સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં યાત્રાળુઓ અને સુરક્ષા દળોને રાહત પૂરી પાડતી BSNLની અવિરત સંચાર સેવાઓ


મેળા વિસ્તારમાં મફત સિમ વિતરણ અને અત્યાધુનિક સંચાર સુવિધાઓ પૂરી પાડવામાં આવી

Posted On: 02 FEB 2025 3:23PM by PIB Ahmedabad

ભારત પહેલ હેઠળ, ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) મહાકુંભ 2025માં વિશ્વસનીય કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે સંચાર માળખાને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. બીએસએનએલે મેળા વિસ્તારમાં એક સમર્પિત ગ્રાહક સેવા કેન્દ્રની સ્થાપના કરી છે, જ્યાં યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓને સ્થળ પરની સહાય, ફરિયાદ નિવારણ અને અવિરત સંચાર સેવાઓ મળી રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001DFV1.jpg

 

કુંભ મેળામાં દેશના વિભિન્ન ભાગોમાંથી તીર્થયાત્રીઓને પોત-પોતાના સર્કલથી ફ્રી સિમ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. જો કોઈ પણ યાત્રી પોતાના સિમકાર્ડને ગુમાવે છે અથવા નુકસાન પહોંચાડે છે, તો તેમને પોતાના ગૃહ રાજ્યમાં પાછા ફરવાની જરૂર રહેશે નહીં. બીએસએનએલ દ્વારા મેળા વિસ્તારમાં દેશભરના તમામ સર્કલથી સીમકાર્ડ સપ્લાય કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સેવા સંપૂર્ણપણે નિ:શુલ્ક છે, જેથી યાત્રાળુઓ સરળતાથી તેમના પરિવાર અને મિત્રોના સંપર્કમાં રહી શકે. બીએસએનએલે લાલ રોડ સેક્ટર-2માં એક કેમ્પ ઓફિસ બનાવી છે, જ્યાંથી તમામ સંચાર સેવાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

કુંભ વિસ્તારમાં ફાઇબર કનેક્શન, લીઝ્ડ લાઇન કનેક્શન અને મોબાઇલ રિચાર્જ જેવી સેવાઓની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને, વિવિધ રાજ્યોના સિમકાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેનો લાભ માત્ર યાત્રાળુઓને જ નહીં પરંતુ ત્યાં તૈનાત સુરક્ષા દળોને પણ મળ્યો છે. બીએસએનએલના પ્રયાગરાજ વાણિજ્યિક વિસ્તારના ચીફ જનરલ મેનેજર શ્રી બી. કે. સિંઘે ઉલ્લેખ કર્યો હતો કે મકરસંક્રાંતિ અને મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન દરમિયાન સંચાર સેવાઓની ગુણવત્તા અકબંધ રહી હતી અને ભારે ભીડ હોવા છતાં નેટવર્કમાં કોઈ વિક્ષેપ પડ્યો ન હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002YZOE.jpg

 

મહાકુંભ 2025 દરમિયાન અવિરત સંચાર સેવાઓ સુનિશ્ચિત કરવા માટે મેળા વિસ્તારમાં કુલ 90 બીટીએસ ટાવર કાર્યરત કરવામાં આવ્યા છે. તેમાં 30 બીટીએસ (700 મેગાહર્ટ્ઝ 4જી બેન્ડ), 30 બીટીએસ (2100 મેગાહર્ટ્ઝ બેન્ડ) અને 30 બીટીએસ (2જી-સક્ષમ) સામેલ છે. આ ઉપરાંત મેળા વિસ્તારમાં ઇન્ટરનેટ લીઝ્ડ લાઇન, વાઇ-ફાઇ હોટસ્પોટ્સ, હાઇ-સ્પીડ ઇન્ટરનેટ (એફટીટીએચ), વેબકાસ્ટિંગ, એસડી-ડબલ્યુએએન, બલ્ક એસએમએસ સેવા, એમ2એમ સિમ અને સેટેલાઇટ ફોન સેવાઓ પણ પ્રદાન કરવામાં આવી છે. આ પહેલ મારફતે બીએસએનએલ લાખો યાત્રાળુઓ, વહીવટી અધિકારીઓ, સુરક્ષા દળો અને સ્વૈચ્છિક સંસ્થાઓ માટે અવિરત સંવાદ સુનિશ્ચિત કરી રહ્યું છે, જે આ કાર્યક્રમને સુચારુ રીતે સંચાલિત કરવામાં મદદ કરે છે.

AP/IJ/GP/JD


(Release ID: 2098932) Visitor Counter : 43