યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

15 થી 30 મે 2025 દરમિયાન વિકસિત વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ યોજાશે; MY Bharat પ્લેટફોર્મ પર 23 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ


દેશભરમાંથી 500 MY Bharat યુવા સ્વયંસેવકો લેહ-લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 100 પસંદગીના ગામોમાં સમુદાયો સાથે સીધા કામ કરશે

સરહદી ગામોને નવી ઓળખ આપવા અને ભારતના સરહદી સમુદાયોને પરિવર્તિત કરવામાં યુવાનોને સશક્ત બનાવવાનો કાર્યક્રમ

Posted On: 25 APR 2025 2:16PM by PIB Ahmedabad

વિકસિત વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ એક સંયુક્ત પહેલ છે, જેનો ઉદ્દેશ ભારતની અંતરિયાળ સરહદી વિસ્તારોને પુનર્જીવિત કરવાનો છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની આગેવાની હેઠળ, ગૃહ મંત્રાલય સાથે સંકલન કરીને, આ કાર્યક્રમ સ્થાનિક શાસન સંસ્થાઓ અને ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી)ના સમર્થનથી અમલમાં મૂકવામાં આવશે. તેમાં લેહ-લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે 15 થી 30 મે 2025 સુધી ચાલશે.

આ પહેલ દેશભરના 500 માય ભારત સ્વયંસેવકોને સામેલ કરીને યુવાનોને સશક્ત બનાવશે, જેઓ પસંદ કરાયેલા 100 ગામોમાં સમુદાયો સાથે સીધી રીતે કામ કરશે. આ સ્વયંસેવકો વિવિધ પહેલો મારફતે પાયાના સ્તરે જોડાણ અને સામુદાયિક વિકાસને વેગ આપશે, જેમાં શૈક્ષણિક સમર્થન અને માળખાગત સુવિધામાં વૃદ્ધિથી માંડીને હેલ્થકેર અને સાંસ્કૃતિક જાળવણીનો સમાવેશ થાય છે. સ્થાનિક રહેવાસીઓને સાંકળીને અને યુવા નેતૃત્વની તાકાતનો લાભ લઈને આ કાર્યક્રમનો ઉદ્દેશ આ સરહદી વિસ્તારોમાં લાંબા સમય સુધી ચાલનારા, હકારાત્મક પરિવર્તન લાવવાનો છે.

વિકસિત વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ માટે નોંધણી સત્તાવાર રીતે 23 એપ્રિલ 2025ના રોજ માય ભારત પોર્ટલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ પરિવર્તનકારી તક માટે અરજી કરવા માટે ભારતભરના સ્વયંસેવકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 10 અને ભાગ લેનારા દરેક રાજ્યમાંથી 15 માય ભારત સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવશે. કુલ મળીને, 500 સ્વયંસેવકોને કાર્યક્રમની કરોડરજ્જુ તરીકે સેવા આપવા માટે પસંદ કરવામાં આવશે, જે ગામડાઓમાં પ્રવૃત્તિઓનું નેતૃત્વ અને સંકલન કરશે.

આ કાર્યક્રમના ભાગરૂપે, ઈમર્સિવ લર્નિંગ યાત્રાઓ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમો અને પાયાના સ્તરે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવી રહ્યા છે, જે યુવાનોને ભારતના સરહદી વિસ્તારોના વિશિષ્ટ સામાજિક-સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક તાણાવાણા સાથે સીધો સંવાદ કરવાની તક આપે છે.

આ કાર્યક્રમ 7 દિવસમાં શરૂ થશે, જેમાં દરેક દિવસ સામુદાયિક વિકાસના વિશિષ્ટ ક્ષેત્રને સમર્પિત રહેશે. આ પ્રવૃત્તિઓમાં સામેલ હશે, પરંતુ તે આના સુધી મર્યાદિત નથી:

1. સામુદાયિક જોડાણ

2. યુવા નેતૃત્વ વિકાસ

3. કલ્ચરલ પ્રમોશન

. આરોગ્યલક્ષી જાગૃતિ અને સહાય

5. કૌશલ્ય નિર્માણ અને શિક્ષણ

6. પર્યાવરણ સંરક્ષણની શ્રેષ્ઠ પ્રણાલિઓ

7. કારકિર્દી પરામર્શ સત્રો

8. રમતગમત, યોગ, ધ્યાન વગેરે જેવી તંદુરસ્તી પ્રવૃત્તિઓ

9. માય ડ્રીમ ઇન્ડિયા પર ઓપન માઇક, નિબંધ, ફાયરસાઇડ ચેટ વગેરે

જ્ઞાનનું હસ્તાંતરણ અને રાષ્ટ્રીય ચેતના

આ કાર્યક્રમ મારફતે યુવા નાગરિકોને સરહદી સમુદાયોના વારસા, સ્થિતિસ્થાપકતા અને સંભવિતતાનું અન્વેષણ કરવાની અને તેનું દસ્તાવેજીકરણ કરવાની તક મળશે. ડિજિટલ માધ્યમો, સામુદાયિક ચર્ચાઓ અને સંસ્થાગત પ્રસ્તુતિઓ મારફતે જ્યારે આ અનુભવોનું આદાનપ્રદાન કરવામાં આવશે, ત્યારે એ સુનિશ્ચિત થશે કે ભારતનાં સરહદી રહેવાસીઓનો અવાજ વ્યાપક રાષ્ટ્રીય અને વૈશ્વિક શ્રોતાઓ સુધી પહોંચે.

આ પહેલ યુવાનોને માત્ર સાક્ષી બનવા જ નહીં પરંતુ આ ક્ષેત્રોના વિકાસમાં સક્રિયપણે ફાળો આપવા માટે પ્રોત્સાહિત કરે છે - પછી ભલે તે શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, ટકાઉ કૃષિ અથવા સ્થાનિક શાસનમાં નવીન પ્રોજેક્ટ્સ દ્વારા હોય. આ ક્રિયાપ્રતિક્રિયા પરસ્પર આદર, ઊંડી રાષ્ટ્રીય એકતા અને સરહદી ગામોના ઉદભવને અલગ-અલગ ચોકીઓને બદલે 'સાંસ્કૃતિક દીવાદાંડી' તરીકે ઉભરી આવે છે.

વિસરાયેલાથી ગૌરવપ્રાપ્તિ સુધી: સરહદી ગામોને નવી ઓળખ આપવી

આ કાર્યક્રમ સરહદી ગામોના લાંબા સમયથી ચાલતા સ્ટીરિયોટાઇપને "નકશા પરનો છેલ્લો" હોવાનો નાશ કરવાનો પ્રયાસ કરે છે. તેના બદલે, તે 2047 સુધીમાં વિકસિત ભારત તરફની યાત્રામાં તેમને 'પ્રથમ ગામો' તરીકે ઉજવે છે. યુવાનોની સાતત્યપૂર્ણ ભાગીદારી મારફતે આ ગામોને તેમની ભાષા, કળા, સંગીત, સ્થાપત્ય અને વાર્તાઓ પ્રદર્શિત કરવા માટે એક મંચ પ્રદાન કરવામાં આવશે, જે તેમની ઓળખને ભૂરાજકીય બફરથી લઈને વારસા, નવીનતા અને રાષ્ટ્રીય ગૌરવના કેન્દ્રો સુધી ફરીથી વ્યાખ્યાયિત કરશે. વિકસિત વાઈબ્રન્ટ વિલેજીસ કાર્યક્રમ એ માત્ર એક સરકારી પ્રયાસ નથી- દેશના ખૂણે ખૂણે વિકાસ, ઓળખ અને ગરિમા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનું આ એક પેઢીગત મિશન છે, જેમાં યુવાનો આગળ વધી રહ્યા છે.

આ પહેલને શરૂ કરવા માટે મંત્રાલય દિલ્હીમાં ઓરિએન્ટેશન પ્રોગ્રામ હાથ ધરશે, જેમાં તમામ પસંદ કરાયેલા સ્વયંસેવકો સઘન બ્રીફિંગ અને તાલીમ સત્રમાંથી પસાર થશે. આ અભિગમ એ સુનિશ્ચિત કરશે કે સ્વયંસેવકો કાર્યક્રમના ઉદ્દેશો પાર પાડવા માટે સારી રીતે તૈયાર છે અને સ્થાનિક સમુદાયો સાથે અસરકારક રીતે જોડાવા માટે જરૂરી જ્ઞાનથી સજ્જ છે. ઓરિએન્ટેશન પ્રોગ્રામ સ્વયંસેવકોને નિર્ણાયક નેતૃત્વ કૌશલ્યો વિકસાવવા, ગ્રામીણ સમુદાયની જરૂરિયાતોમાં ઊંડી સમજ મેળવવા અને સ્થાનિક શાસન પ્રણાલીઓ સાથે તેમના પ્રયત્નોને કેવી રીતે સંકલિત કરવું તે શીખવા માટે એક અનન્ય તક પૂરી પાડશે.

આ માળખાનો હેતુ સ્વયંસેવકો માટે એક સુગ્રથિત શીખવાનો અનુભવ પૂરો પાડવાનો છે, જે સુનિશ્ચિત કરે છે કે તેઓ માત્ર ગામડાંના પરિવર્તનમાં જ ફાળો ન આપે, પરંતુ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વ્યક્તિગત અને વ્યાવસાયિક રીતે પણ વિકાસ કરે. આ પહેલ ભારતના સરહદી વિસ્તારોમાં સકારાત્મક પરિવર્તન માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે, જે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય સહભાગી બનવા માટે સશક્ત બનાવશે. યુવાનોને સ્થાનિક સમુદાયો સાથે સીધા જોડાણ માટેનું પ્લેટફોર્મ પ્રદાન કરીને, આ કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક ગૌરવ અને વ્યૂહાત્મક વિકાસની ભાવનાને પ્રોત્સાહન આપવા માંગે છે.

AP/IJ/GP/JD


(Release ID: 2124308) Visitor Counter : 23