વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
પ્રેસ વિજ્ઞપ્તિ
Posted On:
03 APR 2025 2:13PM by PIB Ahmedabad
અમેરિકન રાષ્ટ્રપતિએ પારસ્પરિક ટેરિફ પર એક કાર્યકારી આદેશ જારી કર્યો છે. જેમાં તમામ વેપાર ભાગીદારો પાસેથી આયાત પર 10% થી 50% સુધીની વધારાની એડ-વેલોરમ ડ્યુટી લાદવામાં આવી છે. 10%ની બેઝલાઇન ડ્યુટી 05 એપ્રિલ, 2025 થી અમલમાં આવશે અને બાકીની દેશ-વિશિષ્ટ વધારાની એડ-વેલોરમ ડ્યુટી 09 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. એક્ઝિક્યુટિવ ઓર્ડરના પરિશિષ્ટ I મુજબ ભારત પર વધારાની ડ્યુટી 27% છે.
વાણિજ્ય વિભાગ અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા વિવિધ પગલાં / જાહેરાતોના પરિણામોની કાળજીપૂર્વક તપાસ કરી રહ્યું છે. વિકસિત ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને, વિભાગ ભારતીય ઉદ્યોગ અને નિકાસકારો સહિત તમામ હિસ્સેદારો સાથે મળીને વધારાના શુલ્ક અંગે મૂલ્યાંકન પ્રતિસાદ લઈ રહ્યો છે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યો છે. વિભાગ યુએસ વેપાર નીતિમાં આ નવા ઘટનાક્રમને કારણે ઉભી થઇ શકે તેવી તકોનો પણ અભ્યાસ કરી રહ્યો છે.
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે 13 ફેબ્રુઆરી 2025ના રોજ 'મિશન 500' ની જાહેરાત કરી હતી - જેનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણાથી પણ વધારીને 500 અબજ યુએસ ડોલર કરવાનો છે. તે મુજબ, પરસ્પર લાભદાયી, બહુ-ક્ષેત્રીય દ્વિપક્ષીય વેપાર કરારના ઝડપી નિષ્કર્ષ માટે ભારતીય અને અમેરિકાની વેપાર ટીમો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. આ કરારમાં પુરવઠા શૃંખલાના એકીકરણને વિસ્તૃત બનાવવા સહિત પરસ્પર હિતના વિવિધ મુદ્દાઓનો સમાવેશ થાય છે. ચાલુ વાટાઘાટો બંને દેશોને વેપાર, રોકાણ અને ટેકનોલોજી ટ્રાન્સફર વધારવા સક્ષમ બનાવવા પર કેન્દ્રિત છે. અમે આ મુદ્દાઓ પર ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છીએ અને આગામી દિવસોમાં તેને આગળ વધારવાની અપેક્ષા રાખીએ છીએ.
ભારત યુનાઇટેડ સ્ટેટ્સ સાથેની તેની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને મહત્વ આપે છે અને 21મી સદી માટે ભારત-યુએસ 'લશ્કરી ભાગીદારી, ઝડપી વાણિજ્ય અને ટેકનોલોજી માટે ઉત્પ્રેરક તકો' (કેટેલાઈઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મિલિટરી પાર્ટનરશીપ, એક્સલરેટેડ કોમર્સ એન્ડ ટેકનોલોજી-COMPACT)ને અમલમાં મૂકવા માટે યુએસ સાથે નજીકથી કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. જેથી ખાતરી કરી શકાય કે આપણા વેપાર સંબંધો પરસ્પર સમૃદ્ધિનો આધારસ્તંભ રહે અને ભારત અને યુએસના લોકોના લાભ માટે પરિવર્તનકારી પરિવર્તન લાવે.
AP/IJ/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2118225)
Visitor Counter : 42