પ્રધાનમંત્રીનું કાર્યાલય
રોજગાર મેળા અંતર્ગત પ્રધાનમંત્રી 26 એપ્રિલનાં રોજ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કરશે
प्रविष्टि तिथि:
25 APR 2025 6:55PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 એપ્રિલ, 2025ના રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવનિયુક્ત યુવાનોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.
રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને અનુરૂપ 15મો રોજગાર મેળો સમગ્ર દેશમાં 47 સ્થળોએ યોજાશે. તે યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં અસરકારક રીતે યોગદાન આપવા માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે.
દેશભરમાંથી પસંદ કરવામાં આવેલી નવી ભરતીઓ કેન્દ્ર સરકાર સાથે વિવિધ મંત્રાલયો/વિભાગોમાં જોડાશે, જેમાં મહેસૂલ વિભાગ, કર્મચારી અને જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, રેલવે મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય સહિત અન્ય મંત્રાલયો/વિભાગોનો સમાવેશ થાય છે.
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2124396)
आगंतुक पटल : 74
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam