રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રપતિએ છતરપુરનાં ગઢામાં સમૂહ લગ્ન સમારંભમાં હાજરી આપી

प्रविष्टि तिथि: 26 FEB 2025 2:40PM by PIB Ahmedabad

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે (26 ફેબ્રુઆરી, 2025) મધ્યપ્રદેશનાં છતરપુરનાં ગઢામાં શ્રી બાગેશ્વર જન સેવા સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારંભમાં હાજરી આપી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/PR126022025NIJK.jpg

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આજે જ્યારે આપણો દેશ મહિલા વિકાસથી મહિલા-સંચાલિત વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે આપણે સૌએ આપણી દીકરીઓ અને બહેનોને મજબૂત અને સક્ષમ બનાવવામાં યોગદાન આપવું જોઈએ. તેમણે લોકોને મહિલાઓના શિક્ષણ, આરોગ્ય અને સલામતી પર ધ્યાન આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણા નાના પ્રયત્નો તેમને સશક્ત બનાવશે. તેમણે મહિલાઓને તેમના શિક્ષણ અને આત્મનિર્ભરતા માટે સતત પ્રયત્નો કરવાની સલાહ પણ આપી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/PR2260220257F6R.jpg

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણી પરંપરામાં સદીઓથી સંતોએ લોકોને માર્ગ દેખાડ્યો છે. તેઓએ સમકાલીન સમાજમાં પ્રચલિત સામાજિક અનિષ્ટો સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેઓએ જાતિ, લિંગ વગેરેના આધારે ભેદભાવ સામે પણ અવાજ ઉઠાવ્યો છે. પછી તે ગુરુ નાનક હોય, સંત રવિદાસ હોય, સંત કબીરદાસ હોય, મીરાંબાઈ હોય, સંત તુકારામ હોય તમામે લોકોને તેમના ઉપદેશો દ્વારા સાચા રસ્તે ચાલવા માટે પ્રેરિત કર્યા છે. ભારતીય સમાજમાં તેમના યોગદાનથી તેમને સન્માનજનક સ્થાન મળ્યું છે. તેમણે કહ્યું હતું કે, સમકાલીન આધ્યાત્મિક નેતાઓ આત્મનિર્ભર, સંવાદી અને પર્યાવરણને અનુકૂળ ભારતનાં નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/PR326022025984T.jpg

રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો -

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2106412) आगंतुक पटल : 106
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil , Kannada , Malayalam