સહકાર મંત્રાલય
azadi ka amrit mahotsav

મહા કુંભ 2025: પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓને સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત રાશન પ્રદાન કરવા માટે વિશેષ યોજના


નાફેડથી અત્યાર સુધીમાં 1000 મેટ્રિક ટનથી વધુ રાશનનું વિતરણ કરવામાં આવ્યું છે. 20 મોબાઇલ વાન તૈનાત, વોટ્સએપ અને કોલ દ્વારા ઉપલબ્ધ રેશન

Posted On: 09 FEB 2025 7:16PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારની એક વિશેષ યોજના પ્રયાગરાજ ખાતે મહાકુંભ 2025 દરમિયાન શ્રદ્ધાળુઓ માટે સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત રાશન પ્રદાન કરી રહી છે. નાફેડ (નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા) ઘઉંના લોટ, કઠોળ, ચોખા અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનું સબસિડીના દરે વિતરણ કરે છે. ભક્તો વોટ્સએપ અથવા કોલ દ્વારા રાશનનો ઓર્ડર પણ આપી શકે છે. 1000 મેટ્રિક ટનથી વધુ રાશનનું વિતરણ થઈ ચૂક્યું છે અને 20 મોબાઈલ વાનના માધ્યમથી સમગ્ર મહાકુંભ શહેર અને પ્રયાગરાજમાં તેનું વિતરણ ચાલી રહ્યું છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001XTXK.jpg

 

આશ્રમો અને ભક્તોને પરવડે તેવા રાશન લાવતું મોબાઇલ વાન

 

મહાકુંભમાં સંતો, કલ્પવાસીઓ અને ભક્તોને અન્નની કોઈ તંગી ન પડે તે માટે મોબાઈલ વાન દ્વારા રાશન વિતરણ કરવામાં આવી રહ્યું છે. નાફેડના સ્ટેટ હેડ રોહિત જૈને જણાવ્યું હતું કે, આ ખાસ યોજના સહકાર મંત્રાલય દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેથી કોઈ પણ ભક્તને ભોજન સંબંધિત કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. નાફેડના એમડી દીપક અગ્રવાલ વ્યક્તિગત રીતે આ સમગ્ર કામગીરી પર દેખરેખ રાખી રહ્યા છે જેથી દરેક વ્યક્તિને સમયસર તેમનો અન્ન પુરવઠો મળી રહે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0028LTV.jpg

 

મહાકુંભમાં હાજર શ્રદ્ધાળુઓ 72757 81810 નંબર પર કોલ અથવા વોટ્સએપ દ્વારા રાશનના ઓર્ડર આપી શકે છે. સબસિડીવાળા રાશનમાં 10 કિલોના પેકેટમાં ઘઉંનો લોટ અને ચોખાનો સમાવેશ થાય છે, જ્યારે મગ, મસૂર અને ચણાની દાળનું 1 કિલોના પેકેટમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. મોબાઈલ વાન દ્વારા ઓર્ડર મળતાની સાથે જ રાશનને સંબંધિત આશ્રમો અને તપસ્વીઓને તરત જ પહોંચાડવામાં આવે છે.

અત્યાર સુધીમાં 700 મેટ્રિક ટન ઘઉંનો લોટ, 350 મેટ્રિક ટન કઠોળ (મગ, મસૂર અને ચણાની દાળ) અને 10 મેટ્રિક ટન ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે. નાફેડના ઉત્પાદનો અને 'ભારત બ્રાન્ડ' અનાજ ઝડપથી ભક્તોમાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003G021.jpg

આ યોજના દ્વારા સરકાર મહાકુંભમાં ભાગ લેનાર લાખો શ્રદ્ધાળુઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત રાશન તો આપી જ રહી છે સાથે સાથે આ પ્રક્રિયાને સુવિધાજનક અને સુલભ પણ બનાવી રહી છે. મોબાઇલ વાન અને ઓન કોલ સુવિધાઓએ આ સેવાને વધુ અસરકારક બનાવી છે, જેથી મહાકુંભ 2025 દરેક ભક્ત માટે સરળ અને યાદગાર અનુભવ બની રહે.

AP/IJ/GP/JD


(Release ID: 2101197) Visitor Counter : 62