મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય 8થી 22 એપ્રિલ, 2025 સુધી પોષણ પખવાડાની સાતમી આવૃત્તિની ઉજવણી કરશે


પોષણ પખવાડા 2025 ચાર મુખ્ય થીમ પર ભાર મૂકશે

કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી પોષણ પખવાડાના પહેલા અઠવાડિયા દરમિયાન ચાલી રહેલી પહેલોનું મૂલ્યાંકન કરવા માટે અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે

મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુર પોષણ પખવાડાના ઉદ્ઘાટન દિવસે વેબકાસ્ટ સંબોધન દ્વારા 18 ભાગીદાર મંત્રાલયો, રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગોના અધિકારીઓ અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના આંગણવાડી કાર્યકરોને સંબોધિત કરશે

Posted On: 07 APR 2025 3:18PM by PIB Ahmedabad

ભારત સરકારની કુપોષણને દૂર કરવાની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (MWCD) 8 એપ્રિલથી 22 એપ્રિલ 2025 દરમિયાન પોષણ પખવાડાની 7મી આવૃત્તિ ઉજવવા માટે તૈયાર છે. આ વર્ષે પોષણ પખવાડામાં ચાર મુખ્ય થીમ પર ભાર મૂકવામાં આવશે: જીવનના પ્રથમ 1000 દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું, પોષણ ટ્રેકરના લાભાર્થી/નાગરિક મોડ્યુલનું લોકપ્રિયકરણ, CMAM દ્વારા કુપોષણનું સંચાલન અને બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા માટે સ્વસ્થ જીવનશૈલી.

 

પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ એક મુખ્ય પહેલ, પોષણ અભિયાન, કુપોષણ સામે લડવા, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ, કિશોરીઓ અને 06 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પોષણ પરિણામો સુધારવાના તેના મિશનને ચાલુ રાખે છે. આ વર્ષનો પોષણ પખવાડામાં સામગ્રી, ડિલિવરી, આઉટરીચ અને પરિણામોને મજબૂત બનાવવામાં મદદ મળશે. વ્યાપક મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 ના ભાગ રૂપે, આ ​​પહેલ રોગો અને કુપોષણ સામે આરોગ્ય, સુખાકારી અને રોગપ્રતિકારક શક્તિને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

પોષણ પખવાડાનાં ઉદઘાટનનાં દિવસે ડબલ્યુસીડીનાં રાજ્ય મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુર 18 ભાગીદાર મંત્રાલયોનાં અધિકારીઓ, રાજ્ય ડબલ્યુસીડી વિભાગનાં અધિકારીઓ અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં આંગણવાડી કાર્યકર્તાઓને વેબકાસ્ટ મારફતે સંબોધન કરશે. વેબકાસ્ટ લિંક: https://webcast.gov.in/mwcd (બપોરે 12 વાગ્યે, 8 મી એપ્રિલ 2025 પર)

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી પખવાડાનાં પ્રથમ સપ્તાહમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે અને રાજ્યમાં મહિલાઓ અને બાળકો માટે સહકારને મજબૂત કરવાનાં ઉદ્દેશ સાથે ચાલી રહેલી પહેલોનું મૂલ્યાંકન કરશે. આ મુલાકાત કલ્યાણકારી સેવાઓમાં સુધારો કરવા અને નબળા જૂથોની સલામતી અને સુખાકારીને પ્રોત્સાહન આપવાના સરકારના સતત પ્રયત્નોને અનુરૂપ છે.

આ પોષણ પખવાડા પરિણામલક્ષી રહેશે. તેનો ઉદ્દેશ ઘરની મુલાકાત, સામુદાયિક પહોંચ કાર્યક્રમો, ગામ, તાલુકા અને જિલ્લા સ્તરે કેમ્પ મારફતે મૂળભૂત સ્તરે પોષણ સંબંધિત પરિણામો સુધારવા વિવિધ હિતધારકોને એકમંચ પર લાવવાનો છે. તેમાં સમુદાયને સાકલ્યવાદી પોષણ વિશે શિક્ષિત કરવા, વિશિષ્ટ સ્તનપાન અને પૂરક આહારને પ્રોત્સાહન આપવા અને સામુદાયિક સશક્તિકરણ અને સામેલગીરીના સાધન તરીકે પોષણ ટ્રેકરના લાભાર્થી/નાગરિક મોડ્યુલને લોકપ્રિય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

પોષણ અભિયાનની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં દેશભરમાં 6 સફળ પોષણ પખવાડિયાના કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. પોષણ પખવાડિયા દરમિયાન હાથ ધરવામાં આવતી જન આંદોલન પ્રવૃત્તિઓ આ મંત્રાલય પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં મજબૂત સમન્વય તત્વ પણ છે, જેમાં ભાગીદાર મંત્રાલયો એટલે કે; ગ્રામીણ વિકાસ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, જલ શક્તિ મંત્રાલય, પંચાયતી રાજ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય વગેરે પણ આ સમયગાળા દરમિયાન વિવિધ કાર્યક્રમો/અભિયાનોનું આયોજન કરે છે. પોષણ પખવાડિયા 2025 અંતર્ગત દેશભરમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા આયોજિત વિવિધ પ્રવૃત્તિઓ/કાર્યક્રમો 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને પણ મજબૂતપણે પ્રતિબિંબિત કરશે.

વ્યાપક સામુદાયિક જોડાણ મારફતે પોષણ પખવાડા 2025 વ્યક્તિગત, સમુદાય અને રાષ્ટ્રીય એમ દરેક સ્તરે પોષણના મહત્વ પર જાગૃતિ લાવવાનું પોતાનું ધ્યેય જાળવી રાખશે અને પ્રધાનમંત્રીના વિઝન સાથે સુસંગત રહીને સુપોશિત ભારતને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરશે.

AP/IJ/GP/JD


(Release ID: 2119890) Visitor Counter : 33