રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ગઈકાલે સ્લોવેકિયામાં ભારતના રાષ્ટ્રપતિએ ભારતીય સમુદાયના સભ્યોને સંબોધન કર્યું


નવી દિલ્હી જતા પહેલા ભારતીય બિઝનેસ ડેલિગેશન સાથે વાતચીત કરી

Posted On: 11 APR 2025 6:53PM by PIB Ahmedabad

ગઈકાલે (10 એપ્રિલ, 2025) રાષ્ટ્રપતિએ બ્રાટિસ્લાવા ખાતે સ્લોવેકિયામાં ભારતના રાજદૂત દ્વારા આયોજિત રિસેપ્શનમાં ભારતીય સમુદાયના સભ્યોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે સાથે રાજયમંત્રી શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણીયા તેમજ સંસદ સભ્યો શ્રી ધવલ પટેલ અને શ્રીમતી સંધ્યા રે ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/PR111042025AP14.jpg

ભારતીય સમુદાયના સભ્યોની ઉત્સાહી જનમેદનીને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારત અને સ્લોવાકિયા વચ્ચેનાં સંબંધો પારસ્પરિક સન્માન અને સહિયારા લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત છે. તેમને એ જાણીને આનંદ થયો કે વર્ષોથી, ભારત અને સ્લોવેકિયામાં આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક સંબંધોમાં સતત વૃદ્ધિ જોવા મળી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/PR211042025X3WE.jpg

રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સ્લોવેકિયાની રાષ્ટ્રીય પરિષદના અધ્યક્ષ સાથેની તેમની ફળદાયી બેઠકો વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે તે બેઠકો દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં આપણા દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે સમુદાયના સભ્યોને જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન સ્લોવાક નેતાઓએ ભારતીય સમુદાયની સખત મહેનત અને સ્લોવાકિયાના વિકાસ અને પ્રગતિમાં તેમના મૂલ્યવાન યોગદાન માટે ખૂબ જ આદર વ્યક્ત કર્યો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/PR3110420258UCR.jpg

રાષ્ટ્રપતિએ ભારત અને સ્લોવાકિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો અને પરસ્પર સમજણને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા માટે ભારતના સ્લોવાક મિત્રોની પ્રશંસા કરી. તેમને એ જાણીને આનંદ થયો કે સ્લોવાક લોકોમાં ભારતનો વારસો અને પરંપરાઓ ખૂબ લોકપ્રિય છે. તેમણે જણાવ્યું હતું કે, યોગ અને આયુર્વેદથી માંડીને ભારતીય વાનગીઓ સુધી સ્લોવેકિયામાં ભારતીય સંસ્કૃતિ માટેનો પ્રેમ બંને દેશોનાં લોકો વચ્ચે વધી રહેલાં મજબૂત સંબંધોનો પુરાવો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઉપનિષદોનો સ્લોવાક ભાષામાં અનુવાદ કરવાથી સ્લોવાકના લોકોને ભારતના પ્રાચીન ઉપદેશો સાથે જોડાવાની વધુ એક તક મળશે.

AP/JY/GP/JD


(Release ID: 2121115) Visitor Counter : 40