શ્રમ અને રોજગાર મંત્રાલય
ડિસેમ્બર, 2024માં ESI યોજના હેઠળ 17.01 લાખ નવા કામદારો નોંધાયા
25 વર્ષ સુધીના 8.22 લાખ નવા યુવા કર્મચારીઓ નોંધાયા
ESI યોજનામાં 3.46 લાખ મહિલા કર્મચારીઓની નોંધણી
ડિસેમ્બર, 2024માં ESI યોજના હેઠળ 20,360 નવી સ્થાપનાઓ નોંધાઈ
ડિસેમ્બર, 2024માં ESI યોજના હેઠળ 73 ટ્રાન્સજેન્ડર કર્મચારીઓ નોંધાયા
Posted On:
21 FEB 2025 4:12PM by PIB Ahmedabad
કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના કામચલાઉ પગારપત્રક ડેટા દર્શાવે છે કે ડિસેમ્બર, 2024માં 17.01 લાખ નવા કામદારો ઉમેરાયા હતા.
ડિસેમ્બર, 2024માં 20,360 નવી સંસ્થાઓને ESI યોજનાના સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવામાં આવી છે. જેનાથી કામદારોને વધુ સામાજિક સુરક્ષા સુનિશ્ચિત થાય છે.
ડેટા દર્શાવે છે કે ડિસેમ્બર મહિના દરમિયાન ઉમેરાયેલા કુલ 17.01 લાખ કર્મચારીઓમાંથી 8.22 લાખ કર્મચારીઓ 25 વર્ષ સુધીની વય જૂથના છે. આ સંખ્યા કુલ નોંધાયેલા કર્મચારીઓના આશરે 48.35 ટકા છે.
પગારપત્રક ડેટાના લિંગ વિશ્લેષણ મુજબ, ડિસેમ્બર, 2024માં મહિલા સભ્યોની કુલ નોંધણી 3.46 લાખ હતી. આ ઉપરાંત, ડિસેમ્બર, 2024માં કુલ 73 ટ્રાન્સજેન્ડર કર્મચારીઓએ પણ ESI યોજના હેઠળ નોંધણી કરાવી છે. જે સમાજના દરેક વર્ગ સુધી તેના લાભો પહોંચાડવા માટે ESIC ની પ્રતિબદ્ધતા સાબિત કરે છે.
ડેટા જનરેશન એક ચાલુ પ્રક્રિયા હોવાથી પગારપત્રકના આંકડા કામચલાઉ છે.
AP/IJ/GP/JD
(Release ID: 2105297)
Visitor Counter : 36