WAVES BANNER 2025
માહિતી અને પ્રસારણ મંત્રાલય

વેવ્સ 2025 ક્રિએટોસ્ફિયર - 'ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જિસ'ની ચાતુર્યતાનું પ્રદર્શન


ભારત અને વિશ્વમાં સર્જનાત્મક પ્રતિભાઓ અને સંભવિતતાની ઉજવણી કરવા અને પ્રોત્સાહન આપવા માટે 'વેવ્સ ક્રિએટર એવોર્ડ્સ'

 Posted On: 30 APR 2025 7:28PM |   Location: PIB Ahmedabad

વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES) હેઠળ ફ્લેગશિપ પહેલ તરીકે શરૂ કરવામાં આવેલી ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ (સીઆઇસી) સીઝન 1, મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે આવતીકાલથી શરૂ થનારી શાનદાર ફિનાલે માટે કમર કસી રહી છે. ઉલ્લેખનીય છે કે, સીઆઈસી સીઝન 1 એ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જે 1 લાખ રજિસ્ટ્રેશનને પાર કરી ગઈ છે. જેમાં કુલ સંખ્યા હવે પ્રભાવશાળી 1,01,349 પર પહોંચી ગઈ છે. આ પહેલે 60થી વધુ દેશોના સહભાગીઓને આકર્ષ્યા છે. જે તેની વૈશ્વિક અપીલ અને પહોંચને રેખાંકિત કરે છે. પ્રતિભાના આ અપવાદરૂપ પૂલમાંથી, 750 ફાઇનલિસ્ટને ક્રિએટોસ્ફિયર ખાતે તેમની રચનાત્મક કુશળતા અને પરિણામો પ્રદર્શિત કરવાની તક મળશે - એક ખાસ રીતે ક્યુરેટેડ પ્લેટફોર્મ જે વેવ્સ 2025 ના ભાગરૂપે એનિમેશન, કોમિક્સ, એઆઇ, એક્સઆર, ગેમિંગ, મ્યુઝિક અને અન્યમાં નવીનતાને દર્શાવે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/WhatsAppImage2025-04-30at7.29.10PMRUAC.jpeg

ક્રિએટોસ્ફિયર એટલે શું?
ક્રિએટોસ્ફિયર એ નવીનતા અને ચાતુર્યનું નિમજ્જન બ્રહ્માંડ છે. જે વિચારોને અનુભવોમાં રૂપાંતરિત કરવા માટેના અંતિમ ગંતવ્ય તરીકે ક્યુરેટ કરવામાં આવ્યું છે. એક એવી જગ્યા જ્યાં સર્જકો કેન્દ્રસ્થાને હોય છે, તે મીડિયા અને મનોરંજનના વિવિધ ક્ષેત્રોમાં કલ્પના, પ્રયોગો અને કલાત્મક ઉત્કૃષ્ટતાની ભાવનાની ઉજવણી કરે છે - વર્ચ્યુઅલ રિયાલિટીથી માંડીને ફિલ્મો, વીએફએક્સથી માંડીને કોમિક્સ, એનિમેશનથી ગેમિંગ અને સંગીતથી માંડીને પ્રસારણ અને ડિજિટલ મીડિયા સુધી. અહીં, વિશ્વભરના ટોચના સર્જનાત્મક માનસ - "ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જીસ'ના ફાઇનલિસ્ટ - સંવાદને વેગ આપવા, નવીનતાને પ્રજ્વલિત કરવા, ભાગીદારીનું નિર્માણ કરવા અને ભારતની સર્જનાત્મક ઊર્જાને વૈશ્વિક પ્રેક્ષકો સાથે સાંકળીને તેમના કાર્યને પ્રદર્શિત કરવા એકઠા થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું "ક્રિએટ ઇન ઇન્ડિયા, ક્રિએટ ફોર ધ વર્લ્ડ"નું વિઝન અને મિશન  'ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જિસ'ના હાર્દમાં રહેલું છે અને તે તેના સૂત્ર 'કનેક્ટિંગ ક્રિએટર્સ, કનેક્ટિંગ કન્ટ્રીઝ'માં સામેલ છે. વેવ્સનો મુખ્ય ઘટક, આ પહેલ ભારતની રચનાત્મક મહત્વાકાંક્ષાની શક્તિશાળી અભિવ્યક્તિ તરીકે ઉભરી આવી છે. જેણે વૈશ્વિક મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં રાષ્ટ્રના વધતા નેતૃત્વની પુષ્ટિ કરી છે અને આ ક્ષેત્રના ભાવિને આકાર આપ્યો છે. તે ખરા અર્થમાં વસુધૈવ કુટુંબકમ એક પ્રાચીન ભારતીય ફિલસૂફી કે જે વિશ્વને એક પરિવાર તરીકે જુએ છે તેની ભાવનાને મૂર્તિમંત કરે છે.

ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ સિઝન 1નું સ્કેલ અને અસર અભૂતપૂર્વ છે. જે આ પહેલને વૈશ્વિક રચનાત્મક ચળવળમાં પરિવર્તિત કરે છે. 1,100થી વધુ આંતરરાષ્ટ્રીય એન્ટ્રીઓ સાથે, આ પડકારો તેમની પ્રથમ સિઝનમાં જ ખરા અર્થમાં વૈશ્વિક બની ગયા છે. ટોચની કક્ષાની જ્યુરીએ તેની ઊંડી સૂઝબૂઝ અને મજબૂત પસંદગી માપદંડો સાથે તમામ પડકારોમાં શ્રેષ્ઠ ફાઇનલિસ્ટ્સને શોર્ટલિસ્ટ કર્યા છે. જેથી ક્રિએટોસ્ફિયરમાં તેમની ચાતુર્યતા દર્શાવી શકાય - જેમાં ભારતના તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના તેમજ 20થી વધુ દેશોના સહભાગીઓનો સમાવેશ થાય છે. આ સિદ્ધિઓ ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ અને ક્રિએટોસ્ફિયરની વિવિધતા, ઉત્કૃષ્ટતા અને વૈશ્વિક પ્રતિધ્વનિને રેખાંકિત કરે છે.

 

ચાર ગતિશીલ દિવસોમાં પ્રતિનિધિઓ, સર્જકો અને સહભાગીઓ સર્જનાત્મકતા, શિક્ષણ અને વિવિધતામાં એકતાના જીવંત સંગમનો અનુભવ કરશે. ખાસ રીતે ક્યુરેટેડ માસ્ટરક્લાસ, પેનલ ડિસ્કશન, વર્કશોપ, પ્રેઝન્ટેશન અને શોકેસ દ્વારા ક્રિએટોસ્ફિયર વ્યાવસાયિક વાતાવરણમાં અર્થપૂર્ણ સંવાદ અને દૂરંદેશી ધરાવતા વિચારોને પ્રોત્સાહન આપે છે. તે એવીજીસી-એક્સઆર, બ્રોડકાસ્ટિંગ, ફિલ્મો, સંગીત, ડિજિટલ અને સોશિયલ મીડિયા જેવા ક્ષેત્રોને એકસાથે લાવે છે. વર્ચ્યુઅલ લોક, વીએફએક્સ વોલ્ટ, ફિલ્મ ફિએસ્ટા, એનિમેશન એલી, કોમિક કોના, મ્યુઝિક મેનિયા, એઆઇઆરડબલ્યુએવીએસ, ડિજિટલ ડોમેઇન અને ગેમ ઓન જેવા નવ વિશિષ્ટ ઝોન આ પડકારોના અગ્રણી પરિણામો દર્શાવશે.

આવતીકાલના યુવા સર્જકોને એક મંચ પ્રદાન કરવા માટે ક્રિએટોસ્ફિયર ભવ્ય 'ક્રિએટર્સ એવોર્ડ્સ' સમારંભનું પણ આયોજન કરે છે. જે 'ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જિસ'ના વિજેતાઓને પ્રતિષ્ઠિત 'વેવ્સ ક્રિએટ ક્રિએટર એવોર્ડ્સ' થી સન્માનિત કરતી રેડ કાર્પેટ ઇવેન્ટ છે. આ ગાલા સેલિબ્રેશનમાં એમએન્ડઇ ક્ષેત્રના જાણીતા કલાકારો, સેલિબ્રિટીઝ અને ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓની હાજરીમાં ક્રિએટિવ ચેમ્પિયન્સને ટોચનું સન્માન આપવામાં આવશે. મ્યુઝિકલ પડકારોના વિજેતાઓ તેમની સૌથી મોહક રચનાઓથી પ્રેક્ષકોને મોહિત કરશે. આમ ક્રિએટોસ્ફિયર નવીનતાના કેન્દ્ર અને સાંસ્કૃતિક કાર્નિવલ એમ બંને તરીકે સેવા આપે છે. જે ભારતની રચનાત્મક ક્ષમતાના બહુવિધ ભાગોની ઉજવણી કરે છે.

AP/IJ/GP/JD


Release ID: (Release ID: 2125610)   |   Visitor Counter: 25