વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ગતિશીલતામાં ક્રાંતિકારી બદલાવ


મેક ઇન ઇન્ડિયા ઓટો સ્ટોરી

Posted On: 25 MAR 2025 5:39PM by PIB Ahmedabad

કી ટેકવેઝ

  • મેક ઇન ઇન્ડિયાએ સ્થાનિક કાર ઉત્પાદન અને ઇવી મેન્યુફેક્ચરિંગને વેગ આપ્યો છે.
  • ભારતની રાષ્ટ્રીય જીડીપીમાં ઓટોમોબાઇલ ક્ષેત્રનું યોગદાન આશરે 6 ટકા છે.
  • વાહનોનું ઉત્પાદન 20 લાખ (1991-92)થી વધીને 28 મિલિયન (2023-24) થયું છે.
  • નાણાકીય વર્ષ 2023-24માં ઓટોમોબાઇલની નિકાસ 4.5 મિલિયન યુનિટ સુધી પહોંચી હતી.
  • છેલ્લાં ચાર વર્ષમાં 36 અબજ અમેરિકન ડોલરનું એફડીઆઇ આકર્ષવામાં આવ્યું છે.
  • 4.4 મિલિયન ઇવી નોંધાયેલા છે, જેમાં 6.6% બજારમાં પ્રવેશ થયો છે.
  • ઇવી અને બેટરી ઉત્પાદનને ટેકો આપતી પીએલઆઈ અને પીએમ ઇ-ડ્રાઇવ યોજનાઓ.
  • ઇવી પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે.
  • ભારતનું ઓટો કમ્પોનન્ટ સેક્ટર જીડીપીમાં 2.3 ટકાનું  યોગદાન આપે છે અને 15 લાખ લોકોને સીધી રોજગારી આપે છે.
  • નાણાકીય વર્ષ 2016-નાણાકીય વર્ષ 24થી આ સેક્ટર 8.63%ના સીએજીઆર પર વૃદ્ધિ પામી હતી.
  • નાણાકીય વર્ષ 2024માં નિકાસ 21.2 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે અને 2026  સુધીમાં 30 અબજ અમેરિકન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે.
  • સરકાર ઇલેક્ટ્રિક ગતિશીલતા અને અદ્યતન ઓટોમોટિવ તકનીકોને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી  છે.

 

પરિચય

વર્ષ 2014માં શરૂ થયેલી મેક ઇન ઇન્ડિયા પહેલે ભારતના ઓટોમોબાઇલ ઉદ્યોગમાં નોંધપાત્ર પરિવર્તન કર્યું છે, જેણે સ્થાનિક કાર ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું છે અને ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) ઉત્પાદનને વેગ આપ્યો છે. છેલ્લા એક દાયકામાં નીતિગત સુધારાઓ, રાજકોષીય પ્રોત્સાહનો અને માળખાગત વિકાસે ભારતને ચાવીરૂપ વૈશ્વિક ઓટોમોટિવ હબ તરીકે સ્થાન આપ્યું છે. આ ક્ષેત્રએ નોંધપાત્ર રોકાણો આકર્ષ્યા છે, નવીનતાને વેગ આપ્યો છે અને સ્થાનિકીકરણમાં વધારો કર્યો છે, જે આર્થિક વૃદ્ધિ અને ટકાઉપણામાં ફાળો આપે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001GRW1.png

ભારતીય ઓટો ઉદ્યોગ સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્રોમાંનો એક છે. તેણે 1991માં આ ક્ષેત્રને લાઇસન્સ રદ કરવાની સાથે નવી સફર શરૂ કરી હતી અને ત્યારબાદ 'ઓટોમેટિક રૂટ' મારફતે 100 ટકા એફડીઆઇ માટે મંજૂરી આપી હતી. ત્યારથી લગભગ તમામ વૈશ્વિક કંપનીઓએ ભારતમાં તેમની ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરી છે, જે વાહનોના ઉત્પાદનનું સ્તર 1991-92માં 2 મિલિયનથી વધીને 2023-24માં લગભગ 28 મિલિયન થઈ ગયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002OJWD.jpg

ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગનું ટર્નઓવર આશરે 240 અબજ ડોલર (20 લાખ કરોડ) છે, જે દેશના અર્થતંત્ર અને ઉત્પાદન ક્ષેત્રમાં મોટો ફાળો આપે છે. ભારે ઉદ્યોગ મંત્રાલયના વાર્ષિક અહેવાલ 2024-25 મુજબ લગભગ 30 મિલિયન નોકરીઓ (ડાયરેક્ટ: 4.2 મિલિયન અને ઇનડાયરેક્ટ: 26.5 મિલિયન) ભારતીય ઓટો ઉદ્યોગ દ્વારા સમર્થિત છે. ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગે આશરે 35 અબજ ડોલરની કિંમતના વાહનો અને ઓટો ભાગોની નિકાસ કરી હતી. ગ્લોબલ સ્ટેન્ડિંગની દ્રષ્ટિએ ભારત થ્રી-વ્હીલર્સનો સૌથી મોટો ઉત્પાદક દેશ છેજે વિશ્વમાં ટુ-વ્હીલર્સના ટોચના 2 ઉત્પાદકોમાં સામેલ છે,  પેસેન્જર વાહનોના ટોચના 4 ઉત્પાદકોમાં એક છે, વિશ્વના ટોચના 5 કોમર્શિલય વાહનોના ઉત્પાદકોમાંનો એક છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003VXX3.jpg

ભારતમાં ઓટો કોમ્પોનેન્ટ્સ ઉદ્યોગ

ઓટો કમ્પોનન્ટ ક્ષેત્ર એ ભારતના ઉત્પાદન ઉદ્યોગના મુખ્ય આધારસ્તંભોમાંનું  એક છે, જે સ્થાનિક વાહન ઉત્પાદકોને મહત્વપૂર્ણ ભાગો અને સિસ્ટમ્સનો પુરવઠો પૂરો પાડે  છે  અને મુખ્ય વૈશ્વિક બજારોમાં નિકાસ કરે છે. આ ઉદ્યોગ એન્જિનના ભાગો, ટ્રાન્સમિશન સિસ્ટમ્સ, બ્રેકિંગ સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઘટકો, બોડી અને ચેસિસ ભાગો અને વધુ સહિતના ઉત્પાદનોના વિશાળ સ્પેક્ટ્રમને આવરી લે છે. ખર્ચ સ્પર્ધાત્મકતા, કુશળ કાર્યબળ અને મજબૂત નીતિગત સાથ સહકારને કારણે ભારત ઓટો કોમ્પોનન્ટ ઉત્પાદન માટે પસંદગીનું સ્થળ બની ગયું છે. ઓટો કમ્પોનન્ટ સેક્ટર 2030 સુધીમાં 100 અબજ ડોલરના નિકાસ લક્ષ્યાંક  સુધી પહોંચવાની અપેક્ષા છે, જે આ ક્ષેત્રને  દેશના સૌથી મોટા રોજગાર સર્જકોમાંનું એક બનાવશે.

ઓટો કમ્પોનન્ટ્સ ઉદ્યોગનું વિહંગાવલોકન

GDPમાં યોગદાન

2.3%

સીધો રોજગાર

1.5 મિલિયન લોકો

ઔદ્યોગિક ટર્નઓવર (FY24)

6.14 લાખ કરોડ રૂપિયા (74.1 અબજ અમેરિકન ડોલર)

સ્થાનિક OEM સપ્લાય શેર

54%

નિકાસ હિસ્સો

18%

સીએજીઆર (FY16-FY24)

8.63%

નિકાસ મૂલ્ય (FY24)

21.2 અબજ અમેરિકન ડોલર

અંદાજિત નિકાસ (2026)

30 અબજ અમેરિકન ડોલર

 

ભારતની જીડીપીમાં ભારતનું ઓટો કમ્પોનન્ટ સેક્ટર 2.3 ટકાનું  યોગદાન આપે છે, જે 15 લાખથી વધુ  લોકોને સીધી રોજગારી આપે છે. નાણાકીય વર્ષ 2024માં આ ક્ષેત્રનું ટર્નઓવર રૂ. 6.14 લાખ કરોડ (74.1 અબજ અમેરિકન ડોલર) હતું, જેમાં સ્થાનિક ઓઇએમ સપ્લાય 54 ટકા અને નિકાસમાં 18 ટકાનો ફાળો હતો. નાણાકીય વર્ષ 2016-24માં આ ઉદ્યોગ 8.63 ટકાના સીએજીઆર પર વધ્યો છે. નાણાકીય વર્ષ 2024માં નિકાસ 300 મિલિયન અમેરિકન ડોલરની ટ્રેડ સરપ્લસ સાથે 21.2 અબજ અમેરિકન ડોલર સુધી પહોંચી ગઈ  હતી અને  2026 સુધીમાં તે 30 અબજ અમેરિકન ડોલરને આંબી જવાની ધારણા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004W0R5.png

ભારતીય ઓટો કમ્પોનન્ટ્સ ઉદ્યોગ વાર્ષિક ધોરણે તેના ઉત્પાદનના 25 ટકાથી વધુની નિકાસ કરે છે. નાણાકીય વર્ષ 28 સુધીમાં, ભારતીય ઓટો ઉદ્યોગ આયાતમાં ઘટાડો કરીને અને "ચાઇના પ્લસ વન"  વલણનો લાભ લઈને ઇલેક્ટ્રિક મોટર્સ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન જેવા અદ્યતન ઘટકોના સ્થાનિકીકરણને  વેગ આપવા માટે 7 અબજ અમેરિકન ડોલરનું રોકાણ કરવાનું લક્ષ્ય ધરાવે છે. 2023માં ઓટો કમ્પોનન્ટ ઉદ્યોગે બે વર્ષમાં આયાતમાં 5.8%નો ઘટાડો હાંસલ કર્યો હતો. ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEM)ને વેચવામાં આવતા મોટા ભાગના ઘટકોમાં એન્જિન કમ્પોનન્ટ્સ (26 ટકા), બોડી/ચેસિસ/બીઆઈડબ્લ્યુ (14 ટકા), સસ્પેન્શન અને બ્રેકિંગ (15 ટકા), ડ્રાઇવ ટ્રાન્સમિશન અને સ્ટીયરિંગ (13 ટકા) અને ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ (11 ટકા)નો સમાવેશ થાય છે. મુખ્ય નિકાસ યુરોપ (6.89 અબજ અમેરિકન ડોલર)માં થાય છે, ત્યારબાદ ઉત્તર અમેરિકા (6.19 અબજ અમેરિકન ડોલર) અને એશિયા (5.15 અબજ અમેરિકન ડોલર)નો ક્રમ આવે છે.

સ્થાનિક ઓટોમોબાઇલ ઉત્પાદનમાં વૃદ્ધિ

ભારતના રાષ્ટ્રીય જીડીપીમાં ઓટોમોબાઇલ ક્ષેત્રનો ફાળો આશરે 6 ટકા છે, નાણાકીય વર્ષ 2023-24માં તમામ કેટેગરીમાં નિકાસ 4.5 મિલિયન યુનિટ સુધી પહોંચી છે, જેમાં 6.72 મિલિયન પેસેન્જર વાહનો અને 3.45 મિલિયન 2-વ્હીલર્સનો સમાવેશ થાય છે.  સ્કોડા ઓટો ફોક્સવેગન ઇન્ડિયા જેવી વૈશ્વિક ઓટોમોટિવ કંપનીઓ તેમના ઉત્પાદનનો 30 ટકા હિસ્સો નિકાસ કરે છે અને મારુતિ સુઝુકી વાર્ષિક આશરે 2.8 લાખ યુનિટની નિકાસ કરે છે, જે આ વલણનું ઉદાહરણ આપે છે.

આ ક્ષેત્રએ  છેલ્લાં ચાર વર્ષમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)માં 36 અબજ ડોલરનું રોકાણ આકર્ષ્યું છે, જે વૈશ્વિક ઓટોમોટિવ પરિદ્રશ્યમાં ભારતની વધતી જતી મહત્તા પર પ્રકાશ ફેંકે છે. મુખ્ય આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ નોંધપાત્ર પ્રતિબદ્ધતાઓ કરી રહ્યા છે, જેમાં હ્યુન્ડાઇ 4 અબજ ડોલર (રૂ. 33,200 કરોડ)ના વિસ્તરણની યોજના ધરાવે છે, જ્યારે મર્સિડીઝ બેન્ઝે 360 મિલિયન ડોલર (રૂ. 3,000 કરોડ)નું વચન આપ્યું છે. તાજેતરમાં ટોયોટાએ   તેની ક્ષમતા વધારવા માટે 2.3 અબજ ડોલર (રૂ. 20,000 કરોડ)ના રોકાણની જાહેરાત કરી  હતી.

ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) મેન્યુફેક્ચરિંગ તેજી

દેશ ટકાઉ ગતિશીલતામાં પણ આગળ વધી રહ્યો છે, ઓગસ્ટ 2024 સુધીમાં 4.4 મિલિયન ઇલેક્ટ્રિક વાહનો (EV) નોંધાયા છે, જેમાં 2024ના પ્રથમ આઠ મહિનામાં 9.5 લાખનો સમાવેશ થાય છે, જેણે 6.6% બજારમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો છે. આ વૃદ્ધિને સમર્થન આપવા માટે, સરકારે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ ફોર એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ (ACC) બેટરી સ્ટોરેજ જેવી પહેલનો અમલ કર્યો છે. 2024-25ના બજેટમાં, સરકારે ફેમ યોજના હેઠળ રૂ. 2,671.33 કરોડની ફાળવણી કરી હતી અને ઇવી સેલ ઘટકોના ઉત્પાદન માટે જરૂરી મહત્વપૂર્ણ ખનિજોની આયાતમાંથી કસ્ટમ્સ ડ્યુટીની મુક્તિનો પ્રસ્તાવ મૂક્યો હતો.

વધુમાં, માર્ચ 2024માં ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ (EMPS) ચાર મહિના માટે રૂ. 500 કરોડના ખર્ચ સાથે શરૂ કરવામાં આવી હતી, ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનોમાં સંક્રમણને ઝડપી બનાવવા માટે ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટને ટેકો આપવાનું લક્ષ્ય હતું. આ પહેલો જમ્મુ-કાશ્મીરમાં લિથિયમ ડિપોઝિટની તાજેતરની શોધ સાથે સુસંગત છે, જે ભારતને આગામી વર્ષોમાં વૈશ્વિક બેટરી ઉત્પાદન ઉદ્યોગમાં મુખ્ય ખેલાડી બનવાની તક આપે છે. ભારતીય ઇવી ક્ષેત્ર પણ તે જ રીતે ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને 2029માં 113.99 અબજ ડોલરની વૃદ્ધિ નોંધાવવાની આગાહી કરવામાં આવી છે.

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM) દ્વારા પ્રદાન કરવામાં આવેલા ઇનપુટ અનુસાર, છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)નું કુલ વાર્ષિક ઉત્પાદન વર્ષ પ્રમાણે નીચે મુજબ છેઃ

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0054QDE.jpg

ભારે ઉદ્યોગ મંત્રાલયે ઇલેક્ટ્રિક વાહનો (EV)ને પ્રોત્સાહન આપવા અને દેશમાં ચાર્જિંગ સ્ટેશનોની ઉપલબ્ધતા અને સુલભતા સહિત ઇલેક્ટ્રિક મોબિલિટીના સ્વીકારમાં આવતા વિવિધ પડકારોનું સમાધાન કરવા માટે નીચેની યોજનાઓ તૈયાર કરી છે.

  1. ભારતમાં (હાઇબ્રિડ અને) ઇલેક્ટ્રિક વાહનોનું ઝડપી એડોપ્શન અને ઉત્પાદન (ફેમ ઇન્ડિયા) યોજના તબક્કો-II: સરકારે આ યોજના 1 એપ્રિલ, 2019થી પાંચ વર્ષના સમયગાળા માટે લાગુ કરી છે, જેમાં કુલ રૂ. 11,500 કરોડના બજેટ સહાયનો સમાવેશ થાય છે. આ યોજનામાં e-2W, e-3W, e-4W, e-બસો અને EV પબ્લિક ચાર્જિંગ સ્ટેશનોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ભારે ઉદ્યોગ વિભાગે બીજા તબક્કા હેઠળ 24 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 62 શહેરોમાં 2636 ચાર્જિંગ સ્ટેશનોને પણ મંજૂરી આપી છે. આ ચાર્જિંગ સ્ટેશનોની રાજ્યવાર ફાળવણી નીચે મુજબ છે:

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006S1VT.png

  1. ભારતમાં ઓટોમોબાઇલ અને ઓટો કોમ્પોનેન્ટ ઇન્ડસ્ટ્રી માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના (PLI-AUTO): સરકારે રૂ. 25,938 કરોડનાં અંદાજપત્રીય ખર્ચ સાથે એડવાન્સ ઓટોમોટિવ ટેકનોલોજી (AAT) ઉત્પાદનો માટે ભારતની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ભારતમાં ઓટોમોબાઇલ અને ઓટો કોમ્પોનેન્ટ ઉદ્યોગ માટે 23 સપ્ટેમ્બર, 2021નાં રોજ આ યોજનાને સૂચિત કરી હતી.. આ યોજનામાં ઓછામાં ઓછા 50 ટકા સ્થાનિક મૂલ્ય સંવર્ધન (DVA) સાથે એએટી ઉત્પાદનોના સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ વેલ્યુ ચેઇનમાં રોકાણ આકર્ષવા નાણાકીય પ્રોત્સાહનોની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

વિશેષતા

વિગતો

બજેટ ખર્ચ

25,938 કરોડ રૂપિયા

લક્ષ્ય વર્ષો

નાણાકીય વર્ષ 2022-23 થી નાણાકીય વર્ષ 2026-27 સુધી

સ્થાનિક મૂલ્ય સંવર્ધન

ન્યૂનતમ 50%

ફોકસ

એડવાન્સ ઓટોમોટિવ ટેકનોલોજી (AAT) પ્રોડક્ટ્સ

લક્ષિત ટેક્નોલોજીઓ

ઇલેક્ટ્રિક વાહનો (EV) અને હાઇડ્રોજન ફ્યુઅલ-સેલ કોમ્પોનેન્ટ્સ

ઇવી અને હાઇડ્રોજન ફ્યુઅલ-સેલ ઘટકો માટે પ્રોત્સાહનો

13% - 18%

એએટી ઘટકો માટે પ્રોત્સાહનો

8% - 13%

રોકાણનું આકર્ષણ

વૈશ્વિક OEMs

યોગ્યતા

સ્થાનિક અને નિકાસ બંનેનું વેચાણ

  • iii. એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ (ACC) માટે પીએલઆઈ યોજના: સરકારે 12 મે, 2021ના રોજ દેશમાં એસીસીના ઉત્પાદન માટે પીએલઆઈ યોજનાને મંજૂરી આપી હતી, જેમાં રૂ. 18,100 કરોડના અંદાજપત્રીય ખર્ચનો સમાવેશ થાય છે. આ યોજનાનો હેતુ એસીસી બેટરીઓની 50 જીડબ્લ્યુએચ માટે એક સ્પર્ધાત્મક ઘરેલું ઉત્પાદન ઇકોસિસ્ટમ સ્થાપિત કરવાનો છે.
  • iv. પ્રધાનમંત્રી ઇલેક્ટ્રિક ડ્રાઇવ ક્રાંતિ ઇન ઇનોવેટિવ વ્હિકલ એન્હાન્સમેન્ટ (પીએમ ઇ-ડ્રાઇવ) સ્કીમઃ રૂ. 10,900 કરોડનાં ખર્ચ સાથેની આ યોજનાને 29 સપ્ટેમ્બર, 2024નાં રોજ નોટિફાઇડ કરવામાં આવી હતી. બે વર્ષની યોજના છે, જેનો ઉદ્દેશ ઇ-2ડબ્લ્યુ, -3ડબલ્યુ, -ટ્રક, -બસ, -એમ્બ્યુલન્સ, ઇવી પબ્લિક ચાર્જિંગ સ્ટેશન અને વાહન પરીક્ષણ એજન્સીઓના અપગ્રેડેશન સહિતના ઇલેક્ટ્રિક વાહનોને ટેકો આપવાનો છે.
  1. પ્રધાનમંત્રી ઇ-બસ સેવા-ચુકવણી સુરક્ષા વ્યવસ્થા (PSM) યોજના: 28 ઓક્ટોબર, 2024ના રોજ અધિસૂચિત આ યોજના રૂ. 3,435.33 કરોડનો ખર્ચ ધરાવે છે અને તેનો ઉદ્દેશ 38,000થી વધારે ઇલેક્ટ્રિક બસોની તૈનાતીને ટેકો આપવાનો છે. આ યોજનાનો ઉદ્દેશ જાહેર પરિવહન સત્તામંડળો (PTA) દ્વારા ડિફોલ્ટના કિસ્સામાં ઇ-બસ ઓપરેટરોને ચુકવણી સુરક્ષા પ્રદાન કરવાનો છે.
  • vi. ભારતમાં ઇલેક્ટ્રિક કારનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે યોજના (SMEC) 15 માર્ચ, 2024નાં રોજ ભારતમાં ઇલેક્ટ્રિક કારનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સૂચિત કરવામાં આવી હતી. આ માટે અરજદારોએ ઓછામાં ઓછું રૂ. 4,150 કરોડનું રોકાણ કરવું પડશે અને ત્રીજા વર્ષના અંતે લઘુતમ 25 ટકા ડીવીએ હાંસલ કરવું પડશે અને પાંચમા વર્ષના અંતે 50 ટકા ડીવીએ હાંસલ કરવું પડશે.

અન્ય મંત્રાલયો દ્વારા લેવામાં આવેલા પગલાંમાં નીચેની પહેલો સામેલ છેઃ

  1. વીજ મંત્રાલયે 17 સપ્ટેમ્બર, 2024ના રોજ  ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે માર્ગદર્શિકા અને માપદંડો જારી કર્યા છે, જેનું શીર્ષક છે, "ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇન્સ્ટોલેશન અને ઓપરેશન માટે માર્ગદર્શિકા" છે. આ સંશોધિત માર્ગદર્શિકાઓ દેશમાં કનેક્ટેડ અને ઇન્ટરઓપરેબલ ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક બનાવવા માટે માપદંડો અને પ્રોટોકોલની રૂપરેખા આપે છે.
  2. નાણાં મંત્રાલયે ઇવી પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધો છે.
  • iii. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MORTH) જાહેરાત કરી હતી કે બેટરીથી ચાલતા વાહનોને ગ્રીન પ્લેટ આપવામાં આવશે અને તેમને પરમિટની જરૂરિયાતોમાંથી મુક્તિ આપવામાં આવશે.
  • iv. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મોડેલ બિલ્ડિંગ બાય-લોમાં સુધારો કર્યો છે, જેમાં ખાનગી અને વાણિજ્યિક ઇમારતોમાં ચાર્જિંગ સ્ટેશનોનો સમાવેશ ફરજિયાત કરવામાં આવ્યો છે.

નિષ્કર્ષ

મેક ઇન ઇન્ડિયા પહેલે ભારતના ઓટોમોબાઇલ ક્ષેત્ર અને ઇન્ડીના ઓટો કમ્પોનન્ટ સેક્ટરમાં અભૂતપૂર્વ વૃદ્ધિને વેગ આપ્યો છે, જેણે સ્થાનિક કાર ઉત્પાદન અને ઇવી મેન્યુફેક્ચરિંગમાં નોંધપાત્ર વધારો કર્યો છે. સાતત્યપૂર્ણ નીતિગત ટેકો, રોકાણનો પ્રવાહ અને ટેકનોલોજીને લગતી પ્રગતિ મારફતે ભારત ઓટોમોટિવ અને ઇલેક્ટ્રિક મોબિલિટીમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનવાનાં માર્ગે અગ્રેસર છે તથા ઓટોમોટિવ ક્ષેત્રમાં વધારે સ્વનિર્ભરતા હાંસલ કરવાનાં માર્ગે અગ્રેસર છે.

સંદર્ભો

https://e-amrit.niti.gov.in/national-level-policy

https://www.investindia.gov.in/sector/automobile

https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2084148

https://www.makeinindia.com/6-superstar-sectors-boosting-make-india

https://sansad.in/getFile/annex/266/AU2160_wHAoIx.pdf?source=pqars

https://www.startupindia.gov.in/content/sih/en/bloglist/blogs/automobiles.html

https://www.heavyindustries.gov.in/sites/default/files/2025-02/heavy_annual_report_2024-25_final_27.02.2025_compressed.pdf

https://sansad.in/getFile/loksabhaquestions/annex/183/AU1262_4BzeHa.pdf?source=pqals

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2024/sep/doc2024925401801.pdf

https://www.investindia.gov.in/sector/auto-components

https://heavyindustries.gov.in/pli-scheme-automobile-and-auto-component-industry

https://www.myscheme.gov.in/schemes/plisaaci

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2053179

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2085938

https://invest.up.gov.in/auto-components-sector/

પીડીએફમાં જોવા માટે અહીં ક્લિક કરો:

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2115160) Visitor Counter : 45


Read this release in: English , Urdu , Hindi , Bengali