@font-face { font-family: 'Poppins'; src: url('/fonts/Poppins-Regular.ttf') format('truetype'); font-weight: 400; font-style: normal; } body { font-family: 'Poppins', sans-serif; } .hero { background: linear-gradient(to right, #003973, #e5e5be); color: white; padding: 60px 30px; text-align: center; } .hero h1 { font-size: 2.5rem; font-weight: 700; } .hero h4 { font-weight: 300; } .article-box { background: white; border-radius: 10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 40px 30px; margin-top: -40px; position: relative; z-index: 1; } .meta-info { font-size: 1em; color: #6c757d; text-align: center; } .alert-warning { font-weight: bold; font-size: 1.05rem; } .section-footer { margin-top: 40px; padding: 20px 0; font-size: 0.95rem; color: #555; border-top: 1px solid #ddd; } .global-footer { background: #343a40; color: white; padding: 40px 20px 20px; margin-top: 60px; } .social-icons i { font-size: 1.4rem; margin: 0 10px; color: #ccc; } .social-icons a:hover i { color: #fff; } .languages { font-size: 0.9rem; color: #aaa; } footer { background-image: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); } body { background: #f5f8fa; } .innner-page-main-about-us-content-right-part { background:#ffffff; border:none; width: 100% !important; float: left; border-radius:10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 0px 30px 40px 30px; margin-top: 3px; } .event-heading-background { background: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); color: white; padding: 20px 0; margin: 0px -30px 20px; padding: 10px 20px; } .viewsreleaseEvent { background-color: #fff3cd; padding: 20px 10px; box-shadow: 0 .5rem 1rem rgba(0, 0, 0, .15) !important; } } @media print { .hero { padding-top: 20px !important; padding-bottom: 20px !important; } .article-box { padding-top: 20px !important; } }
WAVES BANNER 2025
માહિતી અને પ્રસારણ મંત્રાલય

એનિમેશન ફિલ્મ નિર્માતાઓની સ્પર્ધા (AFC): WAVES 2025માં રાઉન્ડ-2 માટે 78 સર્જકોની પસંદગી


WAVES 2025 લંડનથી બાલી સુધીના આંતરરાષ્ટ્રીય એન્ટ્રીઝનું સ્વાગત કરે છે

 Posted On: 13 MAR 2025 5:32PM |   Location: PIB Ahmedabad

WAVES 2025 અપવાદરૂપ વૈશ્વિક એનિમેશન ટેલેન્ટને સ્પોટલાઇટ કરશે, કારણ કે 78 સર્જકો એનિમેશન ફિલ્મ મેકર્સ કોમ્પિટિશન (AFC)ના  બીજા રાઉન્ડમાં પ્રવેશ કરશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ડાન્સિંગ એટમ્સ સાથે જોડાણમાં આ સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જે ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ સિઝન-1નું મુખ્ય ઘટક છે. તેમાં એનિમેશન, એઆર (ઓગમેન્ટેડ રિયાલિટી), વીઆર (વર્ચ્યુઅલ રિયાલિટી), વર્ચ્યુઅલ પ્રોડક્શન અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ એમ પાંચ કેટેગરીને આવરી લેવામાં આવી છે.

વૈશ્વિક ઉદ્યોગ અગ્રણીઓની એક આદરણીય જ્યુરી પેનલે મૌલિકતા, વર્ણનાત્મક તાકાત, મનોરંજનનું મૂલ્ય, બજારની અપીલ, પ્રેક્ષકોનું જોડાણ અને ટેકનિકલ અમલીકરણ સહિતના માપદંડોના આધારે ફિલ્મ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કર્યું હતું. નિર્ણાયક મંડળ પેનલના સભ્યોમાં જેન નાગલ, એન્ટરટેઈનમેન્ટ માર્કેટિંગ પ્રોફેશનલ; ડેન સાર્ટો, મુખ્ય સંપાદક અને એનિમેશન વર્લ્ડ નેટવર્કના સ્થાપક; દિગ્દર્શક, નિર્માતા, લેખક ગિયાનમાર્કો સેરા, જાણીતા લેખક ઇન્દુ રામચંદાની, અને પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા વૈભવ પિવલતકર સામેલ છે.

પસંદ કરેલા સર્જકો વિદ્યાર્થીઓ, કલાપ્રેમીઓ, વ્યાવસાયિકો અને સ્ટુડિયોના વૈવિધ્યસભર મિશ્રણનું પ્રતિનિધિત્વ કરે છે. વધુમાં, આ સ્પર્ધામાં લંડન, બાલી અને કેનેડાની આંતરરાષ્ટ્રીય એન્ટ્રીઓ રજૂ કરવામાં આવી છે, જે વાર્તા કહેવા અંગે વૈશ્વિક પરિપ્રેક્ષ્ય પૂરું પાડે છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ વિશેષ ઉલ્લેખિત ફિલ્મ પ્રોજેક્ટ્સે આરોગ્ય અને પારિવારિક શિક્ષણ પર તેમના આકર્ષક વર્ણનો માટે માન્યતા મેળવી છે. પસંદ કરેલી એન્ટ્રીઓમાંથી રિફાઇન્ડ પિચ ડેકની અંતિમ રજૂઆતો 20મી માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, ત્યારબાદ ઉદ્યોગના નિષ્ણાતોની નવી નિયુક્ત પેનલ દ્વારા જ્યુરી સમીક્ષા કરવામાં આવશે.

 ટોચના ત્રણ વિજેતા પ્રોજેક્ટ્સને ₹5 લાખ (કુલ) સુધીનું રોકડ ઇનામ આપવામાં આવશે. આ પહેલના ભાગરૂપે, માહિતી અને પ્રસારણ મંત્રાલય ટોચના સર્જકોને મુંબઈની એક વિશિષ્ટ યાત્રા પર આમંત્રિત કરશે, જ્યાં તેઓ તેમના પ્રોજેક્ટ્સને નિર્માતાઓ, ઓટીટી પ્લેટફોર્મ્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ અને વિશ્વભરના રોકાણકારો સમક્ષ રજૂ કરશે. ફાઇનલિસ્ટની જાહેરાત 10મી એપ્રિલ 2025ના રોજ અથવા તે પહેલાં કરવામાં આવશે.

વધુ વિગતો માટે, waves@dancingatoms.com ઇમેઇલ કરો અથવા https://waves.dancingatoms.com/wafc મુલાકાત લો

આ ઉપરાંત તમામ સર્જકોને તેમના પ્રોજેક્ટ્સ WAVES બજાર પર સુપરત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, જે વૈશ્વિક ઇ-માર્કેટપ્લેસ છે, જે પ્રતિભાશાળી સર્જકોને વૈશ્વિક ખરીદદારો સાથે જોડવા માટે રચાયેલ છે. ઉદ્યોગ વ્યાવસાયિકો અને ખરીદદારોને ગતિશીલ અને વૈશ્વિક બી ૨ બી એનિમેશન ઇકોસિસ્ટમ બનાવવામાં ભાગ લેવા અને સૌથી આશાસ્પદ સર્જનાત્મક દિમાગ સાથે જોડાવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે.

 

WAVES વિશે

પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES), મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ (એમએન્ડઈ) ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ ઇવેન્ટ છે, જેનું આયોજન ભારત સરકાર દ્વારા 1 થી 4 મે, 2025 દરમિયાન કરવામાં આવશે.

તમે ઉદ્યોગનાં વ્યાવસાયિક હો, રોકાણકાર હો, સર્જક હો કે પછી નવપ્રવર્તક હો, આ સમિટ એમએન્ડઇ લેન્ડસ્કેપને જોડવા, જોડાણ કરવા, નવીનતા લાવવા અને પ્રદાન કરવા માટે અંતિમ વૈશ્વિક પ્લેટફોર્મ પ્રદાન કરે છે.

WAVES ભારતની રચનાત્મક શક્તિને વધારવા માટે તૈયાર છે. જે કન્ટેન્ટ સર્જન, બૌદ્ધિક સંપત્તિ અને તકનીકી નવીનતા માટેના કેન્દ્ર તરીકેની તેની સ્થિતિને વિસ્તૃત કરશે. ઉદ્યોગો અને ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં બ્રોડકાસ્ટિંગ, પ્રિન્ટ મીડિયા, ટેલિવિઝન, રેડિયો, ફિલ્મો, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ, સાઉન્ડ અને મ્યુઝિક, એડવર્ટાઇઝિંગ, ડિજિટલ મીડિયા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, જનરેટિવ એઆઇ, ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર), વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) અને એક્સટેન્ડેડ રિયાલિટી (એક્સઆર)નો સમાવેશ થાય છે.

શું પ્રશ્નો છે? જવાબો અહીં શોધો

આવો, અમારી સાથે! હમણાં જ Waves માટે નોંધણી કરો (ટૂંક સમયમાં આવી રહ્યા છીએ!).

AP/IJ/GP/JD


Release ID: (Release ID: 2111269)   |   Visitor Counter: 74