પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કર્ણાટકનાં ઉત્તર કન્નડમાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી સહાયની જાહેરાત કરી
Posted On:
22 JAN 2025 2:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં ઉત્તર કન્નડમાં થયેલા બસ અકસ્માતમાં થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકનાં પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી.
X પર પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું:
"કર્ણાટકનાં ઉત્તર કન્નડ જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલા જાનહાનિથી ખૂબ દુઃખ થયું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂ. 2 લાખની સહાયની જાહેરાત દરેક મૃતકનાં પરિવારજનોને કરવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi"
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2095063)
Visitor Counter : 30