ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વર્ષ 2025-26 માટે શેરડીનો FRP ₹355 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવાના મંત્રીમંડળના નિર્ણય અને મેઘાલયના માવલિંગખુંગથી આસામના પંચગ્રામ સુધીના 4-લેન ગ્રીનફિલ્ડ રાષ્ટ્રીય ધોરીમાર્ગને મંજૂરી આપવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો


મોદી સરકારના આ નિર્ણયથી લગભગ 5 કરોડ શેરડી ખેડૂતો અને તેમના પરિવારો તેમજ ખાંડ મિલોમાં કાર્યરત લગભગ 5 લાખ કામદારોને ફાયદો થશે

શેરડી ખેડૂતોની સમૃદ્ધિ અને તેમની આવક વધારવા માટે પ્રતિબદ્ધ, મોદીજીનો આ નિર્ણય ખેડૂતોના જીવનને વધુ સારું અને સરળ બનાવશે

ગૃહમંત્રી કહે છે કે, ઉત્તરપૂર્વનો વિકાસ હંમેશા મોદી સરકારની ટોચની પ્રાથમિકતા રહ્યો છે

આ નિર્ણય ભારતની અષ્ટલક્ષ્મી માટે પરિવહનને સુરક્ષિત અને સરળ બનાવીને વિકાસનો એક નવો ઝડપી માર્ગ ખોલશે

Posted On: 30 APR 2025 8:21PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વર્ષ 2025-26 માટે શેરડીની એફઆરપીને ક્વિન્ટલદીઠ રૂ. 355 નક્કી કરવાના મંત્રીમંડળના નિર્ણય બદલ અને મેઘાલયના માવલિંગખુંગથી આસામના પંચગ્રામ સુધીના 4-લેન ગ્રીનફિલ્ડ રાષ્ટ્રીય ધોરીમાર્ગને મંજૂરી આપવાના કેબિનેટના નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ X પ્લેટફોર્મ પર એક પોસ્ટ પર જણાવ્યું હતું કે શેરડીના ખેડૂતોને મોદી સરકારની ભેટ, આ નિર્ણયથી શેરડીના આશરે 5 કરોડ ખેડૂતો અને તેમના પરિવારોને તેમજ સુગર મિલોમાં કામ કરતા આશરે 5 લાખ કામદારોને લાભ થશે

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, શેરડીનાં ખેડૂતોની સમૃદ્ધિ અને તેમની આવક વધારવા માટે કટિબદ્ધ મોદીજીનો આ નિર્ણય ખેડૂતોનાં જીવનને વધારે સારો અને સરળ બનાવશે.

અન્ય એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પૂર્વોત્તરનો વિકાસ હંમેશાથી જ મોદી સરકારની ટોચની પ્રાથમિકતા રહી છે. તેમણે મેઘાલયમાં માવલિંગખુંગથી આસામમાં પંચગ્રામ સુધીના 4 લેનના ગ્રીનફિલ્ડ રાષ્ટ્રીય ધોરીમાર્ગને મંજૂરી આપવા બદલ પૂર્વોત્તરના આપણા ભાઈઓ અને બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ નિર્ણયથી પરિવહનને વધુ સુરક્ષિત અને સાતત્યપૂર્ણ બનાવી ભારતની અષ્ટલક્ષ્મી માટે વિકાસની નવી ઝડપથી પ્રગતિનો માર્ગ ખુલશે. તેમણે ગેમ-ચેન્જિંગ નિર્ણય માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો આભાર માન્યો હતો.

AP/IJ/GP/JD


(Release ID: 2125619) Visitor Counter : 20
Read this release in: English , Urdu , Hindi , Marathi , Odia