સહકાર મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગીર સોમનાથ અને વલસાડ, ગુજરાતમાં ત્રણ સુગર મિલોના પુનરુત્થાન અને આધુનિકીકરણ માટેના કાર્યક્રમને સંબોધન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલી દરેક બાંહેધરી આજે પૂર્ણ થઈ રહી છે
આ ત્રણ ખાંડ મિલોના પુનરુત્થાનથી દસ હજારથી વધુ ખેડૂતો માટે સમૃદ્ધિનો માર્ગ ખૂલવાની શરૂઆત થશે
મોદી સરકારે ઇથેનોલના મિશ્રણ દ્વારા ખાંડ મિલોને ઊર્જા ઉત્પાદન સાથે જોડીને અન્ન ઉત્પાદક ખેડૂતોને ઊર્જા ઉત્પાદક ખેડૂતોમાં પરિવર્તિત કર્યા છે
ઇથેનોલ ઉત્પાદક સહકારી ખાંડ મિલો માત્ર ખાદ્ય સુરક્ષામાં જ યોગદાન નથી આપતી, પરંતુ દેશના પેટ્રોલિયમ આયાત બિલને ઘટાડવામાં પણ મદદ કરે છે
આગામી દિવસોમાં આપણે ઇથેનોલની નિકાસ પણ કરી શકીશું
વિશ્વભરમાં ડીએપીની કિંમત વધી રહી છે, પરંતુ મોદીજીના નેતૃત્વમાં સરકારે છેલ્લા 10 વર્ષથી ડીએપી પર સબસિડી આપીને દેશમાં ભાવ સ્થિર રાખ્યા છે
મોદી સરકારના શાસનમાં ખેડૂતોને સસ્તા ખાતરો, ટપક સિંચાઈ સુવિધાઓ, જૈવિક ખેતી, ખેડૂત ક્રેડિટ કાર્ડ અને ઇથેનોલ જેવી નવી યોજનાઓનો લાભ મળી રહ્યો છે
Posted On:
08 MAR 2025 6:35PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગીર સોમનાથ અને વલસાડ, ગુજરાતમાં ત્રણ સુગર મિલોના પુનરુત્થાન અને આધુનિકીકરણ માટેના કાર્યક્રમને સંબોધન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલી પ્રતિબદ્ધતા આજે પૂર્ણ થઇ રહી છે અને આ સુગર મિલના પુનરુદ્ધારથી આ સમગ્ર વિસ્તાર અને વલસાડના 10,000થી વધુ ખેડૂતો માટે સમૃદ્ધિના દ્વાર ખુલશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વમાં સહકાર મંત્રાલયે કેટલીક પહેલો હાથ ધરી છે. જેણે કૃષિ પર નિર્ભર દેશમાં લાખો ખેડૂતોનાં વિકાસ માટેનાં માર્ગો ખોલ્યાં છે. તેમણે નોંધ્યું હતું કે, આ પ્રકારની પહેલનાં ભાગરૂપે આ ત્રણ સુગર મિલોનું પુનર્ગઠન ઇન્ડિયન પોટાશ લિમિટેડ મારફતે હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 60 ટકા શેર મૂડી સહકારી મંડળીઓ પાસે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ ઇથેનોલ અને બિયારણ મારફતે કેટલીક ખાંડની મિલો સાથે ઊર્જાનાં ઉત્પાદનને સંકલિત કરીને આપણાં ખાદ્ય ઉત્પાદનકર્તા ખેડૂતોને ઊર્જા ઉત્પાદક ખેડૂતોમાં પરિવર્તિત કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ઇથેનોલનું ઉત્પાદન કરતી સહકારી ખાંડ મિલો માત્ર ખાદ્ય સુરક્ષામાં પ્રદાન નથી કરતી, પણ દેશનાં પેટ્રોલિયમ આયાત બિલને ઘટાડવામાં પણ મદદ કરે છે. વધુમાં, આપણા ખેડૂતો સ્થાનિક ઉત્પાદકોમાંથી વૈશ્વિક જૈવ-બળતણ ઉત્પાદકોમાં પરિવર્તિત થશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આગામી દિવસોમાં અમે ઇથેનોલનું ઉત્પાદન વધારીશું અને તેની નિકાસ કરવા વૈશ્વિક બજારમાં પ્રવેશ કરીશું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ખાંડની આ ત્રણ મિલોને પુનર્જીવિત કરવાથી આ ક્ષેત્રના લગભગ દસ હજાર ખેડૂતોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ઇન્ડિયન પોટાશ લિમિટેડ, સ્ટેટ કોઓપરેટિવ બેંક, ગુજરાત સરકાર અને ભારત સરકારે સાથે મળીને આ ખેડૂતોના હિતમાં આ મોટો નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું કે ભારતીય પોટાશ લિમિટેડે માત્ર ખાંડ મિલોને પુનર્જીવિત કરી નથી, પરંતુ શેરડીના ખેડૂતોને અન્ય ઘણી રીતે સહાય પણ કરી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, શેરડીનું ઉત્પાદન વધારવા ઇન્ડિયન પોટાશ લિમિટેડે નવા પ્રકારનાં બિયારણો, શેરડીની લણણીનાં મશીનો, ડ્રોન મારફતે ખાતરનો છંટકાવ, ટપક સિંચાઈ વ્યવસ્થા શરૂ કરી છે તથા ઇથેનોલ અને ગેસ ઉત્પાદન માટે ફેક્ટરીઓ પણ સ્થાપિત કરી છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમારો લક્ષ્યાંક આ ત્રણ ફેક્ટરીઓમાં શેરડીમાંથી ઇથેનોલ, કોમ્પ્રેસ્ડ બાયોગેસ અને જૈવિક ખાતરોનું ઉત્પાદન કરવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોના કલ્યાણ માટે અનેક અભૂતપૂર્વ પહેલો હાથ ધરી છે. તેમણે જણાવ્યું હતું કે, 2013-14માં કૃષિનું બજેટ માત્ર ₹22,000 કરોડ હતું, જે પ્રધાનમંત્રી મોદીએ 2023-24માં વધારીને ₹1.37 લાખ કરોડ કર્યું હતું, જે છ ગણો વધારો દર્શાવે છે. શ્રી શાહે એમ પણ કહ્યું હતું કે, આ સાથે ખેડૂતોને જે તે સમયે 8.5 લાખ કરોડ રૂપિયા આપવામાં આવતી હતી, તે હવે મોદીજીએ વધારીને 25.5 લાખ કરોડ રૂપિયા કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રધાનમંત્રી મોદીનાં ખેડૂતોનાં કલ્યાણ માટેનાં વિઝનને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, જ્યારે વિશ્વભરમાં ડીએપી (ડી-એમોનિયમ ફોસ્ફેટ)ની કિંમતમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ છેલ્લા 10 વર્ષથી ડીએપી પર સબસિડી આપીને દેશમાં ભાવ સ્થિર રાખ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ શ્રી નરેન્દ્ર મોદીજીની વિચારસરણીનું પરિણામ છે, જેણે સુનિશ્ચિત કર્યું છે કે ખેડૂતોને વાજબી ખાતરો, ટપક સિંચાઈ સુવિધાઓ, જૈવિક ખેતી, ખેડૂત ક્રેડિટ કાર્ડ અને ઇથેનોલ જેવી વિવિધ નવી યોજનાઓનો લાભ મળતો રહે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ઇન્ડિયન પોટાશ લિમિટેડે આજે નવી શરૂઆત કરીને દસ હજારથી વધુ ખેડૂતોનાં જીવનને પ્રકાશિત કર્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, જ્યારે આ સુગર મિલો સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરવાનું શરૂ કરશે, ત્યારે અહીંનાં ખેડૂતો માટે સમૃદ્ધિનાં દ્વાર ખુલશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રધાનમંત્રી મોદીએ પૂર્ણ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હવે ખેડૂતોને ટપક સિંચાઈ માટે પ્રોત્સાહન આપીને આપણે સૌએ ખભેખભો મિલાવીને પાણી બચાવવા ખભેખભો મિલાવીને કામ કરવું પડશે.
AP/IJ/GP/JD
(Release ID: 2109513)
Visitor Counter : 66