વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
ભારત અને અમેરિકાના અધિકારીઓની વોશિંગ્ટનમાં બેઠક, દ્વિપક્ષીય વેપાર સમજૂતીની વાટાઘાટોમાં સકારાત્મક પ્રગતિ
Posted On:
29 APR 2025 3:11PM by PIB Ahmedabad
ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર ચાલી રહેલી ચર્ચાના ભાગરૂપે ભારતના વાણિજ્ય વિભાગ અને ઓફિસ ઓફ ધ અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના પ્રતિનિધિઓએ 23-25 એપ્રિલ, 2025 દરમિયાન વોશિંગ્ટન ડી.સી.માં બેઠક યોજી હતી. જે અગાઉ માર્ચ, 2025માં નવી દિલ્હીમાં યોજાયેલી દ્વિપક્ષીય ચર્ચાને અનુસરે છે.
વોશિંગ્ટન ડી.સી.માં યોજાયેલી બેઠકો દરમિયાન, ટીમે ટેરિફ અને નોન-ટેરિફ બાબતોને આવરી લેતા વ્યાપક વિષયો પર ફળદાયી ચર્ચા કરી હતી. ટીમે વર્ષ 2025ના અંત સુધીમાં પારસ્પરિક લાભદાયક, બહુ-ક્ષેત્રીય દ્વિપક્ષીય વેપાર સમજૂતીનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવા માટેના માર્ગની ચર્ચા કરી હતી, જેમાં પ્રારંભિક પારસ્પરિક જીત માટેની તકો સામેલ છે. એ મહત્વની વાત છે કે, વર્ચ્યુઅલ રીતે ક્ષેત્રીય નિષ્ણાત સ્તરની બેઠકો લાભદાયી રહી છે અને મેના અંતથી વ્યક્તિગત રીતે ક્ષેત્રીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ફળદાયી ચર્ચાઓ ફેબ્રુઆરી 2025 માં નેતાઓના નિવેદન અનુસાર દ્વિપક્ષીય પ્રયાસોનો એક ભાગ છે, જેના દ્વારા દ્વિપક્ષીય વેપાર કરાર દ્વારા ભારત-યુએસ આર્થિક સંબંધો અને સપ્લાય ચેઇન એકીકરણને વધુ આગળ વધારવા અને વિસ્તૃત કરવામાં આવશે.
AP/IJ/GP/JD
(Release ID: 2125179)
Visitor Counter : 28