસ્ટ એસોસિએશન, દિલ્હી સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન, રમતવીરો અને નાગરિકોએ ભાગ લીધો હતો. તેમાં ચાર કિલોમીટરની રાઈડનો સમાવેશ થતો હતો, જેમાં મીડિયા વ્યાવસાયિકોએ આ અનુભવને "જાગૃતિનો કોલ" ગણાવ્યો હતો.

"મને ખુશી છે કે વરસાદ છતાં સાયકલ પરનો આજનો રવિવાર સફળ રહ્યો. અમારા પત્રકાર મિત્રો પૂરા ઉત્સાહ સાથે હાજર રહ્યા અને તે જોઈને ખરેખર આનંદ થાય છે. પત્રકારો ભાગ્યે જ શાંતિપૂર્ણ દિનચર્યા ધરાવે છે - તેઓ દિવસ-રાત કામ કરે છે. દરરોજ સવારે આપણે જે હેડલાઇન્સ વાંચીએ છીએ તે તેમના રાતભરના અથાક પ્રયત્નોનું પરિણામ છે. આ મહત્વપૂર્ણ કાર્ય ચાલુ રાખવા માટે, ફિટ રહેવું જરૂરી છે. તેથી જ પ્રશંસા દર્શાવવા અને દરેકને સાયકલ ચલાવવા અથવા ફિટનેસનો કોઈ પ્રકાર અપનાવવાનું યાદ અપાવવા માટે મેં તેમને આમંત્રણ આપ્યુ" ડૉ. મનસુખ માંડવિયાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું

"આજે મને અહીં ખૂબ જ સારો અનુભવ થયો. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પહેલ, સન્ડે ઓન સાયકલ, સ્વસ્થ અને સક્રિય રહેવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. મેં હંમેશા માન્યું છે કે સ્વસ્થ જીવનની ચાવી નિયમિત ફિટનેસ છે. ફિટ રહેવા માટે દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક ચાલવું જોઈએ - અને હવે હું જોઉં છું કે સાયકલિંગ પણ એટલું જ શક્તિશાળી છે! જંક ફૂડ ટાળો, ફરતા રહો અને ફિટ રહો," પત્રકારો સાથે ઇવેન્ટમાં જોડાયેલી તાઈકવૉન્ડો એશિયન ચેમ્પિયનશિપના મેડલ વિજેતા ખેલાડી, શ્રીમતી રોદાલી બરુઆએ જણાવ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0029RUK.jpg

દિલ્હી પત્રકાર સંગઠનના પ્રમુખ શ્રી રાકેશ થાપલિયાલે આભાર વ્યક્ત કર્યો અને ઉમેર્યું, "મંત્રી દ્વારા આમંત્રણ મળવું એ એક અદ્ભુત અનુભવ હતો. વરસાદ અને મોડી રાતના અમારા કામના સમયપત્રક છતાં, ઘણા બધા પત્રકારો આવ્યા - તે સાબિત કરે છે કે ફિટનેસ મજા હોઈ શકે છે. સાયકલિંગ જેવી પ્રવૃત્તિ માત્ર એક કલાક સ્વાસ્થ્ય સુધારવા અને તબીબી ખર્ચ ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે."

દિલ્હી સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી અભિષેક ત્રિપાઠીએ જણાવ્યું હતું કે રવિવારના સાયકલ પર ડૉ. મનસુખ માંડવિયા સાથે જોડાવું એ વાસ્તવિકતાનો પરિચય હતો, "માત્ર 3-4 કિમી ચાલવાથી આપણામાંથી ઘણા લોકો શ્વાસ લેવામાં અચકાયા! તે અમને યાદ અપાવે છે કે ફિટનેસ કેટલી મહત્વપૂર્ણ છે, ખાસ કરીને મીડિયા વ્યાવસાયિકો માટે જે હંમેશા સફરમાં રહે છે. સાયકલ ચલાવવું ફક્ત આપણા સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ પર્યાવરણ માટે પણ સારું છે."

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003E7JY.jpg

દિલ્હીના મીડિયા સ્પોટલાઇટથી લઈને અગરતલાના શાહી રસ્તાઓ સુધી, પેડલ-પ્રેરિત આંદોલને સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ પડઘો પાડ્યો, જેમાં સેંકડો સહભાગીઓ એકઠા થયા.

ત્રિપુરાના રાજ્યપાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ઉજ્જયંતા પેલેસથી 120થી વધુ સાયકલ સવારો રેલીમાં જોડાયા હતા. મંત્રી શ્રી ટિંકુ રોય, યુવા બાબતો અને રમતગમત નિયામક શ્રી એસ.બી. નાથ અને SAIના પ્રાદેશિક નિયામક જેવા વરિષ્ઠ અધિકારીઓ સાથે સામુદાયિક સવારીમાં સામેલ થયા હતા. – આ એક સ્વસ્થ, સંયુક્ત ત્રિપુરા માટે પ્રતીકાત્મક પ્રયાસ હતો. પોતાના અગરતલા સાઈક્લોહોલિક્સ ફાઉન્ડેશન સાથે સવારીનું નેતૃત્વ કરનાર સાયકલ મેયર શ્રી ગોપેશ દેબનાથે કહ્યું હતું, અમને આ આંદોલનનો હિસ્સો બનવાનું સન્માન મળ્યું.

અરુણ શર્મા અને શ્રીમતી અમિતા શર્મા સાથે 70 મીડિયાકર્મીઓ સાયકલ રેલીમાં જોડાયા હતા. ફરતા પૈડાં અને વાતચીતના ગુંજારવ સાથે, આ રાઈડે ભાર મૂક્યો કે એક ફિટ ભારતની શરૂઆત એક જાણકાર અને પ્રેરિત મીડિયાથી થાય છે.

કોકરાઝાર આવૃત્તિમાં SAI STCથી બોડોલેન્ડ સચિવાલય સુધીના છ કિમીના મનોહર પટને આવરી લેવામાં આવ્યો હતો, જેને પ્રેસ ક્લબ કોકરાઝારના શ્રી પ્રીતમ બ્રહ્મા ચૌધરી અને શ્રી સૂરજ બાસુમાતરીએ લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ખેલાડી શ્રીમતી બિબારી બ્રહ્માની પણ ભાગીદારી જોવા મળી હતી, જેનાથી પેડલ પાવરમાં રમતગમતની પ્રતિષ્ઠાનો ઉમેરો થયો હતો.

સામાન્ય હાજરી હોવા છતાં, STC રાયપુર કાર્યક્રમમાં 35 ઉત્સાહી સહભાગીઓ એકઠા થયા હતા, જેમાં, મીડિયા એસોસિએશન ઓફ ઈન્ડિયાના રાજ્ય સચિવ શ્રી પી કે રાવ અને ભારતીય રાષ્ટ્રીય પત્રિકા સંઘના રાજ્ય અધ્યક્ષ શ્રી મનોહર સિંહ પણ સામેલ હતા.

ડિસેમ્બર 2024માં લોન્ચ થયા પછી, સાયકલિંગ પહેલ હવે 5,500+ સ્થળોએ ફેલાયેલી છે અને ત્રણ લાખથી વધુ નાગરિકો સુધી પહોંચી છે. સોશિયલ મીડિયા શ્રીમતી સાનિયા મિર્ઝા, શ્રી મિલિંદ સોમન, શ્રી ઇમરાન હાશ્મી, શ્રી જોન અબ્રાહમ, શ્રી ઇમ્તિયાઝ અલી, શ્રી શંકર મહાદેવન અને શ્રી દારા સિંહ જેવા દિગ્ગજોના સમર્થનથી ભરેલું હતું, જેમણે રોજિંદા ફિટનેસને પ્રેરણા આપવા માટે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.

નીતિ નિર્માતાઓ, રમતવીરો અને નાગરિક સમાજના વધતા જતા સમર્થન સાથે, સન્ડે ઓન સાયકલ હૃદય અને હેડલાઇન્સમાં સ્થાન મેળવવાનું ચાલુ રાખે છે - શહેરોને સાયકલિંગ કોરિડોરમાં અને નાગરિકોને આરોગ્ય રાજદૂતમાં ફેરવે છે. જેમકે, વરસાદ હોય કે તાપ, આવા આયોજનોથી ખ્યાલ આવે છે કે ફિટનેસ કોઈ મોસમની રાહ જોતી નથી.

AP/IJ/GP/JD


(Release ID: 2131198)
Read this release in: English , Urdu , Hindi , Tamil , Telugu